આ એક્ટર પર રેપનો આરોપ લગાવનાર પીડિતાએ જણાવ્યું પોતાનું દુખ, કહ્યું ‘બેભાનની સ્થિતિમાં થયુ હતું દુષ્કર્મ…’

7

જસ્સી જેવું કોઈ નથી ફિલ્મમાં એક્ટર અને મોડલ કરણ ઓબેરોય પર મહિલાને છેતરીને રેપ કરવાનો આરોપ લાગ્યો છે. મહિલાની ફરિયાદ પછી ઓશિવારા પોલીસ સ્ટેશનમાં રેપ બાબતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેના પછી ઓશિવારા પોલીસે તેમને સોમવારે ધરપકડ કર્યા હતા.

કરણને પોલીસે મુંબઈ કોર્ટમાં રજુ કર્યા જેના પછી તેમને ૯ મેં સુધી પોલીસ રિમાન્ડમાં મોકલવા આવ્યા. મહિલા એક જયોતિષ છે. તેણે પોતાની ફરિયાદ જણાવ્યું કે બંનેની મુલાકાત વર્ષ ૨૦૧૬ માં એક ડેટિંગ એપ દ્વારા થઇ હતી. એપ પર વાતચીત કર્યા પછી ટુક સમયમાં તેમણે મળવાનો નિર્ણય કર્યો.

એક દિવસ કરણે તેને ફ્લેટમાં બોલાવી અને લગ્નનું વચન આપ્યું. આ દરમિયાન એક્ટરે નારિયલ પાણી આપ્યું જેને પીધા પછી ચક્કર આવવા લાગ્યા. પીડિતાએ જણાવ્યું કે બેભાનની સ્થિતિમાં કરણે તેનો રેપ કર્યો અને વિડીયો બનાવી લીધો. વિડીયો દ્વારા કરણ તેને સતત બ્લેકમેલ કરતો હતો અને વારંવાર પૈસાની માંગણી કરતો હતો.

મીડિયા રીપોર્ટ મુજબ, મહિલાએ ઘણીવાર એક્ટરને લગ્ન કરવા માટે કહ્યું તો ધમકી આપવા લાગ્યો. એક દિવસ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી અને કહ્યું કે ‘તારે જે કરવું હોય તે કરી લે’. મહિલાએ આગળ કહ્યું કે ઘણું વિચાર્યા પછી પોલીસની પાસે પહોચી અને કેસની નોંધની કરાવી.

કરણ ઓબેરોયના વર્કફ્રંટની વાત કરીએ તો તે ઘણી સીરીયલમાં જોવા મળી ચુક્યા છે. સ્વાભિમાન સાયા, દિશાએ અને વેબસીરીજ ઇનસાઈડ એજમાં કામ કર્યું છે. તેના સિવાય વર્ષ ૨૦૦૪ માં તેમણે ફિલ્મ કિસ કિસ કો પણ કરી હતી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment