આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે પુરુષોના પ્રવેશ પર છે પ્રતિબંધ,કારણ જાણી રહી જશો હેરાન..

32

એક એવું ગામ છે જ્યાં મહિલાઓના લગ્ન એટલા માટે નથી થતા કેમ કે ત્યાં પુરુષોજ નથી.ત્યાંની મહિલાઓ લગ્ન કરવા માંગે છે પરંતુ તેમ ને સક્ષમ સબંધી નથી મળી રહયા.ત્યાજ બજી બાજુ એક એવું ગામ છે જ્યાં પુરુષોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે અને અહિયાં ફક્ત મહિલાઓજ રહે છે.

કેન્યાની રાજધાની નૈરોબીની બાજુમાં એક ગામ છે અમોજા.અહિયાં કોઈ પણ પુરુષ પ્રવેશ કરી શકતો નથી.અહિયાં કોઈ પણ મહિલા અવર-જવર કરી શકે છે મહિલાઓને અહિયાં રહેવા માટે બધીજ સ્વતંત્રતા છે. અહિયાં રહેવા વળી મહિલાઓ પુરુષોને ડેટ પણ કરી શકે છે.શબંધ પણ બનાવી શકે છે અને લગ્ન પણ કરી શકે છે.પણ પુરુષો ગામમાં પ્રવેશ કરી શકતા નથી.

1920માં રેબેકા લોલોસોલી નામની મહિલાએ 15 મહિલા સાથે આ ગામમા સ્થાયી થઈ હતી.આ ગામ શમ્ભુર નેસનલ પાર્ક પાસે આવેલું છે.આ ગામમાં એ મહિલાઓ રહે છે જે ઘરેલું હિંસા અને યોન શોષણથી પીડિત હોઈ છે.આ ગામમાં મોટા ભાગની એ મહિલાઓ છે જેમના પર બ્રિટીશ સૈનિકોએ બળાત્કાર કરિયો હતો.

આ ગામમાં 16 વર્ષથી લહીને 80 વર્ષની ઉમર વાળી મહિલાઓ રહે છે.ઘણા પુરુષોએ આ ગામમાં સ્થાઈ થવાના પ્રયત્નો કર્યા છે પરંતુ અહિયાં રહેતી મહિલાઓ એ તેમણે ભગાડી દીધા હતા.ઘણી વાર પુરુષોએ આ ગામ ઉપર હુમલો પણ કર્યો હતો.ત્યાજ ઘણા પુરુષોઆ ગામમાં એટલા માટે રહેવા માંગે છે કેમ કે તેમની પત્નીઓ ભાગીને આ ગામમાં રહેવા માટે આવી ગઈ છે.

ઘરેણાઓ બનાવીને વહેચવાએ આ ગામનો મુખ્ય વ્યવસાય છે.આ ગામમાં એક સ્કુલ પણ ચાલુ કરવામાં આવી છે જ્યાં કોઈ પણ બાળક આવીને ભણી શકે છે.એટલુંજ નહિ પરંતુ આજુ–બાજુના ગામના બાળકો પણ અહિયાં આવીને ભણી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment