આ કારણે સતત સંકોચાય રહ્યો છે ચન્દ્ર, વૈજ્ઞાનિકોએ કર્યા આશ્ચર્યજનક ખુલ્લાસા…

9

બાળપણમાં આપને ચંદ્રને લઈને ઘણી કહાનીઓ સાંભળી છે પરંતુ કદાચ હવે ચંદ્રની સુંદરતા ઘટવા લાગી છે. ચંદ્રનો આકાર પહેલા કરતા ઘટતો જાય છે એટલે કે હવે સતત એ સંકળાઈ રહ્યો છે. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ હાલમાં જ ચંદ્રના સંકાળાવાના નવા પ્રમાણ સામે આવ્યા પછી આ વાત કહી છે. ચંદ્રની સપાટી પર કળચલી પડી રહી છે.

ચંદ્ર સાથે જોડાયેલા આ ચોકાવનારા ખુલ્લસા નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તરફથી સોમવારે કરવામાં આવ્યા છે. સોમવારે નાસા તરફથી ભાર પાડવામાં આવેલ એક રીપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે અને આ રીપોર્ટ અનુસાર ચંદ્રનો આકાર ઓછો થઇ રહ્યો છે. એના સિવાય ચંદ્રની સપાટી પર કળચલી પણ પડી રહી છે. નાસા તરફથી ચંદ્રની પાડવામાં આવેલ હજારો ફોટાઓનું વિશ્લેષણ કર્યા પછી ચંદ્ર પરથી આ રીપોર્ટ બનાવામાં આવી.

આ જાણકારી સોમવારે પ્રકાશિત નાસાના લૂનર રીકોનિસેંસ ઓર્બિટર દ્વારા કેદ કરવામાં આવેલ ૧૨૦૦૦થી વધારે ફોટોના વિશ્લેષણ પછી સામે આવ્યું છે. સ્ટડીમાં મળ્યું છે કે ચંદ્રના ઉત્તરી ધ્રુવની પાસે ચંદ્ર બેસિન ‘મારે ફ્રિગોરિસ’ માં તિરાડ થઇ રહી છે. એટલું જ નહિ એ પોતાની જગ્યાએથી ખસકી પણ રહ્યો છે.

વૈજ્ઞાનિકો અનુસાર, ગયા લાખો વર્ષોમાં ચંદ્ર લગભગ ૧૫૦ ફૂટ સુધી સંકોચાઈ ગયો છે અને ઉર્જા ગુમાવાની પ્રક્રિયાના કારણે જ ચંદ્રની સપાટી પર અસર થઇ રહી છે અને ચંદ્રનો આકાર ઓછો થઇ રહ્યો છે. યુનિવર્સીટી ઓફ મેરી લેન્ડના ભૂગર્ભ વિજ્ઞાની નિકોલસ ચેમર અનુસાર એવી સંભાવના છે કે ચંદ્ર પર લાખો વર્ષ પહેલા થયેલ ભૂગર્ભીય ગતિવિધિઓ હજુ સુધી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા એપોલો અંતરીક્ષ યાત્રીઓએ ૧૯૬૦ અને ૧૯૭૦ ના દશકમાં ચંદ્ર પર ભૂકંપીય ગતિવિધિને માપવાનું શરુ કર્યું હતું. એમનું આ વિશ્લેષણ નેચર જીઓસાઇંસમાં આપવામાં આવી હતી. આ વિશ્લેષણમાં ચંદ્ર પર આવનાર ભૂકંપો સાથે જોડાયેલ વાતો લખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ઘણી વિશાળ બેસિનોમાંથી એક ચંદ્રનો ‘મારે ફ્રિગોરિસ’ ભૂવૈજ્ઞાનિક રીતે મૃત સ્થળ માનવામાં આવે છે. જેમ કે ધરતીની સાથે છે, ચંદ્રમાં કોઈપણ ટેકટોનિક પ્લેટ નથી. એમ છતાં અહિયાં ટેકટોનિક ગતિવિધિઓ મેળવતા વૈજ્ઞાનિક આશ્ચર્યમાં છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રમાં એવી પ્રતિક્રિયા ઉર્જા ગુમાવાની પ્રતિક્રિયામાં 4.૫ અરબ વર્ષ પહેલા થઇ હતી. એના કારણે ચંદ્રની સપાટી કીસ્મિશની જેમ કડચલીવાળી થઇ જાય છે. આ પ્રક્રિયામાં ચંદ્ર પર ભૂકંપ આવે છે.

ચંદ્ર પૃથ્વીનો એક ઉપગ્રહ છે જે કે પૃથ્વીથી લગભગ ૩૮૪૪૦૦ કિલોમીટર દુર છે. ચંદ્ર પર પગલા રાખનાર માણસ નીલ આર્મસ્ટ્રોંગ હતા અને એમણે ૨૧ જુલાઈ, ૧૯૬૯માં ચંદ્રની સપાટી પર પગ મુક્યો હતો. તેમજ વર્ષ ૧૯૭૨માં ચંદ્ર પર યૂજીન સેરનનને મોકલવામાં આવ્યા હતા અને આ ચંદ્ર પર પહોંચનાર અંતિમ યાત્રી હતા.

યૂજીન સેરનન પછી હજુ સુધી કોઈપણ માણસ ચંદ્ર પર ગયો નથી. જો કે લૂનર રીકોનિસેંસ ઓર્બિટર દ્વારા નાસા ચંદ્રની પ્રતિક્રિયા પર નજર રાખી રહ્યું છે અને આ જ પ્રતિક્રિયાઓના આધારે નાસા તરફથી ચંદ્રના સંકોચાવાની વાત કહેવામાં આવી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment