આ બાબતનું ધ્યાન રાખીને કરો દરેક સોમવારે શિવની પૂજા તમારી દરેક શુભ મનોકામનાઓ પૂરી થશે

42

સોમવારનો દિવસ ભગવાન શંકરની પૂજાનો નિમિત્ત દિવસ માનવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે જો તમે અમુક બાબતોનું ધ્યાન રાખીને પૂજા કરો તો ભોળાનાથ શિવ તમારા પર ખુબજ પ્રસન્ન થાય છે.

સોમવારના દિવસે કરવામાં આવે છે શિવની પૂજા :

હિંદુ શાસ્ત્રો અનુસાર સોમવારનો દિવસ ખાસ કરીને ભગવાન શંકરનો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શંકર શાંત, સૌમ્ય અને ભોળા સ્વભાવના દેવતા છે. સોમવારને પણ સૌમ્યવાર કહેવામાં આવે છે. એટલા માટે જ ભોળા શિવનો સોમવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. ભગવાન શંકરના માથા પર બિરાજમાન ચંદ્રદેવનું પૂજન અને વ્રત પણ સોમવારે કરવામાં આવે છે. કારણ કે ચંદ્રનું બીજું નામ સોમ છે, સોમ એટલે ચંદ્ર.

સોમવારના દિવસે પૂજા કરવાથીમળે છે શિવજીના આશીર્વાદ :

સોમવારના દિવસે વ્રત કે પૂજા કરવાથી ભોલેનાથ તેમના ભક્તો પર ખુબજ જલ્દીથી પ્રસન્ન થાય છે. શિવજી તેના ભક્તોની દરેક શુભ મનોકામના પૂરી કરે છે. વ્રત કે પૂજા કરનારના જીવનમાંથી ભોળાનાથની કૃપાથી દુ:ખ, દર્દ, રોગ, કલેશ, ચિંતા, ભય, આર્થીક મુશ્કેલી વગેરે દુર થાય છે. એમ માનવામાં આવે છે કે કુંવારી કન્યાઓ દ્વારા સાચા ભક્તિ ભાવથી જો સોમવારના દિવસે ભોલાનાથનું વ્રત કે પૂજન કરે તો તેના લગ્ન થઇ જાય છે. એટલું જ નહિ તેમની ઈચ્છા મુજબનો મનનો માણીગર શિવજીની કૃપાથી તેને મળે છે.

આવું છે શિવ પૂજનનું વિધિ વિધાન :

સોમવારના દિવસે સવારે પ્રાત:ક્રિયા પૂર્ણ કરી સ્નાન કર્યા પછી શંકરના મંદિરે જઈને અથવા તો ઘરે જ વિધિ વિધાનથી શિવજીની પૂજા કરો. આ માટે તમારે સૌ પહેલા ભગવાન શિવની સાથે માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અને દુધથી સ્નાન કરાવવું. ત્યાર પછી તેના પર ચંદન, ચોખા, ભાંગ, સોપારી, બીલ્લીપત્ર અને ધતુરો ચઢાવવો. આ બધું કર્યા પછી શંકરના સહસ્ત્ર નામનું પઠન કરી અંતે શિવજીની શ્રદ્ધા પૂર્વક આરતી કરવી.

ભોળાનાથને અમુક બાબતો પસંદ નથી :

દર સોમવારે ભોલાનાથનું પૂજન કરતી વખતે “ॐનમ: શિવાય” ના જાપ કરવા. ખાસ ધ્યાનમાં રાખો કે શિવજીની પૂજા વખતે વાસી દૂધનો ઉપયોગ ના કરવો. તેમજ બંધ ડબ્બાનું દૂધ કે કોથળીના પેકેટનું દૂધ અર્પણ ન કરવું, કે ન ચઢાવવું. આ ઉપરાંત શિવજીને હળદર ન ચઢાવવી. હળદર ફક્ત જળાધારીને જ ચઢાવવામાં આવે છે. ભોળાનાથના સોમવારનું વ્રત કે પૂજા કરનારે ખોટું બોલવું નહિ. એમ માનવામાં આવે છે કે આ બાબતનું ધ્યાન ન રાખનાર પર ભોળાનાથ નારાજ થઇ જાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment