“19-10-18 – દૈનિક રાશિફળ” જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

62

મેષ : આજે જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ રાહત અને હળવાશ અનુભવતા જશો. ચિંતા, તણાવ, ભય હટે. શુક્ર અસ્તના કારણે નવા કામ-કાજમાં સ્થગિતતા રહે. મિલન મુલાકાત, લાભની આશા રહે. પેટના રોગોથી પરેશાની થઇ શકે છે તો સાવધાન રહેવું. પાર્ટનર પાસેથી સાથ મળશે. આજનો દિવસ સારો  જશે.

વૃષભ : નોકરી ધંધાના કામમાં વેદ આવતો જાય. પ્રયત્નો ફળદાયી બનશે. અગત્યની તક મળે. સીઝનલ ધંધો મેળવવામાં અનુકુળતા રહે. ગૃહવિવાદ ટાળવો. નાની ઈજાથી સાચવવું. ખાવા પીવામાં ધ્યાન રાખવું અન્યથા પેટના રોગ થવાની શકયતા. પ્રવાસ પર્યટનનું આયોજન થવાની શકયતા છે. પાર્ટનર પાસેથી ભાવનાત્મક સહયોગ મળવાથી ખુશી મળી રહે.

મિથુન : આજનો દિવસ બેંકના કામ કાજમાં તથા નોકરી ધંધાના કામકાજમાં મુશ્કેલી ઉભી કરે જો કે સાંજ સુધીમાં ધીમે ધીમે હળવાશ અને રાહતનો અનુભવ થતો રહે. વ્યવસાય કાર્ય અંગે પ્રગતિ જણાય. દિવસ દરમ્યાન થાકની અનુભૂતિ થાય. સ્વાસ્થ્ય સામાન્ય રહે. નાની મોટી ઈજા થઇ શકે. પાર્ટનર પાસેથી સુખ અને પ્રેમ મળી શકે.

કર્ક : આજના દિવસે મોસાળ તરફથી સારા સમાચાર મળી શકે છે. આશાવાદી બનો. પ્રવાસ સફળ રહે. પરિવારના કામ કાજમાં, નોકરી ધંધાના કામ કાજમાં બપોર પછી જરા મુશ્કેલી વાળું, ચિંતા વાળું જણાય. સાંધાના દુખાવા થઇ શકે છે. એલર્જી અથવા જૂની બીમારીથી મુશ્કેલી થઇ શકે છે. પાર્ટનર માટે સારો દિવસ છે. તમારી નાની વાતથી પણ તેને તમારા પર પ્રેમ આવી શકે છે. જુના વિવાદોનો અંત આવી શકે છે.

સિંહ : આજના દિવસે નવા સાહસો સમજી વિચારીને કરવા. કોઈ મહત્વના કામકાજો માટે સાનુકુળ દિવસ. જુના સબંધો અને વ્યવહારો તાજા થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય. સ્વાસ્થ્ય સામાન્ય રહે. પહેલાથી ચાલી આવતી શારીરિક બીમારીમાં રાહત અનુભવો. અપરણિત લોકો માટે શુભ દિવસ. પાર્ટનર તમારી ભાવનાઓને સમજી શકે.

કન્યા : સ્થગિત પડેલા કામકાજમાં સાનુકુળતા જણાય. ખર્ચ ન વધે તે જોશો. ધંધાની આવકમાં વધારો થાય. જુના રોગોમાં રાહત અનુભવાય. સ્વાસ્થ્ય સામાન્ય રહે. પાર્ટનર સાથે બહાર ફરવા જવાનું થાય. મનની વાતો શેર કરવા માટે દિવસ સારો રહે.

તુલા : નોકરી ધંધાના કામની રુકાવટ દુર થાય. આજે કૈંક નવું શીખવાનું, જોવાનું અને જાણવાનું મળશે. અન્ય કાર્ય આડેના પ્રશ્નો હલ થાય. કાયદાકીય બાબતોનો ઉકેલ આવતો જણાય. માનશીક તણાવ અને નીંદરની કમી રહે. શરીરનો દુ:ખાવો રહે. લગ્નના પ્રસ્તાવ માટે સારો દિવસ. સફળતા મળે.

વૃશ્ચિક : આજના દિવસે આપની મહેનત – જાગૃતિ સાવધાનીના કારણે તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. ચિંતાના ઘેરાયેલા વાદળો દુર થતા જણાય. ગૃહજીવનમાં સમાધાન જરૂરી. આજના દિવસે સ્વાસ્થ્યની કાળજી રાખવી ખાસ જરૂરી છે. આજ પાર્ટનરનો મૂડ સારો રહે. તમારો જીવન સાથી તમારી ભાવનાઓને સમજી શકે.

ધન : વાદવિવાદ ટાળવા. કૌટુંબિક પ્રશ્નોમાં તણાવ રહે. નાણા ભીડનો હલ મેળવી શકો. સ્વસ્થના મામલામાં સાવધાન રહેજો. મોસમી બીમારીઓ થઇ સકે. પાર્ટનર તમારા પ્રત્યે સંવેદનશીલ રહેશે. તેમની વાતોમાં છુપાયેલા ઈસરો સમજવાનો પ્રયત્ન કરવો. દિવસ સંભાળવો.

મકર : ટેન્સન દુર થાય. સંજગો સાનુકુળ રહે. પ્રવાસનું આયોજન પણ થાય. સ્વસ્થને સંભાળવું. થાક અને આળસ વધે. જુના રોગોથી ચિંતા વધે. મકર રાશિના પ્રેમીઓ માટે દિવસ સારો રહે. દામ્પત્યજીવન પણ આજે સારું રહે.

કુંભ : ધંધા અને નોકરીની સમસ્યા હળવી થાય. સંસારિક અને પારિવારિક કાર્ય થતા જણાય. ગળાને લગતા રોગો અથવા ઇન્ફેક્સન થવાની સંભાવના રહે. કોઈ જુના રોગો પણ મુશ્કેલી ઉભી કરી શકે. પાર્ટનરની ભાવનાઓને સમ્માન આપવું. તેનાથી તમારા સંબંધોમાં મજબૂતી આવશે. આજના દિવસે સંભાળવું.

મીન : કાર્ય લાભ જણાય. સેહીનો સહકાર રહે. મુજવણ દુર થાય. પ્રસનતા રહે. કમર અથવા શરીરમાં દુઃખાવો રહે તેવી શક્યતા. પાર્ટનરના સ્વાસ્થ્યની કાળજી રાખવી. તમારી મુજ્વતી વાત તમારા પાર્ટનર સાથે કરો તો તેનું નિરાકરણ પણ તેની પાસેથી મળી રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment