21 માર્ચેના દિવસે ઉજવવામાં આવશે હોળી,આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા પર ગ્રહોની સ્થિતિ રહશે આવી…

12

હોળીનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા પર મનાવવામાં આવે છે.પૂર્ણિમા ઉપર હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે બધાને રંગ લગાવામાં આવે છે. અને હોળીના 8 દિવસ પહેલાથી હોળાસ્ટક બેસી જાઈ છે.હોળી પહેલાના 8 દિવસ હોળાસ્ટક કહેવાય છે.આ 8 દિવસ માં કોઈ શુભ કામ થઇ શકતા નથી.હોલિકા દહન સાથે જ હોળાસ્ટક પણ પુરા થઇ જાઈ છે.આ વર્ષ હોળી પર ગ્રહ-નક્ષત્રો પણ એક વિશેષ સ્થિતિમાં રહશે.એટલા માટે જોતીષની નજરમાં આ તહેવાર વધુ ખાસ રહશે.

ક્યારે છે હોળી.

હિંદુ કેલેન્ડર મુજબ 20 માર્ચના રોજ ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથીનો સંગમ બને છે.એટલા માટે હોલિકા દહન ૨૦ માંર્ચ બુધવારે કરવામાં આવશે અને 21 માર્ચના રોજ લોકો એક બીજાને કલર લગાવીને હોળીનો તહેવાર  માનાંવશે.

હોળી પર બની રહી છે ગ્રહ-નક્ષત્રોની એક વિશેષ સ્થિતિ.

આ વર્ષે હોળી ઉપર ગ્રહોની વિશેષ સ્થિતિના લીધે જ્યોતિષોની નજરથી તહેવાર બહુ ખાસ બની ગયો છે.હોળીના દિવસે સૂર્ય મીન રાશીમાં રહશે.જે બૃહસ્પતિની રાશી છે.ચંદ્રમાં સિંહ રાશી માં રહશે.બુધ ગ્રહ કુંભ રશીમાં રહશે આ રાશી શનીની છે.બૃહસ્પતિ વૃશ્ચિક રાશી માં રહશે.શુક્ર મકર રાશીમાં અને શની ધનુ રાશીમાં રહશે.અને આ ઉપરાંત રાહુ-કેતુ મિથુન અને ધનુ રાશીમાં રહશે.હોળી ઉપરના ગ્રહો નો આ યોગ ઘણી રાશીઓ માટે બહુ શુભ અને લાભદાઈ  રહશે.આ વખતે હોળી બુધવારે હોવાથી વેપારીઓ માટે વર્ષ ઘણું લાભદાયક રહશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment