આ માણસ છે સાચો ‘બાહુબલી’, એટલો શક્તિશાળી કે ગેસના 12 સીલીન્ડરને એક સાથે ઉપાડવા એના માટે ડાબા હાથની વાત છે…

11

હોલીવૂડ ફિલ્મોના અસલી ‘હલ્ક’ કહો કે બોલીવૂડ ફિલ્મોના ‘બાહુબલી’ આ માણસ બંને જ ફ્રેમમાં ફીટ બેસે છે. ત્યારે તો એને દુનિયાનો સૌથી તાકાતવાળો માણસ કહેવામાં આવે છે. હલ્ક અને બાહુબલીના પાત્ર તો તમે ફિલ્મના પરદા પર જોયા છે પરંતુ જે માણસનું અમે કહી રહ્યા છીએ એ તો સાચો માણસ છે. તો શું મળવા માંગશો દુનિયાના સૌથી શક્તિશાળી માણસ સાથે?

વિશ્વાસ ન આવે તો આ માણસની ઇન્ટરનેટ પર આવેલ આ ફોટાઓ જોઈ લો, જી હા આ છે દુનિયાનો સૌથી તાકાતવાળો માણસ! હલ્કની જેમ વિશાળકાય શરીરનો માલિક, જો હકીકતમાં ક્યારેય તમને હલ્કને મળવાની તક મળી જાય તો! જો તમે હલ્કને મળવા તૈયાર છો તો અમે એનું એડ્રેસ જણાવી દઈએ છીએ. તો જનાબ ધરતીના અસલી હલ્ક રહે છે આઈસલેન્ડમાં.

આશ્ચર્યચકિત ન થાઓ, આ તમને કઈ નહિ કરે. એનું નામ હૈફ્થર જુલિયન બ્યોર્નસન, એના વિશાળકાય શરીરને જોઇને તમે સ્તબ્ધ થઇ જશો. તમે ઘણા આદમકદ અને વિશાળકાય શરીરવાળા લોકોને જોયા હશે પરંતુ બ્યોર્નસનને જોઇને તમારી આંખો ખુલ્લી રહી જશે. ચાલો તમને મળાવીએ દુનિયાના સૌથી તાકાતવાળા માણસ સાથે!

આ ફોટો દુનિયાના સૌથી તાકાતવાળા માણસ હૈફ્થર જુલીયન બ્યોર્નસનનો છે. દુનિયાના સૌથી તાકાતવાળા માણસ હોવાનો ખિતાબ જીત્યો છે. બ્યોર્નસનએ એક પ્રતિયોગીતા દરમ્યાન ૨૦૦ કિલોની કોન્ક્રીટનો બોલ ઉપાડ્યો. તેઓ આ ઇવેન્ટમાં ૫૧.૫ પોઈન્ટ સાથે ટોપમાં રહ્યા. તેમજ ૫ વખત ચૈમ્પિયન પોલેન્ડના મથાયસ કિલિસ્કોવસ્કી ૪૫ પોઈન્ટ સાથે બીજા નંબરે રહ્યા.

ચાર વખત આ ખિતાબ જીતી ચુકેલા અમેરિકાના બ્રાયન શો (૪૪ પોઈન્ટ) ત્રીજા નંબર પર રહ્યા. બ્યોર્નસનનું આ ત્રણ મહિનામાં ત્રીજું ખિતાબ છે. એમણે માર્ચમાં અમેરિકામાં અનાર્લ્ડ સ્ટ્રોંગમેન ક્લાસિક અને ફેબ્રુઆરીમાં યૂરોપિયન સ્ટ્રોંગેસ્ટ મેનનો ખિતાબ પણ જીત્યો હતો.

૨૯ વર્ષના બ્યોર્નસનએ સતત સાતમાં વર્ષે પોડિયમ (ટોપ ૩) ફિનિશ કરી. એ ૨૦૧૧થી દરેક વર્ષે આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. બ્યોર્નસન ૨૦૧૬ અને ૨૦૧૭માં બીજા નંબરે રહ્યા હતા. બ્યોર્નસન ૨૦૦૪થી ૨૦૦૮ સુધી જૂનિયર બાસ્કેટબોલ ટીમના સભ્ય હતા. પછી ખેલ બદલીને સ્ટ્રોંગમેનનું કરિયર પસંદ કર્યું. એ ગેમ ઓફ થ્રોન્સ ટીવી સીરીઝમાં પણ રોલ કરી ચુક્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment