આ છે ભારતની સૌથી મોંઘી, આલિશાન અને અતિ આધુનિક ટ્રેન, ૧૫ લાખ રૂપિયા છે ભાડું

31

શું તમને ભારતની સૌથી આલિશાન ટ્રેન વિશે ખબર છે ? નથી ખબર તો અમે તમને આ શાહી ટ્રેન વિશે જણાવી રહ્યા છીએ જેનું ભાડું જ ૧૫ લાખ રૂપિયા છે. આ ટ્રેનનું નામ મહારાજા એક્સપ્રેસ છે. જો તમે ઇન્ડિયન રેલ્વે દ્વારા ભારત દર્શનનો પ્લાન કરી રહ્યા છો અને તમને આલિશાન સુવિધાઓ જોઈએ છે તો તમારા માટે મહારાજા એક્સપ્રેસ શ્રેષ્ઠ ઓપ્શન છે, કેમ કે આ ટ્રેન જ નથી પરંતુ હરતી ફરતી ફાઈવ સ્ટાર હોટલ છે. ચાલો જાણીએ આ ટ્રેનની બીજી શું ખાસિયતો છે…

મહારાજા એક્સપ્રેસનું ભાડું દોઢ લાખ રૂપિયાથી સ્ટાર્ટ થઇને લગભગ ૧૫ લાખ રૂપિયા સુધી છે. મહારાજા એક્સપ્રેસમાં યાત્રા માટે લોકો પાસે પાંચ પ્રકારના પેકેજ રહેલ છે. ટ્રેન પેકેજમાં આવેલ સ્ટેશનો પર ઉભી રહે છે, યાત્રા કરનાર ત્યાં ફરીને ફરીથી આપેલ ટાઈમ મુજબ ટ્રેનમાં પાછા આવી શકે છે. આ રીતે જ આ હરતી ફરતી ફાઈવ સ્ટાર હોટલ પર ફરીને લોકો પોતાનો સફર પૂર્ણ કરે છે.

આ ટ્રેન દિલ્હી અથવા મુંબઈથી થઈને આગ્રા, ફતેહપુર સીકરી, ગ્વાલિયર, રણથંબોર, વારાણસી, લખનઉ, જયપુર, બિકાનેર, ખજુરાહો, ઉદયપુર સ્ટેશનો પર ઉભી રહે છે. ટ્રેનમાં સફર કરવા માટે ટીકીટની કિંમત ૧,૯૩,૪૯૦ રૂપિયાથી શરુ થઈને ૧૫,૭૫,૮૩૦ રૂપિયા સુધી રાખવામાં આવેલ છે. આ ટ્રેનમાં ૨૩ ડબ્બા છે અને ૮૮ મુસાફરો સફર કરી શકે છે. ટ્રેનમાં મુસાફરોને સુવા માટે ૧૪ રૂમ છે. દરેક રૂમમાં ફોન, એલસીડી ટીવી, ડીવીડી પ્લેયર, ઈન્ટરનેટ, ઇલેક્ટ્રિક લોકરની સાથે દરેક રૂમમાં બાથરૂમની સુવિધા પણ છે.

ઇન્ડિયન રેલ્વેની બાકી ટ્રેનોમાં સફર કરનાર મુસાફરો ક્યારેય કલ્પના પણ ન કરી શકે કે હંમેશા ભીડ અને ગંદકી માટે પ્રખ્યાત રહેલ કોઈ ટ્રેન આટલી સુંદર પણ દેખાય શકે છે. આ ટ્રેનમાં રાજાશાહીની સજાવટ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આગ્રાથી ઉદયપુર ફરવાવાળા યાત્રી પુરા ૭ દિવસ આ ટ્રેનમાં રહેશે. આ ટ્રેન પાટાઓ પર હરતી ફરતી ફાઈવ સ્ટાર હોટલ છે. જ્યાં મુસાફરો પોતાની મનપસંદ ભારતીય અથવા વિદેશી ખાવાનું ખાય શકે છે.

જમવા માટે ટ્રેનની અંદર એક આખો ડબ્બો છે. આ દેખાવમાં એક રેસ્ટોરેન્ટ જેવું લાગે છે. ખાસ વાત એ છે કે આ જમવાનું સ્વાદિષ્ટ, શ્રેષ્ઠ અને સોના ચાંદીના વાસણોમાં પીરસવામાં આવે છે.

આ ટ્રેનને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં સેવન સ્ટાર લગજરી એવોર્ડ પણ મળી ચુક્યો છે. આ ટ્રેનની આંતરરાષ્ટ્રીય લેવલે રોયલ સ્કોટમૈન તેમજ ઈસ્ટર્ન એન્ડ ઓરિઇંટલ એક્સપ્રેસ જેવી ટ્રેનો સાથે તુલના કરવામાં આવે છે.

મહારાજા ટ્રેન વિશે વધારે જાણકારી માટે તમે એમની વેબસાઈટ www.the-maharajas.com પર જઈને જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment