“૨૬ ઓક્ટોબર ૨૦૧૮” આજનું રાશી ભવિષ્ય

36

મેશ: તમારા માટે આજનો શુભ રંગ: લાલ છે અને શુભ અંક: ૧ અને ૮ છે. લગ્ન ઉત્સુક વ્યક્તિઓને યોગ્ય જીવનસાથી મળવાનો ચાન્સ છે. નાની અને સામાન્ય ઈજાઓથી સાવચેત રહેવું. અને ચિત્તને શાંત રાખવું. વેપારી વર્ગ તથા શેર બજારની પ્રવૃત્તિ કરતા લોકોએ સંભાળીને ચાલવું. જુના સંબંધો ફરીથી તાજા થાય. ભાગ્યનો ઉદય થવાનો ચાન્સ છે. કામ કાજમાં ઉતાર ચઢાવ આવે.

વૃષભ: તમારા માટે આજનો શુભ રંગ: સફેદ છે અને શુભ અંક:૨ અને ૭ છે. અટકેલા કામનો ઉકેલ આવી શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. આપણા કામમાં રાહત અને હળવાસથી આનંદ રહે. આજનો દિવસ વ્યસ્તતાથી પસાર થાય. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત જણાય. નવા સાહસ કરી શકો.

મિથુન: તમારા માટે આજનો શુભ રંગ: લીંબુકલર છે અને શુભ અંક:૩ અને ૬ છે. આજનો દિવસ આપના માટે ઉત્પાત, ઉદ્વેગ અને અશાંતિ ભર્યો રહે. દવાખાના હોસ્પીટલથી સંભાળવું. તમારા અટવાયેલા કામો પૂરા થાય. ચિંતા અને માનસિક તણાવથી રાત પસાર થાય. વિદેશથી સારા સમાચાર મળે. તમારા કામ કાજથી અને વિચારથી અન્યને પ્રોત્સાહિત કરી શકો.

કર્ક: તમારા માટે આજનો શુભ રંગ: દુધિયો છે અને શુભ અંક:૪ છે. રાજકીય ક્ષેત્રે હિત શત્રુઓથી સાવચેત રહેવું. આર્થીક તેમજ નાણાકીય પ્રવૃતિમાં બળથી નહિ પણ કળથી કામ લેવું. શેર બજારનું કરતી વ્યક્તિએ શેરની લે – વેંચમાં સંભાળીને કામકાજ કરવા. જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે.

સિંહ: તમારા માટે આજનો શુભ રંગ: સોનેરી છે અને શુભ અંક:૫ છે. આર્થિક રોકાણમાં તમારા ગ્રુહ લક્ષ્મીની ખાસ સલાહ સૂચન લેવા. જમીન – મકાનના કે માલ – મિલકતના કામમાં ચિંતા રહે. આરોગ્ય સારું રહે. માત્રુ પક્ષે યા પિયર પક્ષના પ્રશ્ન સંદર્ભે ચિંતા રહે. વાહનના કામમાં ઉદ્વેગ રહ્યા કરે. જમીન મકાનના પ્રશ્નોનો મુશ્કેલીથી ઉકેલ આવે.

કન્યા: તમારા માટે આજનો શુભ રંગ: લીલો છે અને શુભ અંક:૮ અને ૩ છે. આજના દિવસે હળવાસ અનુભવો. તમારા અંગત કામમાં આજના દિવસે સાનુકુળતા જણાય. આરોગ્યને લગતી કોઈ નવી સમસ્યા ઉભી થાય. સંતાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવે. જમીન મકાન અને વાહનના પ્રશ્નનો નિવેડો આવે.

તુલા: તમારા માટે આજનો શુભ રંગ: સફેદ છે અને શુભ અંક:૭ અને ૨ છે. બીજાના કારણે તમે મુંજવણ અને મુશ્કેલીમાં મુકાઈ શકો. કૌટુંબિક વાતાવરણ સારું રહે. સ્થાવર મિલકતના અને જમીનના પ્રશ્નો હલ થાય.આજે વ્યતિપાત યોગ છે જેથી દિલની ધડકનો વધી જાય, અને અંને શાંતિ ન જણાય.

વૃશ્ચિક: તમારા માટે આજનો શુભ રંગ: લાલ છે અને શુભ અંક: ૮ અને ૧ છે. બીજાના કામમાં મદદરૂપ થવાથી તમે આનંદનો અનુભવ કરો. કૌટુંબિક વિખવાદનો અંત આવે. આવકમાં વધારો થાય. અંગતસંબંધમાં કડવાસ ઉભી થાય. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

ધન: તમારા માટે આજનો શુભ રંગ: પીળો છે અને શુભ અંક: ૯ અને ૧૨ છે. નોકરી કરતા વર્ગને અને ધંધાકીય પ્રવુતિ કરતા લોકોને હરીફ વર્ગથી અને ખટપટિયા લોકોની ઈર્ષાથી તમારા ધારેલા કામ સમયસર થઇ શકે નહિ. તમારી વાતને મક્કમતાથી રજુ કરવી. ભૌતિકસુખ સગવડમાં સુવિધામાં વધારો થાય. તમારા ધારેલા કામ પૂરા થાય નહિ. આર્થિક ચિંતાથી બેચેનીમાં વધારો થાય.

મકર: તમારા માટે આજનો શુભ રંગ: વાદળી છે અને શુભ અંક: ૧૦ અને ૧૧ છે. આજનો દિવસ તમારા માટે શુભ છે. સૂર્યોદયથી દિવસ દરમ્યાન તમારા કામ સહેલા થતા જાય. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. વેપાર માટે થયેલ પ્રવાસ લાભદાયક નીવડે. નોકરી ધંધાના જુના સંબંધો તાજા થાય. ભુલાઈ ગયેલા મિત્ર – સ્વજનને મળવાનું થાય. જમીન મકાનના પ્રશ્નનો ઉકેલ આવે.

કુંભ: તમારા માટે આજનો શુભ રંગ: વાદળી છે અને શુભ અંક: ૧૧ અને ૧૦ છે. સગા સંબંધી અને મિત્ર સર્કલ દોસ્તને બદલે દુશ્મન બનતા તમે અસ્વસ્થ રહો, બેચેની અનુભવો. નોકરી કરતા લોકોને સ્થાનમાં બઢતીના યોગ છે. નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી.

મીન: તમારા માટે આજનો શુભ રંગ: પીળો છે. અને શુભ અંક: ૧૨ અને ૯ છે. આકસ્મિક બહાર જવાના યોગ છે. કૌટુંબિક વાતાવરણ સારું રહે. જમીનના રોકાણથી લાભ થાય. શેર બજારનું કરતા લોકોએ શેરની લે-વેંચમાં અને શેર બજારની વધઘટમાં ખાસ ધ્યાન આપવું. આજના દિવસે વાણી વિલાસ પર સંયમ રાખવો. તમારા દિવસની પ્રવૃતિમાં ફેરફાર કરવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment