19 વર્ષની દીકરીએ તેના પિતાનો જીવ બચાવવા માટે કર્યું કઈક એવું, જે જાણી રહી જશો દંગ…

34

કોલકત્તાની રહેવાસી એક 19 વર્ષની દીકરીએ તેના લીવરનો લગભગ 65 ટકા જેટલો ભાગ તેના પિતાને દાન કરી દીધો છે. તેના પિતા હર્ષ ગોયેન્કા ગંભીર લીવરની બીમારીથી પીડાતા હતા. આ કાર્યથી તેની દીકરીના ખુબજ વખાણ થઇ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં પણ આ બંનેની તસ્વીરને લોકો શેર કરી રહ્યા છે.

વ્યવસાય હર્ષ ગોયેન્કાએ સોશ્યલ મીડિયા પર પિતા દીકરીના બંનેના ફોટાને શેર કરીને લખ્યું છે કે 19 વર્ષની મારી દીકરી રાખી દત્તાએ તેના પિતાને એટલે કે મને તેના લીવરના લગભગ 65 ટકા જેટલ હિસ્સાનું દાન કર્યું છે. વધારામાં તેમણે લખ્યું કે મારી પુત્રી રાખીએ નિશાન, દર્દ કે ભવિષ્યમાં થનાર કોઇપણ પ્રકારના ખતરા વિષે વિચાર કર્યા વગર અને ખચકાટ અનુભવ્યા વગર આ પગલું ભર્યું છે.

એક દીકરી માટે તેના પિતાનો પ્રેમ ખુબજ વિશેષ હોય છે. જે લોકો દીકરીઓને બેકાર આફતનું પડીકું કે સાપનો ભારો સમજે છે તેના માટે આ એક જવાબ છે. હર્ષ ગોયેન્કાએ સોશ્યલ મીડિયા પર મુકેલ બાપ દીકરીની તસ્વીરને અત્યાર સુધીમાં 25 હજારથી પણ વધુ લોકો પસંદ કરી ચુક્યા છે. અને લગભગ 7 હજાર લોકો શેર કરી ચુક્યા છે.

મોટા ભાગના યુઝર્સ આ વાતને વાંચ્યા બાદ અતિ ભાવુક થઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકો આ પિતા પુત્રીના સ્વસ્થ જીવનની દુવા ઈશ્વર પાસે માંગી રહ્યા છે. એક દીકરીના આવા સાહસિક અને હિંમતભર્યા પગલાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. અને ભવિષ્યમાં સ્વસ્થ જીવન રહે તેવી શુભકામનાઓ આપી રહ્યા છે. એક યુઝર્સે તો ત્યા સુધી લખ્યું છે કે દીકરીઓ તો ઈશ્વરની અણમોલ ભેટ છે. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે આ એક સન્માનની વાત છે અને આવી દીકરીઓ પર ગર્વ કરવો જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment