20 કેરેટનો બ્લૂ ડાયમંડ શોધવામાં આવ્યો, કંપનીએ કહ્યું જિંદગીમાં એકજ વખત આવી ક્ષણ આવે છે.

12

જોહાનેસબર્ગના બોત્સવાનાની સરકારી કંપની ઓકાવાંગો ડાયમંડ કંપનીએ ૨૦ કેરેટનો બ્લૂ ડાયમંડ શોધ્યો છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડાયમંડ જણાવામાં આવી રહ્યો છે. કિંમતી પથ્થરોની શોધના કેસમાં બોત્સવાના દુનિયાના ટોપ દેશોમાંથી એક છે.

રંગના કારણે ખાસ

બ્લૂ ડાયમંડને એના રંગના કારણે ખાસ માનવામાં આવે છે. આ બહુ ઓછો મળે છે. પથ્થરના ઓકાવાંગો ડેલ્ટામાં મળવાના કારણે આને ઓકાવાંગો બ્લૂ નામ આપવામાં આવ્યું છે. આ ઓવલ શેપનો પથ્થર બોત્સવાનાની રાજધાની ગબોરોનમાં શોધવામાં આવ્યો. ક્લેરિટીના કારણે એને ફેન્સી બ્લૂ પણ કહેવામાં આવે છે.

હજુ સુધી કિંમત આંકવામાં આવી નથી

ઓડીસીના પ્રબંધ નિર્દેશક માર્કસ તેર હાર અનુસાર ગયા દશકમાં બજારમાં બ્લૂ ડાયમંડ જેવા પથ્થર સામે આવ્યા હતા. સાચો બ્લૂ ડાયમંડ મળવો અમારા માટે મોટી વાત છે. આ પ્રકારનો પથ્થર જિંદગીમાં એકાદ વખત જ મળે છે. જો કે, હારએ હજુ સુધી આ બ્લૂ ડાયમંડની કિંમત વિશે જણાવ્યું નથી.

ઓકાવાંગો બ્લૂને ગયા વર્ષે બોત્સવાનાની ઓરાપા ખાણમાંથી શોધવામાં આવ્યો હતો. ડેબ્સવાના કંપની એને સંચાલિત કરે છે. ડેબ્સવાના એંગ્લો અમેરિકન ડી બીયર્સ અને બોત્સવાનાનો સાથે ઉપક્રમ છે.

ઓડીસી બોત્સવાનાના માલિકવાળી કંપની છે. એના અનુસાર ઓકાવાંગો બ્લૂ જમીન અંદર ૫૦ કરોડથી ૩ અરબ વર્ષ પહેલા બન્યો હશે. ડેબ્સવાના બ્લૂએ ૨૦૧૮માં ૨ કરોડ ૪૧ લાખ કેરેટના હીરા બનાવ્યા હતા. ૨૦૧૭ની તુલનામાં આ ૬% વધારે હતો. ડેબ્સવાના સરકારી બજેટની સૌથી મોટી ભાગીદાર છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment