આ માદા મચ્છર એક વારમાં 500 ઈંડા મુકે છે. અને આ માદા મચ્છર દરેક વ્યક્તિ માટે ખુબજ ખતરનાક પણ છે

36

તમે પણ આજ સુધી એવું જ સાંભળ્યું હશે કે જીકા વાયરસ, ડેન્ગ્યું, મેલેરિયા અને ચીકનગુનિયા જેવી જીવલેણ બીમારીઓના ફેલાવા પાછળ એક માદા મચ્છરનો હાથ સોરી, તેનો ડંખ જવાબદાર હોય છે. પણ જો એમ કહેવામાં આવે કે આ બીમારીઓને ફેલાવવામાં સીધી રીતે નહિ પણ આડકતરી રીતે નર મચ્છરનો ફાળો પણ કેટલેક અંશે એટલો જ જવાબદાર છે તો આ વાત જરા પણ ખોટી નથી.

મચ્છરોનો જીવનકાળ ખુબજ ઓછા સમયનો હોય છે. આમ હોવા છતાં પણ તેને કેટલીય જીવલેણ બીમારીઓના જન્મદાતા માનવામાં આવે છે. એક બાજુ જ્યાં નર મચ્છરનું આયુષ્ય ફક્ત 10 દિવસનું હોય છે જ્યારે એક માદા મચ્છરનો જીવનકાળ આશરે 40 થી 50 દિવસનો હોય છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દરેક માદા મચ્છર તેના પૂરા આયુષ્ય કાળમાં ફક્ત એક જ વાર સમાગમ કરે છે પણ, આ સમાગમ પછી માદા મચ્છર લગભગ 200 થી 500 ઈંડા આપે છે. આશ્ચર્યની વાત તો એ છે કે 200 થી 500 ઈંડા આપનાર માદા મચ્છર લાઈફમાં ફક્ત એક જ વાર નર મચ્છર સાથે સંબંધ બાંધે છે. જ્યારે નર મચ્છર અનેક માદા મચ્છર સાથે સંસર્ગ કરે છે.

તમે જાણો છો કે નર મચ્છર માદા મચ્છરને કઈ રીતે ઓળખે છે ? માદા મચ્છરની પાંખોના ગણગણાટના અવાજથી નર મચ્છર તેને ઓળખી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે માદા મચ્છર એક મીનીટમાં 250 થી 500 વાર તેની પાંખોને ફટફટાવે છે. માદા મચ્છર સાથે સંબંધ બાંધતી વખતે નર મચ્છર પોતાનું સ્પર્મ માદા મચ્છરને પાસ કરે છે ત્યારે એક પ્રોટીન પણ ટ્રાન્સફર કરે છે. અને આ પ્રોટીનને કારણે જ જીકા વાયરસ, ડેન્ગ્યું, મેલેરિયા અને ચીકનગુનિયા જેવી જીવલેણ ગંભીર  બીમારીઓ થાય છે.

ખાસ જાણવા જેવી બાબત એ છે કે માદા મચ્છર સાથે સંબંધ બાંધ્યા પછી નર મચ્છરનું અન્ય કોઈ કારણોસર અકુદરતી મૃત્યુ ન થાય તો તે ત્રણ થી પાંચ દિવસ માંડ જીવિત રહે છે અને કુદરતી રીતે મૃત્યુ પામે છે. માદા મચ્છરના ઈંડામાંથી જન્મ લેનાર નવા મચ્છરોનું પોષણ મનુષ્યના લોહી પર જ નિર્ભય રહે છે. મનુષ્યના લોહીમાંથી જ તેને પોષણ મળે છે. જે પાછળથી ઉપર જણાવેલી અનેક જીવલેણ બીમારીઓનું કારણ બને છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com  &  કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ  FacebookTwitter અને YouTube પર.

Leave a comment