200 વર્ષ જુના આ મંદિરમાં થાય છે દેડકાંની પૂજા, આશ્ચર્યચકિત કરી દેશે તેની પાછળનું રહસ્ય…

7

ભારતમાં એવી ઘણા મંદિર છે, જે પોતાનામાં જ એક અજૂબા છે. હજુ સુધી તો તમે એવા જ મંદિરો વિશે સાંભળ્યું અને જોયું હશે, જ્યાં અલગ અલગ દેવતાઓની પૂજા થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે, જ્યાં દેડકાંની પૂજા થાય છે.

આ અનોખું મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ઓયલ કસ્બામાં આવેલ છે. આ ભારતનું એક માત્ર એવું મંદિર છે, જ્યાં દેડકાંની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે આ જગ્યા ઓયલ શૈવ સંપ્રદાયનું મુખ્ય સ્થાન હતું અને અહિયાંના શાસક ભગવાન શિવના ઉપાસક હતા. આ કસ્બા વચ્ચે મંડૂક યંત્ર પર આધારિત પ્રાચીન શિવ મંદિર પણ છે.

આ ક્ષેત્ર ૧૧મી સદીથી ૧૯મી સદી સુધી ચાહમાન શાસકો પાસે રહ્યું હતું. ચાહમાન વંશના રાજા બખ્શ સિંહએ જ આ અનોખા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

કહેવામાં આવે છે કે આ મંદિરની વાસ્તુ પરિકલ્પના કપિલાના એક મહાન તાંત્રિકએ કર્યું હતું. તંત્રવાદ પર આધારિત આ મંદિરની વાસ્તુ સંરચના પોતાની વિશેષ ઓળખના કારણે લોકોનું મન મોહી લે છે.

જણાવામાં આવ્યું છે કે આ મંદિર લગભગ ૨૦૦ વર્ષ જુનું છે. માન્યતા છે કે દુકાળ અને પુર જેવી પ્રાકૃતિક વિપત્તિથી બચવા માટે આ મંદિરનું નિર્માણ કરવામા આવ્યું હતું. દેડકાં મંદિરની દિવાળી સિવાય મહાશિવરાત્રી પર પણ ભક્તો મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment