આ દેશમાં રસ્તાઓ અને ઝાડવાઓ પર ફરી રહ્યા છે મગરો, આવ્યું છે સદીનું સૌથી ભયંકર પુર

23

ઓસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયાનક પુરના કારણે નદીઓનું પાણી રસ્તાઓ પર આવી ગયું અને જેનાથી ઉત્તરપૂર્વી ભાગમાં હજારો લોકોને પોતાનું ઘર છોડીને બીજે જવું પડ્યું. અહિયાં પુર એટલું ભયંકર હતું કે લોકોને બચાવા માટે સરકારે સૈના લગાવી પડી. સ્થિતિ એવી છે કે ઓસ્ટ્રેલિયાના નોર્થ ક્વીન્સલેન્ડમાં પુરના કારણે રસ્તાઓ અને ઝાડવાઓ પર મગરો ફરી રહ્યા છે. તેમજ લોકોને છતો પર જઈને જીવ બચાવવો પડી રહ્યો છે. ઉત્તરપૂર્વી ક્વીન્સલેન્ડના ટાઉનવિલા શહેરમાં હજારો નિવાસીઓ લાઈટ વગર રહે છે અને જો હજી વરસાદ ચાલુ રહેશે તો ૨૦૦૦૦થી વધારે મકાનો તૂટવાનો જોખમ છે. મુંદિન્ગબુરા ક્ષેત્રમાં મગરોને લોકોએ પાણીની બહાર ચાલતા જોયા છે.

ઓસ્ટ્રેલિયાના ઉત્તરી ભાગમાં મોનસૂનના સમયે ખુબજ વરસાદ થાય છે પરંતુ હાલમાં જ થયેલ વરસાદ સામાન્ય સ્તર કરતાં વધારે છે. મોસમ વિભાગએ આશંકા જતાવી છે કે સ્થિતિ હજી ખરાબ થઇ શકે છે. નિવાસીઓને ઊંચા સ્થાન પર જવાની સલાહ આપવામાં આવી છે. પુરથી પરેશાન ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને રાહત પહોંચાડવાની અપીલ કરી રહ્યા છે.

કેટલાય લોકો લાંબા સમયથી ફંસાયેલા છે, પંરતુ એમની પાસે હોડીઓ પહોંચી શકી નથી. લગભગ ૬ દિવસોથી શહેરમાં પુરની સ્થિતિ બનેલી છે. અહિયાં સૈન્ય કર્મી સતત લોકોની મદદ કરી રહ્યા છે. ક્વીન્સલેન્ડના પ્રમુખે કહ્યું કે આ મૂળ રૂપથી ૨૦ વર્ષમાં એક વખત નહિ પરંતુ ૧૦૦ વર્ષમાં એક વખત બનનાર ઘટના છે.

લોકોને કહેવામાં આવ્યું છે કે સાવધાન રહો. ઝડપી પવનના લીધે તૂફાનથી બવનડડર પણ બની શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે પાણીની ધાર તેજ હોવાના કારણે ઘણા લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે.

મૌસમ વિજ્ઞાન બ્યૂરોએ જણાવ્યું કે ઉત્તરી ક્વીન્સલેન્ડ રાજ્ય ઉપર ધીમી ગતિએ વધતા વાતાવરણના ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. આનાથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આશંકા છે. ટાઉનવિલાના નિવાસી ક્રિસ બ્રૂકહાઉસએ કહ્યું કે મેં પહેલા આવું ક્યારેય પણ નથી જોયું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment