દુબઈના આ ફોટોસ પાછળનું રહસ્ય જાણીને થશે આશ્ચર્ય, માત્ર દુબઈમાં જ જોવા મળે છે આ દ્રશ્યો..

108
15-photos-of-everyday-things-youll-only-see-in-dubai

દુબઈ એ યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમિરાત્સમાંનું સૌથી વધારે વસ્તિ ધરાવતું શહેર છે. તે પર્શિયન ખાડીની દક્ષીણ-પૂર્વમાં આવેલું છે. છેલ્લા કેટલાક દસકાથી દુબઈ એ અદ્ભુત પરિવર્તનોમાંથી પસાર થયું છે. તેના અનોખા સંજોગોએ તેને એક એવું શહેર બનાવ્યું છે કે જે સતત પોતાને વિશ્વથી અલગ જ અંકિત કરતું આવ્યું છે.

દુબઈ એ વૈભવ અને અતિશયતાનું એક અદ્ભુત ઉદાહરણ પુરુ પાડતું શહેર છે. ખનીજ તેલની આવકે દુબઈના વિકાસને પ્રેર્યો છે, પણ હવે શહેરની મુખ્ય આવકો નાણાકિય સેવાઓ, રીયલ એસ્ટેટેટ, ટુરીઝમ અને એવિએશનમાંથી થાય છે. હવે તો શહેરના પ્રોફેશનમાં એક બીજા વ્યવસાયનો પણ ઉમેરો થયો છે તે છે પ્રોફેશનલ બોડી બિલ્ડીંગ જે પણ ઘણો ફુલ્યોફાલ્યો છે.

આ ઉપરાંત તેની શેરીઓમાં મોંઘી માત્ર મોંઘી નહીં પણ અત્યંત મોંઘી તેવી ફરારી, ઓડી, બુગાટી જેવી ગાડીઓ પણ દુબઈના રસ્તાઓ પર જોવા મળવી સામાન્ય છે. અહીં તમને એક નહીંને બીજી વસ્તુ ગોલ્ડ પ્લેટેડ જોવા મળે તો પણ નવાઈ નહીં. આ ઉપરાંત દુબઈમાં બીજી એવી કેટલીક ચોક્કસ વસ્તુઓ છે જેને તમે અહીં જ જોઈ શકો છો અને તે પણ કોઈ ખાસ દીવસે કે ખાસ પ્રસંગે નહીં પણ સામાન્ય દીવસોમાં. વિશ્વના બીજા દેશો કે બીજા શહેરો કરતાં અહીં વસતા લોકોની જીવનશૈલી અત્યંત વૈભવશાળી છે જેનો કદાચ આપણે વિચાર પણ ન કરી શકીએ અને જેને કદાચ આપણે ભવિષ્યમાં જીવી પણ ન શકીએ. આજના આ લેખમાં અમે એવા 28 ફોટોઝ લઈને આવ્યા છે જે તમને માત્ર દુબઈમાં જ જેવા મળશે.

1.જે લોકોને લક્ઝરી કાર જોવાનો શોખ હોય તેમણે કોઈ સ્પેશિયલ કાર શોમાં જવાની જરૂર નથી.દુબઈ ટ્રાફિક જામ લક્ઝી કારોથી ભરેલો હોય છે અને તેઓ મુખ્યત્વે બમ્પરટું બમ્પર ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. શું આ ગાડીઓ માત્ર લાલ કલરમાં જ આવે છે ? આ પીક જોઈને તો એવું જ લાગે કે અહીંના લોકો રેડ કાર વધારે પસંદ કરે છે. તમે ફોટોમાં એ પણ જોઈ શકશો કે ઘણા બધા કાર માલિકો મોબાઈલ પર પીક્ચર લે છે.

2.દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ મોંઘેરા ફોન તમને ડીસ્પ્લેમાં જોવા મળશે. નીચે ફોટામાં તમે ફોનની નીચે જમણી બાજુ તેની યુએસ ડોલરમાં પ્રાઇસ પણ લખેલી જોઈ શકો છો. તેમાંના કેટલાક તો લોકોના ઘરો કરતાં પણ મોંઘા છે.

3.જો તમને આવતા જતાં થોડું સોનું લેવું હોય તો દુબઈમાં એવા એટીએમ પણ છે જે તમને રીયલ ટાઇમ પ્રાઇસ પર સોનું આપે છે.અહીં ફોટામાં જે ગોલ્ડ ડીસ્પેન્સર એટીએમ દર્શાવવામાં આવ્યું છે તે વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલિફામાં આવેલું છે.

 4.કોફી ચેઇન્સ જેવી કે સ્ટારબક્સને પણ અહીં દુબઈમાં લક્ઝરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અહીંના આ મોલમાં કોફી પણ તમને સોનાના ઢોળવાળા કપમાં મળતી હશે કોને ખબર ? અને સામાન્ય રીતે પણ સ્ટારબક્સની કોફી કંઈ ઓછી મોંઘી નથી હોતી તો અહીં તો તેની કીંમત કેટલી હશે તેનો તો અંદાજો પણ ન લગાવી શકાય.

 5.અહીં ઉંચી ઇમારતો પર ટેનિસ કોર્ટ હોવી તે પણ સામાન્ય છે. આ ફોટો જોઈને મને વિચાર એ આવે છે કે મેચ જોનારની બેસવાની જગ્યા ક્યાં હશે.

6.અહીં તમને લોકો પોતાના ઉંટને એસયુવીમાં ચલાવવા લઈ જતાં જોવા મળશે. આપણે અહીં તમને ગાય-ભેંસના પાલકો બાઈક પર દોરવી જતાં જોવા મળશે. પણ દુબઈની તો વાત જ અનેરી છે અહીં લોકો પોતાના ઉંટને એસયુવીમાં ચલાવવા લઈ જાય છે. અને તે પણ કોઈ જેવી તેવી એસયુવી નહીં પણ મર્સીડીઝ જી વેગન. ફોટોમાં તમે જોઈ શકો છો.

7.અત્યાર સુધીમાં જો કોઈ લાંબી કાર જોઈ હશે તો તે લિમોઝીન હશે, પણ દુબઈમાં તમને માત્ર લાંબી જ કાર નહીં જોવા મળે પણ પહોળી પણ જોવા મળશે. ફોટોમાં આ જીપ રેંગલર જોઈ તમારી આંખ પહોળી થઈ જશે.

8.દુબઈના પોલીસવાળાઓ પણ સ્ટાઇલથી ફરે છે. લેમ્બોર્ગીનીનું આ પોલીસ વેહિકલ જ્યારે દુબઈની કોઈ ગાડીનો પીછો કરતું જોવા મળે છે ત્યારે જાણે ફાસ્ટ એન્ડ ફ્યુરીયસની ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાતા હશે. જો કે દુબઈમાં મોટા ભાગની ગાડીઓ સ્પોર્ટ્સ કાર જ હોવાથી તેમનો પીછો કરવા માટે પણ કોઈ જેવી તેવી ગાડી ન જોઈએ માટે જ પોલીસ ખાતાએ આવી ગાડીઓ પોતાની પાસે રાખવી પડે છે.

9.ઇસ્લામ એ યુએઈનો કાયદેસરનો ધર્મ છે પણ અહીં બીજા ધર્મોને પણ માન આપવામાં આવે છે અને બીજા લોકોને પણ તેમના ધર્મોનું પાલન કરવાની સ્વતંત્રતા છે. અહીં બહારથી આવતા બિનઇસ્લામી લોકો પર બીચ વિયર બાબતે કોઈપણ જાતનો અંકુશ મુકવામાં નથી આવતો પણ સ્થાનીક ઇસ્લામી સ્ત્રીઓ બુરખામાં જ આવી શકે છે. નીચેના ફોટોમાં તમે આ વિરોધાભાસ જોઈ શકો છો.

10.દુબઈમાં દરેક કલ્પના હકીકતમાં બદલાઈ શકે છે. માટે જ અહીં દુનિયાનો સૌથી મોટો આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવવામાં આવ્યો છે. તેમની ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ પુરતું પ્રોત્સાહન નહીં મળતા તેમણે આ આર્ટિફિશિયલ આઇલેન્ડને મુલાકાતીઓના રહેવા માટે ખુલો મુક્યો છે.

11.દુબઈ ભલે રણપ્રદેશ હોય પણ જો તમે સ્કીઇંગ કરવા માગતા હોવ તો ચિંતા ન કરો. સ્કી દુબઈ એક ઇન્ડોર સ્કી રીઝોર્ટ છે જે 22,500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે અને તે મોલ ઓફ અમિરાતમાં સ્થીત છે.

12.દુબઈ એક વૈભવથી આંજી નાખતું શહેર હોવા છતાં અહીં પણ ક્યાંક ક્યાંક તમને માનવતા જોવા મળી જશે. આ પીક્ચરમાં આ સ્થાનીક વ્યવસાય જેમની પાસે પૈસા અને નોકરી ન હોય તેમને મફત ખાવાનું ઓફર કરે છે.

13.દુબઈના સુપર વેલ્ધી લોકો સુપર ઇક્ઝોટીક પેટ્સ તો ધરાવે જ છે પણ તેઓ તેમને સુપર એક્ઝોટીક ફૂડ પણ પુરુ પાડે છે. એક અમિરાતીએ આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો જેમાં તેના બે લાયન કબ્સ તેના ગાર્ડનમાં શાર્કની મીજમાની માણી રહ્યા છે.

14.દુબઈની પાલતુ બીલાડીઓ અહીં ઘણી અલગ દેખાય છે. અહીંના લોકો માત્ર પોતાના ઉંટને જ ફરવા નથી લઈ જતાં પણ અહીંના લોકો પોતાના પાલતુ સિંહોને પણ બોટ પર દરિયાઈ સફરે લઈ જાય છે.

15.ટ્રાફિકમાં સમય શા માટે બગાડવો જ્યારે તમારી લક્ઝરી કારને એરલીફ્ટ કરવામાં આવતી હોય ? જો તમારી પાસે પ્રાઇવેટ જેટ હોય તો શું તમને કારની પણ જરૂર હોઈ શકે ? પીક જોઈને મને વિચાર એ આવે છે કે તેઓ કારમાં બેઠા હશે કે હેલિકોપ્ટરમાં ?

16.સામાન્ય રીતે જો તમે કોઈ કારને પાણીમાં જોશો તો તમને એમ લાગશે કે અકસ્માત થયો હશે. પણ દુબઈના તાજપોશ રાજા, શૈખ હમદાન બીન મોહમ્મદ પાસે પાણીમાં ચાલતી 8 ગાડીઓનું કલેક્શન છે. ટ્રાફિકનો કંટાળો આવતો હોય તો તમે પાણીમાં પણ તમારી ગાડીને લઈ જઈ શકો છો.

17.અહીંના મેટ્રો સ્ટેશન પર તમને આ અનોખી સાઇન જોવા મળશે. અહીંની મેટ્રોમાં તમે માછલી નથી લઈ જઈ શકતા. કદાચ તેની પાછળ તેની ગંધનુ કારણ જવાબદાર હોય.

18.અહીંના પાર્કિંગમાં તમને લક્ઝરી કારો જ માત્ર પાર્ક કરેલી જોવા નહીં મળે પણ ક્યાંક ક્યાંક તમને ઉંટ પણ પાર્ક કરેલા જેવા મળી જશે.

19.જો કોઈ શહેર આટલા બધા વૈભવથી છલકાતું હોય તો સ્વાભાવિક છે કે તેમાંના ઘરો કે હોટેલોમાં આવેલા બેડરૂમ પણ તેવો જ ઠાઠ ધરાવતા હશે. આ રૂમ બુર્જ અલ આરબ નામની ષઢ આકારની હોટેલમાં તમને જોવા મળે તો આશ્ચર્ય ન પામવું અહીં આવા બેડરૂમ સામાન્ય છે. ના, આ કંઈ કોઈ લોબી કે કોઈ વૈભવશાળી બિલ્ડિંગનો આગળનો ભાગ નથી. પણ આ છે માત્ર એક બાથરૂમ. દુબઈના આ રહેઠાણમાં જગ્યા એ કંઈ સમસ્યા છે નથી અને જો આ એક પબ્લીક બાથરૂમ હોત તો પણ આવો જ હોત.

20.બીજા દેશોમાં, બીચારા બાળકોને પોતાને ગમતા પપી કે કીટન પણ રાખવા નહીં મળતા હોય. અને જો ઘોડાનું બચ્ચું માગવાની તો વાત જ નહીં કરવાની. પણ જો બાળક પોતાના માતા પિતા પાસે સિંહની માંગ કરે તો. દુબઈમાં માત્ર લોકો પોતાના પાલતુ પ્રાણીને ચલાવવા જ નથી લઈ જતાં પણ ક્યારેક ક્યારેક તેની સવારી પણ કરી લે છે.

21.નીચેનું દ્રશ્ય તમને માત્ર દુબઈમાં જ જોવા મળશે. અહીં દુબઈનો આ માલેતુજાર વ્યક્તિ માત્ર પોતાના મનોરંજન ખાતર કાચબાની ઉપર કાચબા ચડાવતો જોવા મળે છે.

22.અહીં દુબઈમાં તમને ઇક્ઝોટીક ફૂડના એક વિકલ્પ તરીકે “કોકેશિયન ક્યુઝીન”નું રેસ્ટોરન્ટ પણ જોવા મળશે. આ રેસ્ટોરન્ટમાં ચીકન બોલ્સ, ફ્રોઝન પિઝા, પિઝા પોપ્સ અને મેકરોની અને ચીઝ પીરસવામાં આવે છે. પીણામાં તમને કુલ-એઇડ, ગેટોરેડ અને કોક ઝીરો પણ મળે છે.

23.દુબઈ એ માત્ર વિશ્વના વિશાળ મોલ જ નથી ધરાવતું. પણ આ શહેરમાં વિશાળ શોપિંગ સેન્ટરમાં વિશાળ સસ્પેન્ડેડ એક્વેરિયમ પણ જોવા મળે છે. જો તમે વિશાળ મોલમાં ફરીને થાકી જાઓ તો અહીં બેઠા બેઠા તમે એક્વેરિયમની માછળીઓ પણ જોઈ શકો છો.

24.જે લોકો દુબઈ જતા હોય અથવા ત્યાંથી આવતા હોય તો તેમને ઉપર આકાશમાં પણ નીચેના શહેર જેવી લક્ઝરી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટમાં મળી રહેશે. જો તમને આડા પડવા મળતું હોય તો માત્ર પગ લાંબા કરવાનો જ શું કામ વિચાર કરવો. આ સુવિધા તમને પર્સનલ પ્રાઇવેટ જેટમાં મળી રહે છે.

25.ઉપર જણાવ્યા પ્રમાણે દુબઈનો વિકાસ સતત ચાલતો રહે છે તેમ અહીં તમને ડગલને પગલે નવા બાંધકામો જોવા મળી જશે. એવું કહેવામાં આવે છે કે વિશ્વની 5 ક્રેનોમાંથી 1 તમને દુબઈમાં જોવા મળશે.

26.દુબઈ કે જ્યાં વૈભવની કોઈ હદ નથી તે વળી ડેઝર્ટમાં શા માટે પાછળ રહે. દુબઈનો બ્લુમ્સબરી કપકેક સ્ટોર દુનિયાની મોંઘામાં મોંઘી કપકેક ધરાવે છે, તેમાં 23 કેરેટ એડીબલ ગોલ્ડ હોય છે.

27.દુબઈના બસસ્ટેન્ડ પણ તમને લક્ઝરીનો અનુભવ કરાવશે. અહીંના બસ સ્ટોપ એર કન્ડીશન્ડ હોય છે માટે તમારે બહાર ગરમીમાં બસની રાહ નહીં જોવી પડે. આ બસ સ્ટોપ એટલા સજ્જ હોય છે કે કોઈ બેઘર વ્યક્તિ અહીં આશરો લઈ લે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment