35 કરોડ રૂપિયાની બાઈક બુલેટ ટ્રેનને પણ પાછળ રાખી દયે છે વિશ્વમાં ફક્ત 9 લોકો પાસે જ છે આ બાઈક

158

બાઈકના દીવાના અને ચાહકો ફક્ત ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં અસંખ્ય છે. દરેક બાઈક ચાલકની પહેલી નઝર સૌથી વધારે ઝડપથી દોડતી બાઈક પર હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે બાઈક દોડતી જ નથી પણ ઉડે છે તો આ સાંભળીને તમે દિગ્મૂઢ રહી જશો. કારણકે અમારું આ વાક્ય તમને અસંભવ લાગશે પણ કદાચ તમારી ઈચ્છા પૂરી થઇ શકે તેમ છે. આજે અમે તમને એક એવી બાઈક વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે એટલી ઝડપથી દોડે છે કે લોકો એમ કહે છે કે બાઈક રસ્તા પર દોડતી નથી પણ હવામાં સફર કરે છે. હા, બાઈકની કિંમત પણ બાઈક જેવી જ “થોડીક વજનદાર” છે.

હજી હકીકતમાં, અમે વાત કરી રહ્યા છીએ Dodge Tomahawk બાઈકની. વિશ્વની સૌથી ઝડપી બાઈકનો સરતાજ આ બાઈકના “હેન્ડલ” પર છે. આ સુપર બાઈક 672 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડે છે. આ વાક્ય જ તમને વિચારતા કરી મુકે તેમ છે કેમ ખરૂને ? આ બાઈકને 15 વર્ષ પહેલા નોન-સ્ટ્રીટલીગલ કોન્સેપ્ટના કરારપર માર્કેટમાં રજુ કરવામાં આવી હતી. આ બાઈકની કિંમત “ફક્ત” 35 કરોડ રૂપિયાથી વધારે છે.

Dodge Tomahawk નામની આ સુપર બાઇકને 2003માં નોર્થ અમેરિકાના ઇન્ટરનેશનલ ઓટો શો માં રજુ કરવામાં આવી હતી. જ્યાં તેની ડીઝાઇનને લીધે આ બાઈક આકર્ષણનું કેન્દ્ર રહી હતી. Dodge Tomahawk બાઈકમાં 4 વ્હીલ આપવામાં આવેલ છે. બે વ્હીલ આગળ અને બે વ્હીલ પાછળ આપવામાં આવ્યા છે.

Dodge Tomahawk નામની આ સુપરબાઇક 2 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. બાઈકમાં 8.3 લીટર વાળું V-10 SRT VIPER એન્જીન છે જે બાઈકને 500 હોર્સ પાવર આપે છે. આ સુપર બાઈક 712 NM અને 4200 RPMનો ટોર્ક જનરેટ કરે છે.

આ સુપરબાઈકની કિંમત 35 કરોડ રૂપિયાથી પણ વધારે છે અને સ્પીડની બાબતમાં તે બુલેટ ટ્રેનથી પણ વધારે ઝડપી છે. છે ને મનમોહક,લોભામણી અને લલચામણી સુપરબાઈક.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment