અમેરિકન ડૉક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી છે લોકોના દિલ જીતનાર તમન્ના ભાટિયા ….

25

અત્યારે બોલીવુડમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ નીક જોનસ સાથે સગાઇ કરી લીધી અને હવે આવ્યો તમન્ના ભાટિયાનો વારો. સુત્રો પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે તમન્ના ભાટિયાના લગ્ન કોઈ હીરો અથવા એક્ટિંગ બેકગ્રાઉન્ડના વ્યક્તિ સાથે નઈ પણ એક અમેરિકાના ડોક્ટર જોડે નક્કી થઈ ગયા છે.

આમ તો તમન્નાનું નામ ઘણા બધા લોકો સાથે જોડાયેલું છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમજ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકનું નામ પણ સામેલ છે.

બ્રાઈડલ શૂટ પણ કરાવી લીધું છે તમન્નાએ એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તમન્નાએ લગ્નનું બ્રાઈડલ શૂટ કરાવી લીધું છે અને ટૂંક સમયમાં તે લગ્નનો ખુલાસો કરી દેશે. એક વેબસાઈટ મુજબ જાણવા મળ્યું છે કે તમન્ના આ એક વર્ષમાં લગ્ન પણ કરી લેશે.

પરંતુ આ વિશે જયારે તમન્નાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દર વખતની જેમ આ વાતને પણ અફવા જ ગણાવી હતી.
“હું હાલમાં એક જ વ્યક્તિ સાથે રોમેન્સ કરું છું અને એ છે સિનેમા.”

તેણે વધારે ઉમેરાતા એવું પણ કહ્યું હતું કે , “મીડિયાવાળા દરરોજ કોઈ નવા વ્યક્તિ સાથે મારું નામ જોડે છે અને આ વાત ખરેખર અપમાનજનક લાગે છે. ક્યારેક ક્રિકેટર તો ક્યારેક ડોક્ટર. હું કઈ હસબન્ડની શોપિંગ કરવા નથી નીકળી. હું સિંગલ જ છું અને મારા પરિવારને પણ આ બાબતે કોઈ વાંધો નથી.”

હાલમાં તમન્ના જોડે ઘણી બધી ફિલ્મો છે જેમાં એક ફિલ્મ કંગના રનૌતની ‘ક્વીન’ ફિલ્મની સાઉથ ઇન્ડિયન રીમેક છે. આ ઉપરાંત તેણે ‘Sye Raa Narasimha Reddy’ની ટીમને જોઈન કરી છે અને ‘F2 – FUN AND FRUSTRATION’ તેમજ ‘Kanne Kalaimaane’ જેવી ફિલ્મો પાઈપલાઈનમાં છે.

લેખન. સંકલન : યશ મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment