આ નવા નિયમ લાગુ પડવાથી ભારતમાં બંધ થઇ શકે છે WhatsApp, જાણો આ રસપ્રદ માહિતી…

12

ભારતમાં વેપાર કરી રહેલી સોશીયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા ઘણા નિયમો જો લાગુ પડી જાય તો આ નિયમોના કારણે ભારતમાં બંધ થઇ શકે છે WhatsApp.કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ જાણકારી આપી હતી.ભારતમાં WhatsApp મહિનામાં 20 કરોડ લોકો વાપરે છે અને ભારત કંપની માટે દુનિયાની સૌથી મોટી બજાર છે.કંપનીના દુનિયા ભરમાં 1.5 અરબ યુજર્સ છે.

અહિયાં એક મીડીયા કાર્યાલયમાં આવેલા WhatsAppના કમ્યુનિકેશન પ્રમુખ કાર્લ વુગે કહ્યું હતું કે “પ્રસ્તાવિત કરેલા નિયમો માંથી જે સવથી વધુ ચિંતાનું કારણ છે એ નિયમ છે મેસેજની ખબર રાખવા ઉપર જોર દેવાનો નિયમ”

વુગે નવા નિયમ લાગુ થવાના કારણે ભારતીય બજારની બહાર નીકળવાની વાતને નકરતા કહ્યું કે “આ વાત ઉપર અનુમાન લાગવવાથી કોઈ મદદ નહિ મળે કે આગળ જતા શું થશેઆ મુદાઓ ઉપર ચર્ચા કરવા માટે ભારતમાં એક પ્રક્રિયા પહેલાથીજ છે.”

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્સન ફીચરથી કાનૂની એજન્સીઓને અફવા ફેલાવતા લોકો સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે.પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે શુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા નિયમોના કારણે પોતાની સેવાઓના દુરુપયોગ અને હિંસા ફેલાતી રોક્વા માંટે ઘણી સારી પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment