24 ડીસેમ્બર 2018 આજનું રાશી ભવિષ્ય

38

મેષ:

આજનો શુભ રંગ લાલછે. અ,લ,ઈ અક્ષરથી શરુ થતા નામ વાળી વ્યક્તિએ આજના દિવસે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો. ઉતાવળમાં લીધેલો નિર્ણય આજના દિવસ માટે તમારા માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. સાસરીયા પક્ષના કામ કાજથી ચિંતામાં વધારો થાય. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નાની મોટી ઈજા થવાનો સંભવ છે.

વૃષભ:

આજનો શુભ રંગ સફેદ છે. નોકરી કે ધંધાના કામ સબબ કોઈ સારી વ્યક્તિને મળવાનું થાય. તમારા દુશ્મનો સામે કે વિરોધીઓ સામે તમને સફળતા મળે. ટેકનીકલ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ ઘણોજ સારો છે.

મિથુન:

આજનો શુભ રંગ લીંબુ પીળો છે. તમારી કૌટુંબિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળે.આર્થિક નાણાકીય કે બેન્કિંગ ક્ષેત્રે કામ કાજમાં સંભાળવું. કાર્યમાં તાત્કાલિક સફળતા ન પણ મળે. આજના દિવસે તમારા આરોગ્ય બાબતે ખાસ સંભાળવું. એન.આર.આઈ.લોકોએ કોઇ પણ કામ કાજમાં ખાસ સાવચેત રહેવું.

કર્ક:

આજનો શુભ રંગ દુધિયો છે. કોઇપણ જગ્યાએ આર્થિક રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે. કરેલી મહેનતનું ફળ મળવાના યોગ છે.આજના દિવસે એકાગ્રતા જાળવી રાખવી.

સિંહ:

આજનો શુભ રંગ સોનેરી છે. આજના દિવસે કોઇપણ કામ કાજમાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો આવશ્યક છે. ભૂલાયેલા સંબંધો ફરીથી તાજા થાય. નોકરી ધંધામાં કાનૂની વાદ-વિવાદથી સંભાળવું. કામ કાજનું ભારણ રહે.

કન્યા:

આજનો શુભ રંગ લાલ છે. કન્યા રાશિના જાતકે આજના દિવસે બહારની ચીઝ વસ્તુઓ ખાવામાં ખાસ ધ્યાન રાખવું. અન્યથા આરોગ્યને નુકશાન થવા સંભવ છે. નાની નાની ઈજાઓથી બચવું. શેરની લે વેંચમાં અને બેન્કિંગ ક્ષેત્રના કામકાજમાં ખાસ ધ્યાન રાખવું. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે આજના દિવસે તમે કોઈની સામે તમારી વાતને રજુ કરો ત્યારે જરા પણ ઉતાવળ ન કરવી.

તુલા:

આજનો શુભ રંગ લાલ છે. ર અને ત અક્ષરથી શરૂ થતા જાતકે કોઇપણ જગ્યાએ આર્થિક મૂડી રોકાણ કરતા પહેલા પૂર્વ આયોજન અને આર્થિક નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને ધારેલી સફળતા મળવાના ચાન્સ છે. સંબંધ કે વ્યવહારમાં આજના દિવસે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો નહિ.

વૃશ્ચિક:

આજનો શુભ રંગ સફેદ છે. આજના દિવસમાં બપોર પછીથી તમારા અધૂરા કામ પૂરા થતા જણાય. ઘર પરિવારમાં શાંતિ રહેશે. જોકે તેમ છતાં આજના દરેક કામ કાજમાં થોડી ચિંતા જરૂર જણાય.

ધન:

આજનો શુભ રંગ લીંબુ પીળો છે. બહારની ચીઝ વસ્તુઓ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. નોકરી કે ધંધાના કામમાં ઉતાવળ કરવી નહિ કે ખોટું જોખમ લેવું નહિ. આર્થિક નવી તકો ઊભી થાય. જુના વાદ વિવાદ કે મન દુ:ખમાં પૂર્ણ વિરામ આવે.

મકર:

આજનો શુભ રંગ દુધિયો છે. કામનું ભારણ વધવાની શક્યતા રહેલી છે. કોઇપણ બાબતમાં આજના દિવસે તમારે સકારાત્મક અભિગમ અપનાવવો. જૂની સમસ્યાઓ ફરીથી સામે આવીને ઊભી રહેવાના સંકેત છે. આરોગ્ય બાબતે ખાસ સંભાળવું. ઉતાવળિયું પગલું ભરવું નહિ. ધીરજ રાખવી.

કુંભ:

આજનો શુભ રંગ સોનેરી છે. તમારા કામમાં સ્નેહીજનોની મદદ મળી રહે. નોકરીમાં, ધંધામાં કે રાજકીય પ્રવૃતિમાં દાવપેચ કે કાવા દાવામાં તમારા હરીફ વર્ગની તેજસ્વિતાથી તમારી ચિંતામાં વધારો થાય. આજના દિવસે અંગત સંબંધોમાં વિક્ષેપ ઉભો થવાની શક્યત છે.

મીન:

આજનો શુભ રંગ લાલ છે. દ,ચ,ઝ,થ અક્ષરથી શરૂ થતા જાતક માટે ઘર પરિવારનું વાતાવરણ સાનુકુળ રહેવા સંભવ છે. જો કે તમારા કામ કાજના ક્ષેત્રમાં સામાન્ય અવરોધ ઊભા થાય. વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી ખાસ જરૂરી છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment