બિઝનેસને સફળ બનાવવા માટેના મહત્વના ૧૮ મેનેજમેન્ટ ફંડા

25

૧. જાહેરાતોની ભાષા, સ્લોગન અને પ્રસ્તુતિ બહુ જ મહત્વની હોય છે, તેની પસંદગી કાળજીભૂર્વક કરવી.

૨. ક્રેડિટ આપવી જરા પણ અયોગ્ય નથી પરંતુ, ક્રેડિટ વગર પણ ધંધો કરી શકાય ખરો.૩. ધંધાનું વિસ્તરણ ડિમાન્ડ અને સપ્લાયની ક્ષમતા પ્રમાણે થવું જોઈએ.

૪ . ગુણવત્તાનો કોઈ વિકલ્પ નથી હોતો.

૫ . ગુણવત્તાની સાથે મહેનત, નિષ્ઠા અને વ્યવસ્થાતંત્ર જરૂરી છે.૬ . પ્રોડક્ટ ગમે તેટલી સફળ હોય, તેને વિકસાવવા માટે યોગ્ય માર્કેટિંગના ટેકાની જરૂર હંમેશાં રહે છે.

૭ . પ્રોડક્ટને આવકાર મળે તે માટે યોગ્ય જાહેરાત અને માર્કેટિંગ જરૂરી છે.૮ . પ્રોડક્ટ સફળતાની સીડીનું પ્રથમ પગથિયું ચડે તે પછી તેને દોડતી કરવા માટે આક્રમક માર્કેટિંગ સ્ટ્રેટેજીને ઢીલી ન પડવા દેવી.

૯ . ધંધાના વિસ્તાર માટે જોખમ ખેડીને પણ નાણાનું રોકાણ કરવું.૧૦ . ડિસ્ટ્રિબ્યુટર્સ અને સ્ટોકિસ્ટ ઉત્પાદકના હાથ-પગ છે, તેમની સાથે પારિવારિક ભાવના કેળવવી.

૧૧ . નિષ્ફળતાઓ બટાલિયનમાં આવે તેની પાછળ સફળતાની બચાવટુકડી પણ આવતી જ હોય છે, ધીરજ રાખો.

૧૨ . નવી તક હંમેશાં શોધતા રહો.૧૩ . માગ આધારિત ઓટોમાઈઝેશન અપનાવો, ટેક્નોલોજીને અપગ્રેડ કરતા રહો.

૧૪. ગ્રાહકોની જરૂરિયાતને સમજો, તે પ્રમાણે પ્રોડક્ટ બનાવો.૧૫ . કોઇ કામને નાનું ન ગણવું, દરેક કામનું પોતાનું મહત્ત્વ હોય છે.

૧૬ . સફળ થવાની ધગશને ક્યારેય ઠરવા દેવી નહીં.

૧૭ . ધંધાની બેઝિક બાબતોમાં કૌશલ્ય અને અનુભવ હંમેશાં સફળતાને દોરી લાવે છે.૧૮ . શરૂઆતની નિષ્ફળતાથી ડરી જવાને બદલે અગાઉની ભૂલોમાંથી પર્દાથપાઠ લઇને ફરી કામ હાથ ધરવું.

લેખન સંકલન : દીપેન પટેલ 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment