56 દેશ એવા જ્યાં જવા માટે નથી લાગતો વિઝા, ચૌકી ગયાને જાણીને

18

શું તમે જાણો છો કે દુનિયામાં ૫૬ દેશ એવા છે, જેની સફર કરવા માટે તમારે વિઝાની જરૂરિયાત નથી પડતી. જી હા, વિઝા વગર જ તમે આ દેશોની યાત્રા કરી શકો છો. ચૌકી ગયાને જાણીને, આગળ વાંચો સંપૂર્ણ જાણકારી

તમે સવારે ઉઠશો, એરપોર્ટ જઈને ટીકીટ ખરીદશો અને એ દેશમાં પહોંચી જશો. વિઝાની  જરૂરિયાત નહિ પડે. જો કે ઘણા દેશોએ ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપી છે તો અમુક દેશોમાં ઈ વિઝા મળી જાય છે.

અમે તમને જણાવી રહ્યા છીએ ભારતીય એરપોર્ટ હોલ્ડર્સ દુનિયાના ક્યાં દેશોમાં તમે વિઝા ફ્રી જઈ શકો છો અથવા ક્યાં દેશોમાં તમને ઈ વિઝા અથવા વિઝા ઓન અરાઈવલની સુવિધા મેળવી શકો છો. વિઝા ઓન અરાઈવલમાં અમુક દેશોમાં થોડી ફીઝ લાગે છે, જ્યારે અમુક દેશોમાં આ સુવિધા ફ્રી છે.

આ દેશોમાં ભારતીયોને વિઝાની જરૂર નહિ.

ભારતનાં પાડોશી દેશ ભૂટાન, નેપાળ હોય અથવા પછી બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ, કુક આઈસલેન્ડ, ડોમિનિકા, ઇક્વાડોર, અલ સલ્વાડોર, ફીજી, હોંગકોંગ, ગ્રેનાડા, હૈતી, જમૈકા, કિશ આઈસલેન્ડ.

આ દેશોમાં ભારતીયોને વિઝાની જરૂર નહિ

મકાઉ, મોરિશસ, માઈક્રોનેશિયા, ટ્રીનીડાડ અને ટોબેગો, મોંટસેરેટ, તુર્કીશ રિપબ્લિક ઓફ નોર્થન સાઇપ્રસ, રિયૂનિયન, ફિલીસ્તીન, પિટકેયર્ન આઇસલેન્ડ, સહીત એવા ઘણા દેશ છે જ્યાં ઇન્ડીયન સિટીઝન્સને ફરવા માટે વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.

આ દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા

થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, કેન્યા, માલદીવ, જોર્ડન, તંજાનિયા, બોલિવિયા, કંબોડીયા, ઇથોપિયા, ગુયાના, લાઓસ, મેડાગાસ્કર, મોજામ્બીક, સેંટ લૂશિયા, યૂગાંડા.

આ દેશોમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા

ટોગો, સોમાલિયા, પલાઉ, કેપ વર્ડે, ગ્યૂનિયા બિસાઉ, સમોઆ, સેશેલ્સ, બુરુંડી, કોમોરોસ, ટીમોર લેસ્ટ, ટુવાલૂ જેવા ઘણા દેશ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે.

આ દેશોમાં ઈ વિઝાની સુવિધા

બહરીન, મ્યાંમાર, સેનેગલ, શ્રીલંકા અને જીમ્બાવેમાં ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને ઈ વિઝા મળે છે.

વિદેશનું ટૂર પ્લાન કરતા પહેલા તમારે એમ્બીસી જઈને સંબંધિત દેશ સાથે સંપર્ક કરવો પડશે, જેથી એ જાણી શકીએ કે વિદેશ પ્રવાસ સાથે જોડાયેલ કોઈ નીતિ અથવા નિયમમાં ફેરફાર તો નથી થયો ને, કેમકે દરેક દેશ સમય સમય પર ઈમિગ્રેશન પોલીસી બદલતો રહે છે. જો તમે એવું ન કર્યું તો કોઈ મોટી મુશ્કેલીમાં પડી શકો છો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment