વ્રતમાં બનાવાય એવી ૧૦ બેસ્ટ ફરાળી વાનગી…શીખી લો…ભવિષ્યમાં કામ લાગશે!

335
10 best farali recipe

ફ્રેન્ડસ, આજે અમે લાવ્યા છીએ, ગૌરીવ્રત નિમિતે બનાવામાં આવતી આ ૧૦ વાનગીઓ માંથી ૩-૪ તો સૌ ને ગમશે જ…આજે આ પોસ્ટ અચૂક શેર કરજો જ….!!

સુખડી (ગોળ પાપડી ) જ્યારે બનાવો ત્યારે તેની આ વેરાયટી જરૂર ટ્રાય કરજો …

૧. બદામ ટોપરાની સુખડી(badaam topra ni sukhdi )

સામગ્રી :

2 વાટકી ઘઉંનો લોટ
1 વાટકી બદામનો પાવડર (આલ્મ્ન્ડ મિલ )
2 વાટકી ગોળ
1-1/2 વાટકી ઘી
1 ટે સ્પૂન મલાઈ
1 વાટકી ટોપરાનુ ખમણ
1 ટે સ્પૂન પિસ્તા કતરણ

રીત :

-એક કડાઇમાં ઘી લઈ લોટ અને બદામ પાવડર ગુલાબી શેકીલો .સતત હલાવતા રેહવુ .
-લોટ શેકાય જાય ત્યારે ટોપરાનુ ખમણ ઉમેરો .
-ગોળને જીણો સમારીને તેમાં ઉમેરો અને તરત જ ગેસ બંધ કરીલો .
-ગોળ ઓગળી જાય એટલે મલાઈ નાખીને બરોબર મિક્ષ કરીલો .
-થાળી અથવા ટ્રે માં ઢાળીને ઉપર પિસ્તા કતરણ અને ટોપરાનુ ખમણ ભભરાવીને કટ કરીલો .

#ઘઉંના લોટને બદલે ફક્ત બદામ પાવડરથી પણ સુખડી બનાવાય.
#મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ લેવાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

૨. મોરૈયાની લાપસી (Moraiya lapsi)

સામગ્રી :

૧/૨ કપ.. મોરૈયો
૨ ટે સ્પૂન.. ઘી
૧ કપ.. પાણી (જરૂર મૂજબ)
ખાંડ.. જરૂર મૂજબ
૧/૪ ટી સ્પૂન.. ઇલાયચી પાવડર
બદામ ની કતરણ

રીત :

• પેન માં ઘી લઇ મોરૈયા ને લાઇટ ગોલ્ડન કલર આવે અને શેકાય તેની સુગંધ આવે ત્યાં ધીમા તાપે શેકો.
• શેકાય એટલે તેમાંજરૂર મૂજબ ગરમ પાણી (પાણી થોડું વધારે લેવું) રેડી સારી રીતે મિક્સ કરો. પાણી બળી જવા આવે પછી તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો.
• ઘી છૂટુ પડે પછી ઇલાયચી પાવડર મિક્સ કરી બદામ ની કતરણ ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.
તૈયાર છે ફરાળી લાપસી. એકાદશી માં પણ ખાઇ શકાય.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

૩. સામાની ખીર (Sama Ni Khir)

સામગ્રી:

1 વાટકી સામો/ મોરૈયો
7 વાટકી દૂધ
1 વાટકી ખાંડ (સ્વાદ મુજબ)
ડ્રાય ફ્રુટ્સની કતરણ
એલચી જાયફળનો ભુક્કો

રીત:

– સૌ પ્રથમ સામો ધોઈને લઈ (ચોખા ભાત માટે ધોઈયે તેમ) 5-10 મિનિટ માટે પાણીમાં પલાળવો.
– એક જાડા તળિયાવાળા વાસણમાં સામો લઈ દૂધ ઉમેરી મીડીયમ તાપે ચડવા દેવો.
– દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરી હલાવી ચડવા દેવું.
– વચ્ચે વચ્ચે હલાવતા રાહવે નીચે ચોંટી ન જાય એટલે.
– સામાનો દાણો ચડી જાય પછી ગેસ બન્ધ કરી દેવો.
– જેટલી ઘટ્ટ જોતી

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

૪. ફરાળી દહીં વડા (Farali Dahivada)

સામગ્રી:

500 ગ્રામ બટાટા
4 ટી સ્પૂન આરા લોટ
2 ટી સ્પૂન આદું મરચા ની પેસ્ટ
1 ટી સ્પૂન લીંબુ નો રસ
1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
1/2 ટી સ્પૂન જીરું પાવડર
1/2 ટી સ્પૂન ખાંડ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
ફેતેંલું દહીં 250 ગ્રામ
દાડમ ગાર્નિંસ માટે
કોથમીર ગાર્નિંસ માટે
તીખા બી ગાર્નિંસ માટે

બનાવાની રીત:

સૌ પ્રથમ બટાટા બાફી ને મેસ કરી લેવા,હવે તેમાં વાટેલા આદું મરચા,મીઠું, ખાંડ, લીંબુ નો રસ, જીરું પાવડર,મરચા પાવડર,આરા લોટ આ બધું મિક્સ કરી નાનાં બોલ વાળી ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

હવે દહીં માં બોળી પ્લેટ માં લઇ જીરું પાવડર,મીઠું, મરચા પાવડર,આમલી ની ચટણી,દાડમ,સીંગદાણ અને કોથમીર નાખી સર્વ કરવું
તૌ તેયાર છે દહીં વડા

રસોઈ ની રાણી ચાંદની ચિંતન જોશી (જામનગર)

૫. સુરણ ફ્રેન્ચ ફ્રાઈસ (Suran French Fries)

સામગ્રી:

200 ગ્રામ સુરણ
તેલ તળવા

મસાલો:
લાલ મરચું
સંચર
દળેલી ખાંડ
મરી પાઉડર

રીત:

સૌ પ્રથમ હાથ તેલવાળા કરી સુરણને વ્યવસ્થિત ધોઈ સાફ કરી લેવું, તેલ વાળા હાથ કરવાથી હાથમાં ખંજવાળ આવતી નથી.
પછી તેની મોટી ચિપ્સ કટ કરી તેમાંથી લાંબી લાંબી ચીરીઓમાં કટ કરવું.
તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે ગોલ્ડન ક્રિસ્પી તળી લેવી.
તળાય જાય એટલે તેના પર લાલ મરચું, દળેલી ખાંડ, સંચર, મરી પાઉડર ભભરાવી તરત સર્વ કરવું.
તો તૈયાર છે સુરણ ની ફ્રેન્ચ ફ્રાઈસ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

૬. ફરાળી બટેકા વડા (Faradi bateka vada)

સામગ્રી :

બાફેલા બટેકા નો માવો
આદુ-મરચાં ની પેસ્ટ
જીરૂ
તલ
સિંધવ મીઠુ
લીંબુ નો રસ
કોથમીર
ખાંડ (Optional)
તજ પાવડર

વઘાર કરવા માટે:

તેલ
જીરૂ
સમારેલો મીઠો લીમડો

ખીરુ બનવવા ~ આરા લોટ
સિંધવ મીઠુ

રીત :

• બાફેલા બટેકા નાં માવા માં સામગ્રી મૂજબ બધો મસાલો મિક્સ કરો અને વઘાર ની સામગ્રી મૂજબ વઘાર કરી બધું મિક્સ કરી બોલ્સ બનાવી લો.
• આરા લોટ માં મીઠુ અને પાણી રેડી પતલું ખીરુ બનાવો. બટેકા વડા ખીરા માં ડીપ કરી ગરમ તેલ માં તળી લો.

નોંધ :

•ખીરુ એકદમ પતલું રાખવું, નહિં તો લોટ
નીચે બેસી જશે.
• વડા ક્રિસ્પી બનશે. વધારે ક્રિસ્પી કરવા હોય તો પહેલાં બધાં બટેકા વડા કોરા આરા લોટ માં રગદોળી પછી ખીરા માં ડીપ કરી ફ્રાય કરો.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

૭. સામાની ખીચડી (Sama ni khichdi)

સામગ્રી :

સામો/ મોરૈયો
બટેકા
શિંગદાણાનો ભૂક્કો
લીલા મરચા
ટામેટું
લીમડો
લાલ મરચું
હલદર
મીઠું
ખાંડ
1 નાની વાટકી છાશ
જીરુ
કોથમીર

રીત:

સૌ પ્રથમ બટેકાને જીણા સમારી લેવા. એક કડાઇમા તેલ લઈ તેમા જીરુ, લીમડો, હલદર, લીલા મરચા ઉમેરી વઘાર કરવો. પછી તેમા બટેકા ઉમેરી મીઠું ઉમેરવું સહેજ હલાવી તેમા બે વાર ધોયેલ સામો ઉમેરવો.

પછી છાશ ઉમેરી મિક્ષ કરવુ, બે મિનિટ પછી તેમા જીનુ સમારેલ ટામેટું ઉમેરી બરાબર હલાવી મિક્ષ કરવું. જરૂર મુજબ પાણી ઉમેરી ચડવા દેવી.
ખીચડી અડધી ચડે એટલે તેમા લાલ મરચું, ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્ષ કરવી.

ખીચડી પૂરી ચડવા આવે તેની એક મિનિટ પેલા શિંગદાણાનો ભૂક્કો ઉમેરી ચડવા દેવી. ખીચડી ઢીલી જ રાખવી. કોથમીર ભભરાવીને સર્વ કરવી.
તો તૈયાર છે સામાની ખીચડી.

રસોઈની રાણી: રિદ્ધિ પરમાર (રાજકોટ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

૮. બફ રોલ (buff roll)

સામગ્રી (6-8 રોલ માટે)

4 નંગ બાફેલા બટેટા
1 જૂડી કોથમીર
1/2 વાટકી પનીર
2-3 ટે સ્પૂન આરાલોટ
3/4 (પોણી) વાટકી ટોપરાનુ ખમણ
2-3 ટી સ્પૂન આદું મરચાની પેસ્ટ
2 ટી સ્પૂન જીરુ પાવડર
2 ટી સ્પૂન આમચૂર
સિંધવ મીઠું
તેલ

રીત :

-એક બાઉલમા બાફેલા બટેટાનો માવો,આરાલોટ,જીરૂ પાવડર ,આમચૂર અને સ્વાદ અનુસાર સિંધવ નાખીને મિક્ષ કરીલો .
ઢાંકીને આ મિશ્રણને થોડીવાર (15-20 મિનીટ) ફ્રીજમા રાખો .
-ત્યાંસુધી સ્ટફ તૈયાર કરશું.તેની માટે મિક્ષચર જારમા ,કોથમીર,આદું મરચાં,સિંધવ અને 2 ટે સ્પૂન ટોપરુ તથા પનીર લઇને ગ્રાઇન્ડ કરીલો(મિશ્રણ જાડું રાખવું,વધુ પીસ્વુ નહીં)
-હવે તેલ વાળો હાથ કરીને બટેટાનુ મિશ્રણ લો અને તેને હાથથી દબાવીને ફ્લેટ કરો .
વચ્ચે તૈયાર ગ્રીન સ્ટફ મુકો અને ફરી બટેટાના મિશ્રણથી કવર કરી રોલ વાળીલો .
-આ રોલને ટોપરાના ખમણમા રગદોળી,ગરમ તેલમા મધ્યમ તાપે તળીલો -પેપર ટોવેલ પર કાઢીને ફરી ટોપરામા રગદોળીલો .
-તેને કેસર દહીં સાથે સર્વ કરો .

#કેસર દહીંમાટે :
દહીંને ફેંટી તેમાં દૂધમાં ઘોળેલુ કેસર મિક્ષ કરો.તેમાં બૂરૂ ખાંડ,સિંધવ ઉમેરી ઠંડુ સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

૯. ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Ni khichdi)

સામગ્રી :

૨૫૦-૩૦૦ ગ્રામ દુધી
૨-૩ tbsp ઘી
૭-૮ લીલા મરચાં
૮-૧૦ લીમડાં નાં પાન
૧/૨ થી ૧ tbsp આખું જીરુ
૨-૩ ચમચી ખાંડ
શેકેલા શીંગ દાણાં નો ભુકો
સિંધવ મીંઠુ સ્વાદ મુજબ

રીત:

• સૌ પ્રથમ એક ડીશ માં દુધી ખમણી લો હવે એક કડાઈ માં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો થોડુ લાલ થાય એટલે તેમાં લીલા મરચાં (ગોળ કાપેલા) અને લીમડો નાંખો.
•હવે દુધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો. થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અનેશેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો..

રસોઈની રાણી: ખુશ્બુ દોશી, સુરત

૧૦. નવરત્ન ખીર (Navatna Khir)

નવરત્ન ખીર બનાવવા માટે જોઇશે.

ઘી 2 ટે.સ્પૂન
કાજુ બદામની કતરણ જરૂર મૂજબ
કીસમીસ 2 ટે.સ્પૂન
છીણેલી દૂધી 100 ગ્રામ
દૂધ 500 ML
પલાળેલા સાબુદાણા 4 ટે.સ્પૂન
મોરૈયો 4 ટે.સ્પૂન
દૂધમાં પલાળેલી ખજૂર 2 ટે.સ્પૂન
કન્ડેન્સ મિલ્ક 4 ટે.સ્પૂન
ખાંડ 2 ટે.સ્પૂન
ઈલાયચી પાઉડર જરૂર મૂજબ

ગાર્નિશ માટે

કાજુ- બદામ઼
ગુલાબની પાંદડી

રીત:

સૌ પ્રથમ પેન માં ઘી ઉમેરી કાજૂ બદામ ની કતરણ ઉમેરી શેકી ને પ્લેટમાં
લઇ લો.
એવી જ રીતે કીસમીસ ને ઘી માં શેકીને પ્લેટમાં લઇ લો.
હવે છીણેલી દૂધી ઉમેરી શેકી લો. પછી દૂધ માં પલાળેલા સાબુદાણા , અને મોરૈયો ઉમેરી થોડીવાર ચઠવા દો.
બે ઉભરા આવે એટલે દૂધમાં પલાળેલી ખજૂર, કન્ડેન્સ મિલ્ક અને ખાંડ ઉમેરી મિકસ કરી થોડીવાર ચઠવા દો.
થોડુ ઘટ્ટ થાય એટલે ઇલાયચી પાઉડર ઉમેરી મિકસ કરી લો.
હવે સર્વિગ બાઉલમાં લઇ કાજૂ બદામ અને ગુલાબની પાંદળી થી ગાર્નિસ કરી સર્વ કરો તો તૈયાર છે. નવરત્ન ખીર

સાભાર – નોખી અનોખી રસોઈ

આજે આ પોસ્ટ ને શેર કરજો…

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment