૨ રૂપિયાની આ ચીજ તમારો વજન ૨ અઠવાડિયામાં જ ઘટાડશે….જાણો કઈ રીતે ?

36

દુનિયા ભરમાં લાખો કરોડો લોકો આવી સ્થૂળતાના કારણે મુશ્કેલીમાં છે. વજન વધારે હોવાથી તેઓ યોગ્ય રીતે જીવન જીવવાનો આનંદ મેળવી શકતા નથી અને સાથે ખાવા પીવાની સ્વાદિષ્ટ વસ્તુનો આનંદ પણ નથી કરી શકતા. સ્થૂળતા ખાલી તમારા વ્યક્તિત્વને બગાડે છે એવું જ નહિ પણ સાથે તે અનેક રોગોનું કારણ પણ બને છે. મેદસ્વીપણું તમારે ઘટાડવા એ એક આસન કામ નથી પણ અમે તમને આજે એવા ઉપાય જણાવશું કે તમે આરામથી તમારું વજન ઘટાડી શકશો અને જે વસ્તુથી તમારો વજન ઘટશે એ વસ્તુ તમને તમારા રસોડામાંથી મળી જશે. હવે તમને જણાવીએ કે તે ચીજ શું છે “અજમો” અજમાં એ એક એવી આયુર્વેદ ઔષધી છે. જે તમારી સ્થૂળતા ઘટાડે છે અને સ્વાસ્થ્યને પણ સુધારે છે. તો ચાલો અમે તમને જણાવીએ  કે અજમાનો ઉપયોગ વજન ઘટાડાવા કેવી રીતે કરી શકાય છે.

તમારું વજન ઘટાડવા માટે અસરકારક ઉપાય એટલે “અજમો” :

મેદસ્વીપણું તમારે ઘટાડવા માટે અજમો સૌથી અસરકારક ઔષધી છે. તમારું વજન ઘટાડવા માટે તમારે રાત્રે એક ગ્લાસ પાણી લઇ તેમાં એક ચમચી અજમાં નાખીને સવાર સુધી તેને પલાળવા માટે મૂકી દો. પછી સવારે તેને ગાળીને એમાં થોડું મધ નાખીને તેને નિયમિત રીતે પીવો. તમારું વજન ટૂંક સમયમાં જ ઘટવા લાગશે.

પણ ખાલી અજમાનો આ ઉપાય કરવાથી કોઈ ચમત્કાર નથી થતો. તેના માટે તમારે નિયમિત યોગ્ય આહાર અને દરરોજ થોડી કસરત પણ કરવી જરૂરી બને છે સાથે તમારે તમારા આખા શરીરને હાઈડ્રેટ પણ રાખવું પડે છે. તો એના માટે તમે આખો દિવસ પાણી પુષ્કળ રીતે પીવો અને ભોજનમાં લીલા શાકભાજી અને મોસમી ફળો ખાવાનું પસંદ રાખો.

પાચન સંબંધી લગતી બધી સમસ્યાઓ તમને દુર થશે :

જો તમારી પાચન શક્તિ સારી નહી હોય અને મેટાબ્લેઝીમ ખરાબ થાય છે તો તેનાથી તમારી સ્થૂળતા પણ વધેશે. પાચન શક્તિ સાથે સંકળાયેલી કોઈપણ સમસ્યા સુધારવા માટે તેમાં જમો મદદરૂપ થશે. આ એક પ્રકારની એન્ટિઓક્સિડન્ટ છે જે તમને ડિપ્રેશન સામે રક્ષણ આપે છે. છાશ સાથે અજમો લેવાથી પાચનની સમસ્યાઓ અને સાથે ખીલની સમસ્યામાં પણ તમને રાહત મળશે.

અજમો ઘણી બધી સમસ્યાઓનો ઈલાજ કરે છે :

જો તમને એસિડિટીની સમસ્યા છે તો તમારે અજમાને નિયમિત રીતે ચાવીને ખાવા જોઈએ. અને ત્યાર પછી એક કપ ગરમ પાણી પણ પીવો તમને એસિડિટીની સમસ્યા હશે તો તે દૂર થશે. જો તમને પેટમાં કૃમિ હોય તો તેનો ઈલાજ સંચળ અને અજમો છે તેને ખાવાથી કૃમિની સમસ્યા પણ દુર થશે.

તમને જો લીવરની સમસ્યા હોય તો તમે જમ્યા પછી 3 ગ્રામ જેટલા અજમો અને થોડું મીઠું સાથે લેશો તો તમને એમાં જરૂર ફાયદો થશે. તમને ગેસની સમસ્યા છે તો તેના માટે તમારે અજમો, હળદર અને મીંઠું આ ત્રણેય એકસાથે લેવાથી તમને તેમાં ફાયદો દેખાશે.

જો તમને એસિડિટી હોય તો તમે અજમો અને જીરાને એકસાથે પાણીમાં ઉકાળી પછી તે પાણીને ગાળીને એમાં થોડી ચપટી ખાંડ મિક્ષ કરી અને પછી તેને પીવો તો તમને એસિડિટીની સમસ્યા દૂર થઇ જશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment