આ દેશમાં બન્યો નવો કાયદો, સ્કર્ટ પહેરેલ છોકરીના ખરાબ રીતે ફોટાઓ પાડશો, તો મળશે આવી સજા…

14

બ્રિટનમાં કઈક એવું થયું જેની ચર્ચા દરેક સ્થળે થઇ રહી છે. બ્રિટનમાં સ્કર્ટ પહેરેલ છોકરી અથવા મહિલાની આપત્તિજનક ફોટા ખેંચવા ગુનો બની ગયો છે. આ કાયદાની માંગણી અપસ્કર્ટીગની પીડિતા ગિના માર્ટિનએ કરી હતી.એમણે લગભગ ૧૮ મહિના સુધી અભિયાન ચલાવ્યું. સરકારએ હવે આપત્તિજનક ફોટો ખેંચવાને ગુનાની શ્રેણીમાં નાખી દીધું છે. બ્રિટનમાં ૧૮ મહિનાના અભિયાન પછી, સ્કર્ટ પહેરેલી કોઈ છોકરી અથવા મહિલાએ જાણકારી વગર આપત્તિજનક ફોટાઓ ખેંચવા હવે એક ગુનો બની ગયો છે.

હવે આ પ્રકારનો ગુનો કરનારને બે વર્ષની કારાવાસની સજા થશે અને એનું નામ દેશના યૌન અપરાધના દોષિયોમાં જોડી દેવામાં આવશે. નવો કાયદાકીય જોગવાઈ આવતા પહેલા સુધી આ પ્રકારની ફોટો લેનાર વિરુદ્ધ ‘સાર્વજનિક શાલીનતા વિરુદ્ધ કૃત્ય’ અનુસાર કાર્યવાહી હતી.

હવે આ પ્રકારના કાર્ય માટે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ ગુના સાથે જોડાયેલ વિધેયકને ગુરુવારે મહારાણી એલિજાબેથ દ્વિતીયની મંજુરી મળી જેના પછી આ કાયદામાં ફેરવાય ગયો. આ કાયદાની માંગને લઈને ‘અપસ્કટિંગ’ (સ્કર્ટ પહેરેલી મહિલાની આપત્તિજનક ફોટાઓ લેવા) ની પીડિત ગિના માર્ટિનના નેતૃત્વમાં ૧૮ મહિના સુધી અભિયાન ચાલ્યું હતું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment