આપણા દેશના આ 7 ફૂડના દિવાના તો વિદેશીઓ પણ છે, બહુ જ ચાઉથી ખાય છે…

86
7-foods-are-also-of-eating-food-foreigners

ખાણીપીણી સંસ્કૃતિનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આપણા સંસ્કૃતિ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમાં ભારતીય ફુડ પણ સામેલ છે. ભારતીય વ્યંજનોને મોટાભાગના વિદેશના લોકો ચાટી ચાટીને માણે છે. ભારતીય ફૂડ વિશ્વના અનેક દેશોમાં પ્રખ્યાત છે. વિશ્વનો એવો કોઈ દેશ બાકી નહિ હોય, જ્યાં ભારતીય ફૂડ મળતું ન હોય, અને ત્યા વિદેશીઓ આવતા ન હોય. ભારતીય ખાણીપીણીનો સ્વાદ, મસાલાઓનો ઉપયોગ, ટેસ્ટી ઓઈલી ફૂડના દિવાના વિદેશોમાં બેશુમાર છે. ત્યારે આજે અમે તમને એવા ભારતીય ફૂડ વિશે જણાવીએ, જે વિદેશોમાં બહુ જ પોપ્યુલર છે.

સમોસાસમોસા ભારતીય નાસ્તો છે. જેને આપણે ચાની સાથે ખાવાનું વધુ પસંદ કરીએ છીએ. જેમાં મોટાભાગે બટાકાનો માવો ભરવામાં આવે છે. ત્યારે હવે વિદેશમાં પણ આપણા સમોસા બહુ જ પોપ્યુલર છે.

મસાલા ચાભારતની કોઈ પણ ગલી બાકી નહિ હોય, જ્યાં ચા મળતી ન હોય. વિદેશોમાં જ્યાં કોફીનો ટ્રેન્ડ છે, પરંતુ ત્યાં આપણી મસાલા ચાના શોખીનો દિવસેને દિવસે વધી રહ્યો છે. કહેવાય છે કે, એકમાત્ર ભારત એવો દેશ છે, જ્યાં મસાલા નાખીને ચા પીવામા આવે છે.

નાનનાનને આપણે રોટલીની કેટેગરીમા મૂકીએ છીએ. નાનને વેજ અને નોન-વેજ બંને ડીશ સાથે ખાઈ શકાય છે. ત્યારે વિદેશમા પણ હવે નાન પોપ્યુલર બની રહી છે.

પાણીપુરી

ભારતમા એકપણ વ્યક્તિ એવી નહિ હોય જેણે ક્યારેય પાણીપુરી ખાધી નહિ હોય. પણ હવે વિદેશોમાં પણ પાણીપુરીની લારીઓ દેખાતી હોય છે. જેમ આપણે ત્યાં વિદેશના પીઝા નાકે નાકે મળે છે, તેમ વિદશોમાં પણ પાણીપુરી એટલી જ પોપ્યુલર બની રહી છે.

પાવભાજીપાવભાજી શબ્દ સાંભળીને મોંઢામાં પાણી આવી ગયું ને. વિદેશીઓને પણ હવે આવું થવા લાગ્યું છે. વિશ્વના અનેક દેશોમાં હવે પાવભાજી પણ મેનુમાં જોવા મળે છે.

બિરયાનીબિરયાની નોન-વેજ ફૂડ છે. જેને વિદેશીઓ બહુ જ ચાઉ સાથે ખાય છે. વિદેશીઓને પણ હવે બિરયાનીનો ટેસ્ટ દાઢે વળગી ગયો છે. તો બીજી તરફ, હવે વેજ બિરયાની, જેને પુલાવ કહેવાય છે તે પણ વિદેશમાં પોપ્યુલર છે.

સાઉથ ઈન્ડિયન ફૂડ

સાઉથ ઈન્ડિયન ફૂડ હવે વિદેશોમાં આરામથી મળી જાય છે. આ ફૂડ એવું છે, જેમાં તેલનો વપરાશ ઓછો થાય છે, જેથી વિદેશીઓ તેને પસંદ કરવા લાગ્યા છે.

આ ઉપરાંત ભારતની અનેક એવી રેસિપી છે, જે વિદેશીઓને ગમી ગઈ છે. બીજી રેસિપીઓની વાત કરીએ તો ગુજરાતના ખમણ-ઢોકળા, હળદરવાળુ દૂધ, આલૂ પરોઠા, દાલ મખની, પનીરની સબ્જીઓ, ચાટ, ભેલ વગેરે વિદેશમાં પોપ્યુલર થવા લાગ્યું છે.

બાકી આ બધી વાનગીઓમાં તમને સૌથી વધુ કઈ વાનગી ભાવે છે અને તમે કઈ જગ્યાએ એ વાનગી ખાવાનું પસંદ કરો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

 

Leave a comment