આ બાદનામ ગામની પાછળ છે રહસ્યમઈ કહાની, એકજ ભૂલના કારણે બરબાદ થઇ ગયા ઘણા પરિવારો…

29

આજે અમે તમને આપણાજ દેશના એક એવા ગામની વાત કહેશું જે પુરા દેશમા બદનામ છે.તમે કોઈ દિવસ આ ‘બદનામ ગામ’ વિષે નઈ સાંભળીયુ હોય.પરંતુ જે લોકો આ ગામ વિષે જાણે છે તે ભારતના મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સીમાના સાતપુડા પહાડો પર વસેલા આ ગામ વિષે સારું નથી બોલતા. છે ને આશ્ચર્યની વાત..? તમે વિચારતા હસો કે શું છે આવું તો આ ગામમા..?

આ ગામનું નામ ‘પાચોર’ છે. અહિયાં ની વસ્તી માત્ર ૯૦૦ છે. આ ગામ સીક્લીગરોના ગામના નામ થી જેટલું પ્રશીદ છે એટલુજ બદનામ પણ છે. કારણ કે અહિયાં ૧૫૦ સીક્લીગર પરિવાર રહે છે જે પુરા દેશમા હથિયાર બનાવવા માટે પ્રશીદ છે.આ વાત ૨૦૦૩ની છે જયારે સરકારે કીધું હતું કે અહિયાંના યુવાનોને રોજગાર અપસે.પરંતુ અહીયાની કહાની કૈક અલગજ બની.સરકારની સરત પ્રમાણે આ સીક્લીગરોએ આત્મસમર્પણ કરી દીધુ અને હથિયારો બનવાનું પણ બંધ કરી દીધું.

પરંતુ સરકારે પોતાનું વચન પૂરું ના કર્યું.સરકારે વચન પૂરું ના કરતા આ ગામના ૯૦ ટકા લોકો ખેતી, મજદુરી કે પછી કોઈ નાના-મોટા વ્યવસાય માં જોડાઈ ગયા.આજે પણ આ ગામ ના ૧૦ ટકા પરિવારો હજુ પણ ગેરકાયદેસર હથિયાર બનાવાના ગોરખ ધંધામાં છે.જો મીડિયાના લેખકોનું માનીતો કનડ પત્રકાર ગોરી લંકેશના હત્યાકાંડમા ઉપયોગમા લેવાયેલી પિસ્તોલ આજ ગામમા બની હતી.આ હત્યાકાંડ પછી આ ગામ ઘણી વાર ચર્ચા માં રહયું હતું.

ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે ગરીબીએ એવા દિવસો દેખાડીયા છે કે જેના લીધે અહિયાંના યુવાનો ચોરી-છુપીથી ગેરકાયદેસર હથિયાર બનાવાના અને વેચવાનો ધંધો કરવા માટે મજબુર થઇ ગયા છે.પરંતુ સરકાર છે કે આ લોકોનું સાંભળતીજ નથી.આ કારણે અહિયાં શરિફ લોકો પણ કાનુનની નજર માં ગુનેગારજ લાગે છે.પોલીસવાળા અહિયાં રહેતા બધા લોકો ને સકની નજર થીજ જોવે છે.આ ગામમા એવા લોકો પણ રહે છે જે આ ગામના માથા પર લાગેલા આ કલંક ને ધોવા માગે છે.

ગામના લોકોનું કહેવું છે કે બેરોજગારી અને ભૂખમરાથી પરેશાન થઇને અહિયાંના લોકો મજદુરી અને નાના-મોટા કામ કરે છે પરંતુ આનાથી એમનું ગુજરાન નથી ચાલતું.એટલા માટે ગેરકાયદેસર હથિયાર બનાવાનું  કલંક આ ગામના માથેથી નથી જતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment