આ ચપ્પલ પ્લાસ્ટીકની બોટલમાંથી બનેલા છે, જાણો કેવા હશે ચપ્પલ…

21

તાજેતરમાં તમે એક સમાચાર વાંચ્યા હશે કે ઈ કોમર્સની સાઈટ એમેજોન પર નાળીયેરના છોતરાને ૧૩૦૦/- રૂપિયામાં વેચવામાં આવી રહ્યા હતા. જો કે આ બાબતે ખુબજ બબાલ થયા બાદઈ કોમર્સની સાઈટ એમેજોન પર નાળીયેરના છોતરાને વેચતી આ કંપનીએ નાળીયેરના શેલની કિંમત ૧૩૦૦/- રૂપિયા માંથી ઘટાડીને ૧૫૦/- રૂપિયા કરી નાખી હતી. પ્લાસ્ટીકને પૃથ્વી પર મનુષ્ય જાત માટે મોટો દુશ્મન માનવામાં આવ્યો છે. પ્લાસ્ટીકનું એક વખત સર્જન થતા પછી તેનો ક્યારેય નાશ થતો નથી. આ પ્લાસ્ટીકને જો જમીનમાં દાટી દયો તો પણ તે સોનાની જેમ અવિચળ રહે છે. માટી સાથે ભળી જતું નથી. જો તેને સળગાવીને તેનો નાશ કરવાનો પ્રયત્ન કરો તો તે ઝેરી વાયુ રૂપી ગેસ ધુમાળા સ્વરૂપે વાયુના પ્રદુષણમાં વધારો કરે છે.આથી આ પ્લાસ્ટીકનો બાળ્યા વગર ફરીથી રી-યુઝ કરવાનો પ્રયત્ન ન્યુઝીલેન્ડની એક મહિલાએ કરીને કમાલ કરી છે.આ મહિલાએ બેકાર પ્લાસ્ટીકનો ઉપયોગ કરીને એક મનુષ્ય ઉપયોગી ચીઝ બનાવીને કમાલ કરી દિધી છે. શું કમાલ કરી છે આ મહિલાએ ? શું ચીઝ બનાવી છે આ મહિલાએ ?

હા, આ મહિલાએ પ્લાસ્ટીકની બોટલમાંથી ચપ્પલ બનાવ્યા છે. ફોટામાં તમે ચોખ્ખે ચોખ્ખું જોઈ શકો છો કે પ્લાસ્ટીકની બેકાર પડેલ બોટલોમાંથી આ મહિલાએ ચપ્પલ તૈયાર કર્યા છે.ન્યુઝીલેન્ડની આ મહિલાએ ચપ્પલમાં લેસ પણ લગાવ્યા છે. આમ કે આમ ઔર ગુટલી કે દામ. અને હા, આ ચપ્પલની કિંમત ૨૦ ડોલર એટલે કે ૧૪૨૩/- રૂપિયા નક્કી કરવામાં આવી છે.ફેસબુક પર આ મહિલાએ પોસ્ટ શેર કરતી વખતે તેમાં એમ પણ લખ્યું છે કે જો તમે ડીલીવરી ચાર્જ આપવા માગતા હો તો આપ ડીલીવરી ચાર્જ ખુશીથી આપી શકો છો. એમ કહેવામાં આવે છે કે ફેસબુક પર બેકાર પ્લાસ્ટીકની બોટલમાંથી બનાવવામાં આવેલ આપ્લાસ્ટીકના ચપ્પલને વેચવા માટે ન્યુઝીલેન્ડની આ મહિલાએ ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. ફેસબુક પર આવેલ આ પોસ્ટ પર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક ફેસબુક યુજરે તો કોમેન્ટ કરી છે કે પ્લાસ્ટીકના આ ચપ્પલ પહેરનાર પાણી પર પણ આસાનીથી ચાલી શકે છે ભરપૂર લાઈક સાથે આવી અનેક કોમેન્ટો પણ આવી છે. હૈડા હૈડા માનવીયું, હૈડી હૈડી વાતળીયુ. કેમ સાચી વાત છે ને

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment