આ નોકરી માટે કોઈ ડિગ્રીની જરૂર નથી, અઠવાડિયામાં માત્ર 4 જ દિવસ કામ કરવાનું, અને કરોડોમાં મળે છે સેલેરી…

23

સામાન્ય રીતે મિડલ ક્લાસ લોકો માટે કરોડોની સેલેરી મળવી એક સપનાની જેમ હોય છે. લોકો માને છે કે આટલી મોટી સેલેરી મેળવવા માટે તેમની પાસે યોગ્ય પ્રકારનું ક્વાલીફીકેશન હોવું જોઈએ. પરંતુ આજે અમે તમને એક એવી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ન કોઈ ડીગ્રી જરૂર છે અને ન તો કોઈ ક્વાલીફીકેશનની. અઠવાડિયામાં માત્ર ૪ દિવસનું કામ કરવાનું હોય છે અને તેના બદલામાં લોકોએ લગભગ દોઢ કરોડ રૂપિયા વાર્ષિક પેકેજ આપવામાં આવે છે. છતાં પણ આ નોકરી કોઈ કરવા ઈચ્છતું નથી.

હકીકતમાં, ન્યુઝીલેન્ડમાં એયર ટ્રાફિક કન્ટ્રોલની નોકરી માટે કંપની કરોડોનું પેકેજ આપી રહી છે. કામ છે ફ્લાઈટ્સનું ટ્રાફિક કંટ્રોલ કરવાનું. જેમ કે કઈ ફ્લાઈટ્સ ક્યારે જશે, કઈ ફ્લાઈટ્સ ક્યારે આવશે. કઈ ફ્લાઈટ્સ ક્યાં રનવે પર ઉતરશે. આ બધાજ કામ એયર ટ્રાફિક કંટ્રોલરે કરવાના હોય છે. કંપની આ કામ માટે કેન્ડીડેંટ પાસેથી કોઈ પણ ક્વાલીફીકેશન નથી માંગતી. કંપનીની ફક્ત એટલી શરત છે કે કામ કરનારા વ્યક્તિની ઉંમર ૨૦ વર્ષથી વધુ હોય.

કંપનીનું કહેવું છે કે અમારે ત્યાં હંમેશા કામ કરનારાઓની કમી હોય છે અને એવું એટલા માટે છે, કેમ કે લોકોને લાગે છે કે આ નોકરી માટે બન્યા જ નથી. એક બીજી વાત પણ છે, જેના કારણે લોકો આ નોકરી કરવા નથી માંગતા અને તે એ છે કે કામ બહુજ ખતરનાક અને રિસ્કી છે. એયર ટ્રાફિક કંટ્રોલરની થોડીક પણ ભૂલ કેટલા માણસોના જીવ લઇ શકે છે.

ન્યુજીલેન્ડના એયર-વે ટ્રાફિક મેનેજર ટીમ બોયલેએ આ નોકરી વિશે જણાવતા કહ્યું છે કે અમે પહેલા જોઈએ છીએ કે નોકરી માટે અપ્લાઈ કરનારા ઉમેદવાર ૨૦ વર્ષથી ઉપરના છે કે નહિ. તેમણે જણાવ્યું કે આ નોકરી માટે ઇઉમેદ્વર પાસેથી કોઈ પણ ડીગ્રી માંગવામાં નથી આવતી. બસ તેની ફિટનેસ જોયા પછી કંપનીની તરફથી તેને ટ્રેનીંગ આપવામાં આવે છે, જેના આધાર પર કોઈને પણ નોકરી મળી શકે છે.

ટીમ બોયલેએ જણાવ્યું કે લગભગ ૧૨ મહિનાની પેડ ટ્રેનીંગ હોય છે. આ દરમિયાન ઉમેદવારને થોડાક લોજીકલ સિક્વેંસ દેહદ્વામાં આવે છે. આ એક કોયડા જેવું હોય છે, જેમાં પૂછવામાં આવે છે કે ક્યાં સિક્વેંસથી સીરીજ પૂરી થશે. તેના આધાર પર જ ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ લોજીકલ સિક્વેંસ  એટલા સહેલા નથી હોતા કે કોઈ પણ તેનો જવાબ આપી શકે. લગભગ ૩૦૦ ઉમેદવારોમાંથી સરેરાશ ૧ ઉમેદવાર જ કોયડાને ઉકેલી શકે છે, જેના પછી તેને નોકરી મળે છે.

 

ટીમ બોયલેએ આગળ જણાવ્યું કે કંપની ઉમેદવારોની અંદર એ વસ્તુ જુવે છે કે તેનો મગજ કેટલું વધુ વિચારી શકે છે. તેનો કોન્સેપ્ટ અને એનાલીસીસ એકદમ સચોટ હોવું જોઈએ, કેમ કે ફ્લાઈટ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે આ જ બધી વસ્તુની જરૂર હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment