૫૧ ની ઉંમરમાં પણ માધુરી દિક્ષિત પોતાની સુંદરતાથી ન્યુ જનરેશનને આપી રહી છે ટક્કર, જુઓ તેની સાબિતી આપતા આ ફોટાઓ

61

બોલીવુડમાં ‘ધક ધક ગર્લ’ ના નામે પ્રખ્યાત એક્ટ્રેસ માધુરી દિક્ષિતની એક અદાના આજે પણ લોકો દિવાના છે. માધુરી દિક્ષિત થોડા જ સમયમાં કોમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માં જોવા મળવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ટ્રેલર લોન્ચની દરમ્યાન માધુરી ગ્લેમરસ લુકમાં જોવા મળી જેને જોઈને ત્યાં હાજર બધા જ લોકો તેમને જોતા જ રહી ગયા.

‘ટોટલ ધમાલ’ ફિલ્મ મલ્ટી સ્ટારર છે. આ ફિલ્મમાં માધુરીની સિવાય અજય દેવગણ, અનીલ કપૂર, રીતેશ દેશમુખ, ઈશા ગુપ્તા, બોમન ઈરાની, જાવેદ જાફરી અને સંજય મિશ્રાના સિવાય ઘણા બીજા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં જોવા મળશે. મુબઈમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું ત્યાં માધુરી દિક્ષિતએ બધી જ લાઇમ લાઈટ લુટી લીધી.

માધુરી દિક્ષિત ટ્રેલર લોન્ચ દરમ્યાન વેસ્ટન ડ્રેસમાં જોવા મળી. માધુરી દિક્ષિતે સફેદ રંગના બેલ બોટમની સાથે પીળા રંગનું ટોપ પહેરીયું હતું. તેની જ સાથે ઓપન હેયર અને ગોગલ્સ તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. માધુરી દિક્ષિત ૫૧ વર્ષની છે પરંતુ આ ફોટાઓ જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવો મુશ્કેલ થઈ શકે છે.

માધુરી દિક્ષિતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૩૧ વર્ષ થઈ ગયા છે. આ ૩૧ વર્ષોમાં માધુરીએ ન માત્ર સોલીડ કામ કર્યું પરંતુ પોતાની સુંદરતાથી પણ લોકોને ઈમ્પ્રેસ કર્યા. માધુરી દિક્ષિતએ  બોલીવુડમાં અનીલ કપૂરની સાથે ‘તેજાબ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તો ત્યારે જ આ ફિલ્મમાં પણ અનીલ કપૂર તેમની સાથે છે.

અનીલ કપૂર અને માધુરી દિક્ષિત આ ફિલ્માં ગુજરાતી કપલ તરીકે જોવા મળશે. આ ફિલ્મને ઇન્દ્ર કુમારએ ડાયરેક્ટ કર્યું છે. ‘ધમાલ’ ફિલ્મની પહેલી સીરીજ ૨૦૦૭માં રિલીજ થઈ હતી. ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી. તેના પછી તેનું સિકવલ ‘ડબલ ધમાલ’ પણ બનાવામાં આવ્યું હતું. ટોટલ ધમાલ ફિલ્મમાં ક્રિસ્ટલ નામની એક વાંદરી પણ એક્ટિંગ કરશે, જે હોલીવુડના ઘણા ફિલ્મની ભાગ રહી ચુકી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment