ઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો ?

75

ખુબ જ પ્રસિધ્ધ અને ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક લાડકી દીકરી ઈશાની એક રોચક વાત જાણવામાં આવી છે. ઈશાના લગ્ન પછી ૪૫૨ કરોડના આલીશાન મહેલ જેવા બંગલામાં રહેશે. આ બંગલો મુંબઈ સ્થિત વર્લી વિસ્તારમાં આવેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આનંદ પિરામલના પિતા અજય પિરામિલે આ બંગલો પોતાના દીકરાની થનારી વહુ અને લાડકા દીકરા માટે ભેટ આપ્યો છે. આનંદ પિરામલ અને ઈશા અંબાણીના લગ્ન ૧૨ ડિસેમ્બરના રોજ સંપન થયા છે. લગ્ન પછી ટુક સમયમાં આ કપલ મુંબઈ સ્થિત ગોલ્ડ-ગુલીટા બિલ્ડીંગમાં રહેશે.

ફેલાયેલો છે ૪૫૨ કરોડનો બંગલો ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટમાં

મુંબઈ સ્થિત વર્લીમાં બની રહેલી આ ૫ માળની ઇમારત ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટ જગ્યામાં ફેલાયેલી છે. આ ૫ માળની ઇમારતમાં ૩ બેઝમેન્ટ આવેલા છે, જેમાંથી બે બેઝમેન્ટ સર્વિસ માટે અને એક પાર્કિંગ માટે છે. પહેલા બેઝમેન્ટમાં લોન, વોટર પુલ અને એક મલ્ટીપર્પઝ રૂમ આવેલા છે. આવેલા છે ઉપરના માળ પર લિવિંગ, ડાઇનિંગ હોલ, રૂમ, અને સ્પેશિયલ બેડરૂમ અને જયારે ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રેસ લોબી છે.

થઇ હતી ૧ ડિસેમ્બરના રોજ આલીશાન બંગલાની પુજા

આટલા મોંઘા અને આટલા મોટા બંગલાની ખાસિયત છે કે અહીંથી સમુદ્રનો નજારો એકદમ જ સુંદર દેખાય છે. આ બંગલાને એકદમ સુંદરતાથી શણગારવામાં આવશે અને સાથે સાથે આ બંગલાને આધુનિક જમાનાની દરેક અને બેસ્ટ વસ્તુઓથી સજ્જ કરવામાં આવશે. આનંદ પીરામિલના પિતા અજય પિરામિલે આ બંગલો ૨૦૧૨ માં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી ખરીદ્યો હતો. સાંભળવામાં આવ્યું છે કે તેને ખરીદવાની લાઈનમાં અનિલ અંબાણી અને ગૌતમ અડાણી પણ હતા. જયારે આ બંગલાને વહેચવા માટે બોલી ચાલી રહી હતી ત્યારે અનિલ અંબાણી એ ૩૫૦ કરોડ, તો ગૌતમ અડાણી એ ૪૦૦ કરોડની બોલી લગાવી હતી.

આ બંગલાના કન્સ્ટ્રક્શન પર શરૂઆતમાં જ અમુક ભારે વિવાદો થયા હતા, પણ આ વિવાદોને જલ્દી જ લિપટાવી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અત્યારે પણ કામ ચાલી રહ્યું છે ગુલીટાના ઇન્ટિરિયર પર. ૧ ડિસેમ્બરના રોજ આ બંગલામાં પૂજા રાખવામાં આવી હતી, જેના પછી આ કપલ આ આલીશાન ઘરમાં રહેવા માટે ટુક સમયમાં જશે.

લેખન અને સંકલન : Team Dealdil & કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment