૧૨/૧૨/૨૦૧૮ આજનું દૈનિક રાશી ભવિષ્ય

17

મેષ :

લાંબા ગાળાનું આર્થિક રોકાણ ન કરવું. મિત્રો સાથે સમય પસાર કરવો. વાહન ચલાવતા સમયે ખાસ સંભાળવું. અકસ્માત અને ઈજા થવાની સંભાવના છે. તમારે એવા લોકોની સામે વચનનો હાથ લંબાવવો જોઈએ જે તમને મદદ કરવા માટે તૈયાર હોય. તફાવતોની લાંબા અંતરની શ્રેણીના વિકાસને કારણે તમને ગોઠવણો કરવી મુશ્કેલ બનવાનો સંભવ છે.

વૃષભ :

વૃષભ રાશિના જાતકને કેઝ્યુઅલ નફો અથવા સટ્ટાબાજી મારફત તેમની આર્થિક સ્થિતિ સુધરવાના ચાન્સ છે. ઘર પરિવારમાં નાનો મોટો તણાવ ઉભો થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીયાત વર્ગોએ ઓફિસમાં તેમની ભૂલોનો સ્વીકાર કરવાથી તેમના ફાયદામાં રહેશે. એક વાત ખાસ યાદ રાખો કે દરેક વ્યક્તિ ભૂલો તો કરે જ છે પણ કોઈ બેવકૂફ જ તેનું ફરીથી પુનરાવર્તન કરે છે.

મિથુન :

કોઈ વ્યક્તિ સાથે ભાગીદારીમાં ધંધો ન કરવો. તેમ જ છળ કપટ કે ચાલાકીવાળી યોજનાઓ હોય તેમાં આર્થિક રોકાણ ન કરવું. ઘરના કામકાજમાં મુશ્કેલી ઉભી થાય. સામાન્ય રીતે તમારા માટે આજનો દિવસ ભરપૂર રચનાત્મકતા, સકારાત્મક અને ઉત્સાહવાળો રહેશે.

કર્ક :

રોકાયેલું વળતર અને લોન અંતે તમને મળવાની સંભાવના છે. સ્પષ્ટ સમજદારીથી તમે તમારા જીવનસાથીને ભાવનાત્મક સહારો આપી શકો છો. આજના દિવસે તમારે સમજી વિચારીને આગળ વધવું. ભૂતકાળમાં છૂટી ગયેલ મિત્ર કે પરિવારની વ્યક્તિ સાથે મિલનના યોગ છે.

સિંહ :

તમારી ખુશીઓને બીજા સાથે શેર કરો.અમુક બાબતોને નજર અંદાઝ ન કરો. આકસ્મિક ખર્ચમાં વધારો થાય. ઘરમાં હળી મળીને કામ કરવાનો પ્રયત્ન કરો. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ વિશેષ વ્યક્તિની મુલાકાત થાય.

કન્યા :

કન્યા રાશિના જાતકના અમુક લોકોને આજે મહત્વનો ફેંસલો લેવામાં કોઈ મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેના કારણે તેઓ તણાવ ગ્રસ્ત અને ચિંતામાં રહેશે. તમારી પાસે રહેલ ફાજલ જમા મુડીને પરંપરાગત રીતે રોકાણ કરો. સાંજ સુધીમાં અચાનક કોઈ સારા સમાચાર મળવાની અપેક્ષા છે. સફળતા તમારા કદમો ચૂમશે.

તુલા :

તમે જાતે ખુદ આશાવાદી બનો. આમ કરવાથી ન તો તમારો ફક્ત આત્મ વિશ્વાસ વધશે કે તમારો વ્યવહાર સુધારશે, પણ ડર, ઈર્ષા, નફરત જેવા નકારાત્મક મનોભાવમાં પણ ઘટાડો થશે. પૈસાનો નિરર્થક વપરાશ વધશે તેમ છતાં તમારી પ્રતિષ્ઠાને કારણે તમને તંગી આવવા દેશે નહિ. અચાનક થયેલ રોમાંટિક મુલાકાત તમારા માટે કશીક ગડબડ ઊભી કરી શકે છે. મૂડી રોકાણની કોઈ સારી યોજનામાં આર્થિક રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને સારી આવકનો લાભ મળશે.

વૃશ્ચિક :

ઘણી બાબતો તમારી મહેનત પર આધાર રાખે છે માટે તમારે અમુક નિર્ણય લેવા માટે તમારો સ્પષ્ટ વિચાર ખાસ જરૂરી છે. પૈસાનું રોકાણ કરવા માટે અત્યારનો સમય સારો નથી. મિત્ર વર્તુળમાંથી તમને સાથ સહકાર મળશે. આંખ કાન ખુલ્લા રાખો ઓછું બોલો પણ જુઓ અને સાંભળો વધુ. જયારે તમારો કોઈ વિરોધ કરતા હોય ત્યારે સૈયમ અને સાહસ બંને જાળવી રાખો. કોઇપણ પ્રતિયોગિતામાં આજે ભાગ લો તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને ચોક્કસ જીત અપાવશે.

ધન :

તમારે તમારી જાત પર નિયંત્રણ કાબુ રાખવો. જો કાબુ નહિ રાખો તો નુકશાન થવાની પૂરેપૂરી શક્યતા છે. આર્થિક ખર્ચ વધવાની શક્યતા રહેલી છે. ભાવનાત્મક ઉથલ પાથલ તમને પરેશાન કરી શકે છે. વેબ ડીઝાઈનર્સ માટે સમય સારો છે. અમુક લોકોને વિદેશ જવાના યોગ છે. લાગણીશીલ ન થતા દિલને બદલે મગજનો વધુ ઉપયોગ કરવો.

મકર :

શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ કરવો. ખર્ચ કરવા પર કાબુ રાખવો. ઘરમાં નાના મોટા ફેરફારથી ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દેશે. એક તરફી પ્રેમમાં તમને નિરાશા અને સમાજની બદનામી જ મળશે. નોકરિયાત વર્ગને બઢતીના અથવા પગારમાં વધારાના ચાન્સ છે. દરેક કાર્યમાં સમજી વિચારીને આગળ વધવું. લાગણીના પ્રવાહમાં ન આવી જતા દરેક બાબતમાં બુદ્ધિનો ઉપયોગ કરવો.

કુંભ :

આર્થિક બાબતોમાં સુધારો થવાના ચાન્સ છે. તમારા પહેરવેશ અને રીત ભાતના ફેરફારથી બદલાવથી તમારા ઘર પરિવારના સભ્યો તમારાથી નારાજ થવાની પૂરી શક્યતા છે. પ્રયત્ન ચાલુ રાખો, ભાગ્ય તમને ચોક્ક્સ સાથ આપશે. કામ કાજમાં મન, જીવ ઉચક રહે. કામમાં મન લાગે નહિ. આખો દિવસ હતાશાનો અનુભવ કરો. તમારી અંગત બાબતોને કોઈની સાથે શેર કરીને જાહેર ન કરો. અન્યથા બદનામી થવાનો ભય છે.

મીન :

આજનો દિવસ ખાસ તમારા માટે છે. તમારા સકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસને કારણે તમે તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો. બિન જરૂરી ખર્ચા ન કરવા, નહિતર અમૂહ યોજનાઓ અધવચ્ચે જ અટકી જશે. ઘર પરિવારના લોકોની આરોગ્યને લગતી બાબતોની મુશ્કેલીઓથી તમને માનસિક પરેશાની થઇ શકે છે. નવી વ્યક્તિ સાથે ઝડપથીમિત્રાચારી કરવાથી સાવચેત રહેવું. કારણ કે ભવિષ્યમાં છેતરાયાનો કે પસ્તાવાનો વારો આવશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેઓએ  મગજને શાંત રાખવું ખાસ જરૂરી છે. પરીક્ષાનો ભય કે ગભરામણ દિલ દિમાગ પર સવાર ન થવા દો. તમારી મહેનત અને પ્રયત્ન તમને ચોક્કસ સકારાત્મક પરિણામ આપશે. અચાનક યાત્રા કે પ્રવાસ થવાથી તમે માનસિક ચિંતા અને તણાવના શિકાર થઇ શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment