13 મહિનાની બાળકીને થઈ ગયો હતો ખતરાનો આભાસ, આવી રીતે બચાવ્યો માં નો જીવ…

15

ઇંગ્લેન્ડની રહેનારી એક મહિલાની ૧૩ મહિનાની બાળકીએ અચાનક માં નું દૂધ પીવાનું બંધ કરી દીધું. આના પછી મહિલાને થોડીક શંકા થઇ તો ડોક્ટરને બતાવવાનો નિર્ણય કર્યો. જ્યારે તે ડોક્ટર પાસે ગઈ તો એણે જે કહ્યું, એ સાંભળીને મહિલાને જોરદાર જટકો લાગ્યો.

હકીકતમાં, મહિલાને બ્રેસ્ટ કેન્સર થઇ ગયું હતું અને આ વાતની એને ખબર નહતી. મહિલાની એક વર્ષની દીકરીએ એના રાઈટ બ્રેસ્ટમાંથી તો દૂધ પીતી હતી, પરંતુ બાળકીએ માં ના લેફ્ટ બ્રેસ્ટમાંથી દૂધ પીવાનું બંધ  કરી દીધું હતું. જ્યારે મહિલાએ ડોક્ટરને આની તપાસ કરાવી તો ખબર પડી કે એના બ્રેસ્ટમાં એક ગાંઠ બની ગઈ હતી, જેમાં કેન્સર થઇ ગયું હતું.

જો કે સમય રહેતા આ બીમારીની  ખબર પડી ગઈ, જેના પછી એણે ઈલાજ કરાવ્યો. મહિલા હવે સ્વસ્થ થઇ ગઈ છે. મહિલાનું કહેવું છે કે એમની દીકરીએ એમનો જીવ બચાવ્યો છે. મહિલાનું નામ કલેયર ગ્રૈનવિલે છે અને તેણી ઇંગ્લેન્ડના હલ શહેરમાં રહે છે.

કલેયર એક નર્સ છે. એમની ૧૩ મહિનાની છોકરી સિવાય બે બાળકો જૈકબ અને એમિલી પણ છે. કલેયરનું કહેવું છે કે એમની દીકરીને પહેલા જ ખતરાનો આભાસ થઇ ગયો હતો અને એટલા માટે એણે લેફ્ટ બ્રેસ્ટમાંથી દૂધ પીવાનું મૂકી દીધું. જો એ એવું ન કરત તો કદાચ મને આ બીમારીનો સાચા સમય પર ખબર જ ન પડત અને પછી હું બહુ જ દુર થઇ જાત.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે, ડોકટરોએ ઓપરેશન દ્વારા પહેલા મહિલાનું લેફ્ટ બ્રેસ્ટ કાઢી નાખ્યું અને કીમોથેરેપી અને રેડીયોથેરેપીની મદદથી પછી એને સરખું કરી નાખ્યું. ગયા મહીને જ ક્લેયરના કેન્સરનો ઈલાજ પૂરો થઇ ગયો અને હવે તેણી પૂર્ણ રીતે કેન્સર મુક્ત છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment