13 વર્ષના બાળકને રડતો જોઇને અક્ષયકુમારે તેની સાથે પડાવ્યોતો ફોટો તે હાલમાં કોણ છે આપણા બોલીવુડનો સુપર સ્ટાર જાણો છો ??

158

રણવીરસિંહ બોલીવુડમાં એ સ્ટારમાં સામીલ થઇ ચુક્યો છે, જેની ફિલ્મો બોક્સ ઓફીસ પર 100 કરોડનું કલેક્શન આસાનીથી કરે છે. રણવીરસિંહના ફોટાઓ અવાર-નવાર સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહે છે. રણવીરસિંહનો આવો જ તેના બાળપણનો એક ફોટો 2016માં ઓગષ્ટ મહિનામાં વાયરલ થયો હતો, તે ફોટામાં રણવીરસિંહ અક્ષયકુમારની સાથે જોવા મળે છે. ખુદ રણવીરસિંહે આ ફોટાને શેયર કરીને લખ્યું હતું કે, “અમુલ્ય અતીત l મારો ફેનબોય મોમેન્ટ અક્ષયકુમારની સાથે.”

અક્ષયકુમારનો ઓટોગ્રાફ લેવા માટે ત્યારે રણવીરસિંહ રડતો હતો. 1998 માં રિલીજ થયેલ અક્ષયકુમારની ફિલ્મ “કિંમત” ના સેટ વખતનો આ ફોટો છે. જ્યારે  અક્ષયકુમાર ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો. ત્યારે 13 વર્ષનો રણવીરસિંહ (ખરેખર તો બાળક રણવીર) શુટિંગના શેટની બહાર ઉભો રહીને અક્ષયકુમારનો ઓટોગ્રાફ લેવા માટે રડતો હતો. ત્યારે અચાનક અક્ષયકુમારનું ધ્યાન તે રડતા બાળક પર પડ્યું તો તેમને પોતાના સિક્યુરીટી ગાર્ડને તે બાળકને શેટની અંદર લાવવાનું કહ્યું. તે બાળક અંદર આવ્યો ત્યારે અક્ષયકુમારે ફક્ત ઓટોગ્રાફ જ ન આપ્યો પણ તે બાળકની સાથે એક ફોટો પણ પડાવ્યો. તે બાળક એટલે આજનો આપણો બોલીવુડનો સુપર સ્ટાર રણવીરસિંહ.

જો કે આ ફોટાને લઈને કંઇક જુદી જ માહિતી કહેવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે શેટ પર કૈક અજુગતી હરકત કરવાથી અક્ષયે રણવીરને થપ્પડ મારી હતી. પણ પછી અક્ષયને ખબર પડી કે આતો બોલીવુડના કોઈ મહાન વ્યક્તિનો પૂત્ર છે, એટલે અક્ષયે તેની માફી માંગી અને તેની સાથે ફોટો પણ પડાવ્યો. પણ આ વાતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વાતની સત્યતા પર શંકા થાય તેવી બાબત એ છે કે રણવીરસિંહના પિતાશ્રી જગજીતસિંહ ભવનાની બોલીવુડના કોઈ મહાન વ્યક્તિ નહિ પણ એક બિજનેશમેન છે. જે ઓટોમોટીવ રિટેલ્સની ડીલ કરે છે. આ સિવાય તે લઇદર, હોસ્પિટાલિટી અને મેડીકલ બીજનેશમાં પણ રૂચી ધરાવે છે આમ રણવીરસિંહના પિતાશ્રી જગજીતસિંહ ભવનાની બોલીવુડના કોઈ મહાન વ્યક્તિ નથી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment