આ મંદિરમાં પુરુષોને જવાની છે મનાઈ, પ્રવેશ કરવા માટે કરવો પડે છે સોળે શણગાર

17

આપણા દેશમાં તીર્થ સ્થળોમાં પૂજા પાઠને લઈને તમામ પ્રકારની પરંપરાઓ છે. પૂજાને લઈને વ્યક્તિ વિશેષ માટે ઘણા પ્રકારના નિયમ પણ છે. દેશમાં અમુક મંદિરોમાં જ્યાં મહિલાઓને જવાની મનાઈ છે, ત્યાં કેરળમાં એક એવું મંદિર છે જેમાં પુરુષોને જવાની મનાઈ છે. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે પુરુષોને મહિલાઓની જેમ સોળે શણગાર કરવો પડે છે. પુરુષોને પૂજા કરવા માટે મહિલાઓના કપડા પહેરવા પડે છે.

કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલ આ મંદિર શ્રી કોત્તાનકુલાંગરા દેવીનું છે. આ મંદિરના નિયમ પ્રમાણે અહિયાં ખાલી મહિલાઓ અને કિન્નર જ પ્રવેશ કરી શકે છે. તેમજ પુરુષોને પ્રવેશ કરવા માટે સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે છે.

આ મંદિરમાં ખાલી મહિલાઓ અને કિન્નર મોટી સંખ્યામાં દેવી પૂજન માટે આવે છે એવું નથી પરંતુ પુરુષો પણ નિયમ પ્રમાણે મહિલાઓના કપડા પહેરીને દેવીની પૂજા કરે છે.

શ્રી કોત્તાનકુલાંગરા દેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કૂનો તહેવાર વિશેષ રૂપે ઉજવામાં આવે છે. જેમાં શામેલ થવા માટે દુર દુરથી મોટી સંખ્યામાં પુરુષ શ્રદ્ધાળુઓ આવે છે. જેમણે મંદિરમાં પ્રવેશ કરવા માટે ખાલી સ્ત્રીઓના કપડા પહેરવા પડે છે એવું નહિ પરંતુ  સ્ત્રીઓની જેમ સોળે શણગાર કરીને ઘરેણા, ગજરો વગેરે પણ લગાવવું પડે છે.

ચામ્યાવિલક્કૂ તહેવારમાં શામેલ થનાર પુરુષ શ્રદ્ધાળુઓને તૈયાર થવા માટે અલગથી જ એક મેકઅપ રૂમ બનાવામાં આવે છે. જ્યાં તેઓ મહિલાઓની જેમ સોળે શણગાર કરે છે. આ મંદિરમાં પ્રવેશ કરવા માટે ભલે જ કપડાઓ વગેરેને લઈને નિયમો અને શરતો છે પરંતુ ઉંમરનું કોઈ બંધન નથી. અહિયાં દરેક ઉંમરના  પુરુષો મહિલાઓની જેમ શણગાર કરીને પ્રવેશ કરી શકે છે અને દેવીની પૂજા કરી શકે છે.

શ્રી કોત્તાનકુલાંગરા દેવીના મંદિરની ખાસ વાત એ પણ છે કે આ મંદિરની વચ્ચે ઉપર છત અને કળશ નથી. માન્યતા એમ પણ છે કે અહિયાં દેવી સ્વયં પ્રગટ થઇ હતી. દેવીની પૂજા માટે અહિયાં પર મોટી સંખ્યામાં કિન્નર આવે છે.

માનવામાં આવે છે કે શ્રી કોત્તાનકુલાંગરા દેવીની શિલાને જ્યારે પહેલી વખત અમુક ઘેટાંપાળકોએ જોયા હતા તો એમણે કપડા, ફૂલ વગેરે અર્પિત કરીને દેવીની પૂજા કરી. જેના પછી દેવીની આ શિલામાંથી દિવ્ય શક્તિ નીકળવા લાગી. એના પછી આ મંદિરનું નિર્માણ થયું. જો કે આ મંદિર વિશે એમ પણ કથા મળે છે કે જ્યારે અમુક લોકો દ્વારા અહિયાં આ શિલા પર નારિયળ ફોડવામાં આવ્યું તો આ શિલામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એ ચમત્કાર જોયા પછી લોકોએ શક્તિપીઠ પર પૂજા કરવાનું ચાલુ કરી દીધું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment