5 ટ્રકોમાં પહોંચ્યો સાઉદી પ્રિન્સ સલમાનનો પર્સનલ સામાન, કરી રહ્યા છે આવી વ્યવસ્થા…

25

સાઉદી અરબના પ્રિન્સેસ મોહમ્મદ બિન સલમાન જલ્દી જ પાકિસ્તાન પહોંચવાના છે. પરંતુ આની પહેલા જ એમના પર્સનલ સામાન ઇસ્લામાબાદ પહોંચી ચુક્યો છે. રાજકુમારનો સામાન ૫ ટ્રકોમાં પહોંચ્યો છે. આ ટ્રકોમાં એમની એકસરસાઈઝ મશીન, ફર્નીચર, કપડા અને પર્સનલ સામાન છે. મીડિયામાં આવી રહેલ ખબરો પ્રમાણે આશા કરવામાં આવે છે કે સલમાન આ યાત્રા દરમ્યાન પાકિસ્તાનમાં અરબો ડોલરના ઇન્વેસ્ટમેન્ટ સંબંધી ડીલ કરી શકે છે.

સાઉદી અરબના પ્રિન્સેસ સલમાન આ અઠવાડિયામાં પાકિસ્તાન જવાના છે. સુરક્ષાના કારણોના લીધે એમના આવાની સાચી તારીખ અત્યારે જણાવામાં આવી નથી.

સાઉદી પ્રિન્સેસ મોહમ્મદ બિન સલમાન આવી શકે છે ભારત

સલમાન પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી નિવાસમાં રહેશે. ઇસ્લામાબાદના બે સૌથી મોટા હોટલ સાઉદી પ્રિન્સેસના સ્ટાફ માટે બુક છે. આના સિવાય બાકી બે હોટલ  પ્રિન્સેસની પાર્ટી માટે બુક કરવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, સાઉદી અરબના પ્રિન્સેસ મોહમ્મદ બિન સલમાનની વર્ષ ૨૦૧૮માં તુર્કીમાં સાઉદી અરબના કોન્સ્યુલેટમાં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીના મર્ડરના મામલામાં એમના વ્યવહારની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા કરવામાં આવી હતી.

આવું પહેલી વખત નથી કે જ્યારે કોઈ દેશના રાજા અથવા પ્રિન્સ પોતાના સામાનને લઈને ચર્ચામાં આવ્યા હોય. આની પહેલા સાઉદી અરબ કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ મોસ્કોના દૌરા પર પોતાની સાથે સોનાની સીડીઓ લઈને ગયા હતા. આટલું જ નહિ, કિમ જોંગ એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળવા પર પોતાના પોર્ટેબલ ટોયલેટ સાથે પહોંચ્યા હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment