આઈસક્રીમ ખાવાથી 9 વર્ષની છોકરીનું રહસ્યમય મૃત્યુ, આશ્ચર્ય કરી દેશે આ વાત તમને…

20

સ્પેનમાં પોતાના પરિવાર સાથે રજાઓ ઇન્જોય કરવા માટે ગયેલી એક છોકરીનું અચાનક મૃત્યુ થઇ ગયું. આશ્ચર્ય કરી નાખે તેવી વાત તો એ છે કે એક આઈસક્રીમના કારણે તેનું મૃત્યુ થઇ ગયું. મીડિયા રીપોર્ટસ મુજબ, રીજોર્ટમાં આઈસ્ક્રીમ ખાધા પછી છોકરીની તબિયત બગડવા લાગી. તેને તરત હોસ્પિટલ પહોચાડવામાં આવી, જ્યાં તેને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવી, પરંતુ તેનું મૃત્યુ થઇ ગયું.

જણાવવામાં આવે છે કે હબીબી ચિશ્તી નામની છોકરી પોતાના પિતા વાજીદ અજમ ચિશ્તી, માં નાદિયા અને બે ભાઈ બહેનની સાથે સ્પેનમાં કોસ્ટા ડેલ સોલમાં રજાઓ ઇન્જોય કરવા ગયા હતા. જ્યાં પહેલા દિવસે જ આ ઘટના બની ગઈ, જે દિવસે તેઓ મીજાસ ટાઉનના બીચ સાઈડ રીજોર્ટમાં પહોચ્યા હતા.

હબીબી ચિશ્તી પોતાના માતાપિતા અને બંને ભાઈ બહેનો સાથે નજીકના શોપિંગ સેન્ટરમાં ગઈ હતી, જ્યાં તેણે આઈસ્ક્રીમ ખાધો હતો. તેને ખાતાજ તેની તબિયત બગડવા લાગી હતી. તેના પછી તેને મલગાના હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોકટરે જીવલેણ એલર્જીક રીએક્શનની શંકા બતાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી. છતાં પણ, તેની સ્થતિ એવી થઇ ગઈ કે તેને લાઈફ સપોર્ટ પર રાખવી પડી પરંતુ છોકરીએ જીવ કાઢી નાખ્યો.

સીએલસી વલ્ડ રીજોર્ટ એન્ડ હોટલ્સમાં આ પરિવાર રોકાયો હતો. હોટલના સ્ટાફે જણાવ્યું કે તેમણે અને ઈમરજેન્સી સર્વિસે ફેમિલીને તરત છોકરીને હોસ્પિટલ પહોચાડવા માટે મદદ કરી હતી. પરિવારે દાવો કર્યો હતો કે એવું એટલા થયું કેમ કે જે આઈસક્રીમ ખાધો તેમાં બદામના અંશ હતા.

પરિવારના લોકોનું કહેવું છે કે છોકરીને ડેરી પ્રોડક્ટ અને આઈસક્રીમથી ક્યારે પણ કોઈ તકલીફ નથી થઇ. તેને માત્ર નટથી એલર્જી છે અને આઈસક્રીમમાં તેના અંશ પણ ન હતા. હબીબીના ક્ઝીને કહ્યું કે તેને અજી પણ નથી સમજાતું કે આઇસક્રીમ ખાવાથી હબીબીનું મૃત્યુ થઇ ગયું. તેને એ વાતની જાણ પણ નથી કે તેણે આખો આઈસક્રીમ ખાધો હતો કે નહી. જયારે હબીબીને જણાવવામાં આવ્યું કે તે આઈસક્રીમમાં બદામ નથી. એવામાં પરિવાર માટે હબીબીનું મૃત્યુ એક રહસ્ય બની ગયું છે.

સોસીયલ મીડિયા પર હબીબીના મૃત્યુ પર લોકોએ દુખ પ્રગટ કર્યું છે. પરિવાર બ્રિટેનના રહેવાસી છે. હવે આ ઘટના પછી તે દીકરી હબીબીની ડેડબોડી લઈને પોતાના દેશ પાછા જઈ રહ્યા છે, જ્યાં લોકલ મસ્જીદમાં તેના માટે પ્રાથના રાખવામાં આવી છે. ઈંગલેન્ડના વેસ્ટ યોર્કશાયરમાં પરિવારે છોકરીના મૃત્યુ પર દુખ પ્રગટ કર્યું છે.

ગયા વર્ષે આવી જ એક બાબત સામે આવી હતી જયારે ફ્લાઈટમાં સેન્ડવિચ ખાવાથી છોકરીની મુત્યુ થઈ ગયું હતું. ઈંગલેન્ડના એક કરોડપતી નતાશા એડનાન લંડનથી ફ્રાંસના નાઈસ જઈ રહી હતી. તેણે એયરપોર્ટ પર Pret a Manger સ્ટોરથી સેન્ડવીચ ખરીદી હતી. તેના પછી એલર્જી હોવાના કારણે તેનું મૃત્યુ થઇ ગયું હતું. ફ્લાઈટમાં તેની સ્કીન પર લાલ ડાઘા પડવાના શરુ થઇ ગયું હતું, ત્યારે તેને લાગ્યું કે તેણે કઈક ખોટું ખાઈ લીધું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment