૧૮ વર્ષની યુવતીની ફ્લેટ ટમી અચાનક ફુલાઇ ગયું અને તે ડોક્ટરને બોલી આવું તો ન્યૂઝમાં જોયું હતું

64

ઇંગ્લેન્ડના એસેક્સમાં એક ૧૮ વર્ષની છોકરીનો અજીબોગરીબ પ્રેગ્નેન્સીનો કેસ સામે આવ્યો હતો. જેમાં અહીની નાગરિક સેફરોન હૈફરને એક દિવસ જિમથી કસરત કરી ઘરે પાછા ફર્યા બાદ પોતાના પેટ પર એક અજીબ લાઇન જોવા મળી આવી હતી. સેફરોને તુરત જ આ લાઈન પોતાના ડોક્ટરને જઈ બતાવી, ડોક્ટરે સોનોગ્રાફી કરી ત્યારે હેરાન રહી ગયાં. તેમને જાણવા મળ્યું કે આ યુવતી ૯ મહિનાથી ગર્ભથી હતી. યુવતીને પણ આ વાતનો પોતાના પર ભરોષો ન હતો. કેમ કે, બાકી બધી ગર્ભવતી યુવતીઓની જેમ પોતાનું પેટ જરાય બહાર ન હતું પણ તેનાથી અલગ તેનું પેટ એકદમ ફ્લેટ હતું.

શું જણાવ્યું ડોકટરે આ થવાનું કારણ ?

આ મામલા બાદ સેફરોને જણાવ્યું કે તેને બિલકુલ પણ અંદાજો ન હતો કે તે પ્રેગ્નેન્ટ પણ થઇ શકે છે. તે દરરોજ પોતાના સરીરની કાળજી માટે પોતાનું રૂટીન ફોલો કરતી. જિમ પણ જતી હતી અને બધા જ કામ કરતી હતી.

સેફરોને વધુ જણાવતા કહ્યું, ‘જ્યારે મારા પીરિયડ્સ મિસ થયાં, ત્યારે મને એમ હતું કે આવું પિલ્સના કારણે થયું હશે, પરંતુ હું આ બાબતે સાવ ખોટી હતી.’

વધુ જણાવતા તેના ડોક્ટર્સે કહ્યું કે તેનું ગર્ભ પેટની પાછળની બાજુ વળી ગયું હતું. આ જ કારણે સેફરોનનું પેટ બાકી ગર્ભવતી મહિલાઓની જેમ ફુલાયેલું દેખાતું હતું નહીં. પરંતુ સારવાર દરમ્યાન જ્યારે ડોક્ટર્સ પોતાના હાથ વડે તેના ગર્ભને તેની યોગ્ય જગ્યાએ લઇ આવ્યાં, ત્યારે તેનું ફ્લેટ ટમી અચાનક સામાન્ય ગર્ભવતી મહિલાની જેમ એકદમ ફુલાઇ ગયું.

સેફરોને પોતાના આ અલગ જ અનુભવને શેર કરતાં વધુમાં કહ્યું, ‘મેં અત્યાર સુધી ખબરોમાં જ આવું સાંભળ્યું હતું કે, કોઇને પોતાની પ્રેગ્નેન્સી વિષે જાણકારી ન હોય. પરંતુ હવે જ્યારે આ વસ્તુ મારી સાથે જ થઇ રહી છે, ત્યારે હું વિશ્વાસથી કહી શકું છું કે આવું પણ થઇ શકે છે.’

સેફરોનને પ્રેગ્નેન્સીની જાણ થયાના ૬ અઠવાડિયા બાદ દીકરાને જન્મ આપ્યો. ચમત્કારિક રૂપથી બાળક સંપૂર્ણ પણે સ્વસ્થ હતું. વધુ જણાવતા સેફરોને કહ્યું, ભગવાનનો ધન્યવાદ છે કે, મારા દીકરાને કંઇ થયું નથી અને હું મારી પ્રેગ્નેન્સીથી અજાણ રહીને જિમ જતી રહી. મેં અનેક એવી એક્સરસાઇઝ પણ કરી હતી જે પ્રેગનેન્સી દરમ્યાન કરવી જોઇએ નહીં.

સેફરોને વધુ જણાવતા કહ્યું કે, કેવી રીતે ડોક્ટરે બાળકને તેના સ્થાન પર ફેરવીને યોગ્ય જગ્યા પર લઇ આવ્યાં. સેફરોને કહ્યું, ‘જ્યારે ડોક્ટર બાળકને ફેરવી રહ્યા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે, હવે તારું પેટ ગર્ભવતી મહિલાની જેમ ફુલાઇ જશે. પણ હું આના માટે તૈયાર હતી, જ્યારે તેમણે બાળકને ફેરવ્યું તે સમયે મને અહેસાસ થવા લાગ્યો હતો કે મારી અંદર કંઇક છે. તે ખૂબ જ અલગ અને અનોખો અહેસાસ હતો. તે મારી અંદર અચાનક એક્ટિવ થઇ ગયો હતો. પહેલાં સુધી મને જરાય અહેસાસ થતો નહીં અને હવે એવું લાગ્યું કે જાણે તે ઊંઘમાંથી જાગી ગયું હોય.’

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment