આ ચાર ટીવી એક્ટ્રેસ હાલમાં જ બની માં, એકની તો 10 મહિના બાદ થઇ ડિલીવરી…

10

એવી ખબરો આવી રહી છે કે ટીવી કપલ મહી વિજ અને જય ભાનુશાલી જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. આ બંનેના લગ્ન 2010 માં થયા હતા. માહી વિજે પોતાની પ્રેગનેન્સીને લઈને કોઈ બયાન હજી  સુધી આપ્યું નથી. આ ટીવી કપલ માં બાપ બનવા જઈ રહ્યા છે તેનો ખુલાસો બોમ્બે ટાઈમ્સે પોતાની રીપોર્ટમાં કર્યો છે. વીતેલા કેટલાક દિવસોમાં ઘણા ટીવી સ્ટાર્સના ઘરે કિલકારીઓ ગુંજી. જાણો ક્યાં એવા સ્ટાર્સ છે જે હાલમાં જ પેરેન્ટ્સ બન્યા.

ફેમસ ટીવી એક્ટ્રેસ છવી મિતલે ‘મધર્સ ડે’ આગલા દિવસે એટલે કે 13 મે એ દીકરાને જન્મ આપ્યો છે. છવી બીજા બાળકની માં બની છે. છવિની  6 વર્ષની એક દીકરી અરીઝા પણ છે. છવિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બાળકની સાથે એક ફોટો પણ શેયર કર્યો છે. આ ફોટાની સાથે છવિએ પોતાના બાળકના નામનો પણ ખુલાસો કર્યો છે. છવિએ બાળકનું નામ અરહામ હુસૈન રાખ્યું છે. છવિએ પોસ્ટમાં લખ્યું છે કે, ’13 મેં એ હું એક દીકરા અરહામ હુસૈનની માં બની છું. તમારા બધાની શુભકામનાઓ માટે ધન્યવાદ. હું અત્યારે હોસ્પીટલમાં ચુ અને મારી બર્થ સ્ટોરી જલ્દી જ શેયર કરીશ.’ ખાસ વાત છે કે છવિની ડીલવરી 10 મહીં બાદ થઇ છે. 35 વર્ષની છવિએ વર્ષ 2005 માં ટીવી ડાયરેક્ટર મોહિત હુસૈન સાથે લગ્ન કર્યા હતા.

સુરવીન ચાવલા ઘણી એવી ટીવી સીરીયલો કરી ચુકી છે. ટીવી બાદ સુરવીને બોલીવુડ તરફ પગલું માંડ્યું હતું. આ ટીવી સીરીયલોમાં કહી તો હોગા, કસૌટી જિંદગીના, કાજલ, એક ખિલાડી એક હસીનાનો સમાવેશ થાય છે. પાછલા મહીને જ સુરવીન ચાવલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ પોતાની દીકરીનું નામ ઈવા રાખ્યું છે. હાલમાં જ સુરવીને દીકરી ઈવા સાથે પહેલી વાર સોશ્યલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. આ ફોટાઓ ઘણા પસંદ કરવામાં આવ્યા. સુરવીને વર્ષ 2015 માં અક્ષય ઠક્કર સાથે લગ્ન રચાવ્યા હતા. એવામાં વર્ષ 2017 માં લગ્નના ફોટાઓ શેયર કરીને સુરવીને પોતાના ફૈન્સને ચોકવી દીધા હતા.

‘ભાભીજી ઘર પર હે’ ના ગોરો મેમ એટલે કે સૌમ્યા ટંડન આ દિવસોમાં મધરહુડ એન્જોય કરી રહી છે. સૌમ્યાએ કેટલાક દિવસો પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. સૌમ્યા ટંડને ડીસેમ્બર 2016માં બૈકર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન રચાવ્યા હતા. બને લાંબા સમયથી લીવ ઈનમાં રહ્યા હતા. સૌમ્યા અને સૌરભ બને એક બીજાને કોલેજના દિવસોથી જાણતા હતા. સૌમ્યાના જણાવ્યા અનુસાર સૌરભે હંમેશા તેને સપોર્ટ કર્યો. સૌરભ તેની સાથે સબંધમાં આવ્યા ત્યારે સૌમ્યા એક્ટ્રેસ બની ન હતી. સૌરભની સાથે પોતાના સબંધની વાત ખુદ સૌમ્યાએ સ્વીકારી લીધી હતી.

ટીવીના પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ની દયાબેન વર્ષ નવેમ્બર, 2017 મા માં બની હતી. દિશાએ 24 નવેમ્બર 2015એ મયુર પાંડા સાથે લગ્ન કાર્ય હતા. આ કપલનું આ પહેલું બાળક છે. બાળકના જન્મના સમયે જ દિશા મેટરનીટી લીવ પર હતી ‘એવામાં તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં’ શો માં તેની વાપસીને લઈને ઘણી ખબરો આવી. હવે એવી ખબરો આવી રહી છે કે દિશા વાકાણી જલ્દી જ શો માં વાપસી કરી શકે છે. પરંતુ આ વિશે કોઈ અધિકારીક બયાન આવ્યું નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment