ચા વેચનારની દીકરીને 12th બોર્ડમાં ટોપ કરતાની સાથે મળી 3.9 કરોડની સ્કોલરશિપ

136
a-tea-seller-s-daughter-who-just-got-a-100-scholarship

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતી સુદીક્ષા ભાટીને અમેરિકાની પ્રખ્યાત બોબસન કોલેજમાં અભ્યાસ કરવા માટે ફુલ સ્કોલરશિપ મળી છે. 12માં ધોરણમાં સીબીએસઈ બોર્ડમાં 98 ટકા સાથે પોતાના જીલ્લામાં ટોપ કરનારી સુદીક્ષાને અહીં સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. તે અક ગરીબ પરિવારમાંથી આવે છે. તેમજ તેના પિતાને હાઈવે પર ચાની કિટલી છે અને તેનાથી તેના પરિવારનું ગુજારન ચાલે છે.

પરિવારની આર્થિક સ્થિતિ અને સામાજીક રીત-રિવાજને તોડીને સુદીક્ષાએ અભ્યાસ ચાલું રાખ્યો છે તેમજ અમેરિકામાં અભ્યાસ કરવાનું પોતાનું સપનું પણ જલ્દીથી પૂરુ કરવા જઈ રહી છે.

અમેરિકાની બોબસન કોલેજની સુદીક્ષાને 4 વર્ષના કોર્સ માટે 3.8 કરોડ રૂપિયાની સ્કોલરશિપ મળી છે. પોતાની આ ઉપલબ્ઘીના વિશે સુદીક્ષાએ કહ્યું કે, મને પહેલાથી ભણવાનો શોખ હતો. મારા માટે અભ્યાસ કરવાનું સપનું પૂરુ કરવું સરળ નહતું. મને પ્રાઈવેટ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી કેમ કે મારા પિતા સ્કૂલની ફી આપી નહતા શકતા. 2011માં તેને વિદ્યાજ્ઞાન લીડશિપ એકેડમી સ્કૂલમાં એડમિશન મળ્યું હતું અને તેના પછી પણ મારા માટે અભ્યાસ ચાલું રાખવો સરળ નહતો.

આ સ્કૂલમાં મોટી સંખ્યામાં વંચિત સમુદાયથી આવતા બાળકો અભ્યાસ કરે છે અને ત્યાં મને ભણવાની તક મળી. શરૂઆતમાં મારા પરિવાર અને સંબંધીઓને અભ્યાસ કરવાની ના પાડતા હતા, પરંતુ પછીથી મારા માતા-પિતાએ મને અભ્યાસ ચાલું રાખવા માટે પ્રોત્સાહન આપ્યું.

અમેરિકામાં અભ્યાસ કરવાના પોતાના સપના વિશે સુદીક્ષાએ કહ્યું કે, મારી માં સ્કોલરશિપ વિશે જાણીને બહુ ખુશ થઈ ગઈ હતી કેમ કે, તેમને એવું લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી. મારા પિતાએ બીજા દેશમાં જઈને અભ્યાસ કરવાને લઈને થોડી ચિંતા છે.

અમેરિકામાં જઈને અભ્યાસ કરવાથી મને મારી પ્રતિભાને બહાર લાવવાની તક મળશે. પોતાની ખુશી વ્યક્ત કરતા તેને જણાવ્યું કે આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતા પણ તેને આજે સપનું પૂરુ કરવાની તક મળી.

તેમજ સુદીક્ષાએ આ જ વર્ષે સીબીએસઇ દ્વારા લેવામાં આવતી ઇન્ટરમિડિયેટ બોર્ડ એક્ઝામમાં 98 ટકા સાથે પોતાના જિલ્લાની ટોપર બની.

તમને જણાવી દઈએ કે, વિદ્યાજ્ઞાન લીડરશિપ એકેમડમીની સ્થાપના 2009માં શિવ નડાર ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી હતી. અત્યારે બુંલદશહેર અને સીતાપુરના 1900 કરતા વધારે ગરીબ પરિવારના બાળકો આ પ્રોગ્રામની હેઠળ પોતાની સ્કૂલમાં અભ્યાસ પૂરો કરવાની તક મળે છે. સુદીક્ષા બીજા બધા બાળકોને એટલું જ કહેવા માંગે છે પોતાના સપના પૂરા કરવા માટે હંમેશા મહેનત કરતા રહેવું અને ક્યારે પણ હિંમત ન હારવી.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment