આ રીતે પોતાને ફીટ રાખવા માટે પરસેવો પાડે છે ટાઈગર શ્રોફ, તમે પણ લો ફિટનેસ ટીપ્સ…

39

પોતાના પસંદગીના હીરો તથા હિરોઈનની સ્ટાઈલ તો તમે ખુબ જ ફોલો કરતા હશો. એવા લાખો લોકો પણ છે. જે પોતાના પસંદગીના એક્ટરના ફિટનેસ રૂટીનથી ઘણા પ્રભાવિત થાય છે પરંતુ શું તમે પોતાને ફીટ રાખવા માટે એમની જેવી મેહનત કરો છો અથવા એ જાણો છો કે પોતાની બોડી મેન્ટેન રાખવા માટે તે કેટલી મેહનત કરે છે? બોલીવુડની ડાન્સિંગ સ્ટાર, મસ્કુલર બોડી, ખતરનાક સ્ટંટ માટે પ્રખ્યાત અભિનેતા ટાઈગર શ્રોફનું ફિટનેસ રૂટીન એવું છે જેને જાણીને આશ્ચર્ય તો થશે પરંતુ જો તમે ટાઈગરથી પ્રભાવિત છો તો તેમનો ‘ફિટનેસ મંત્ર’ પણ ફોલો કરો જેથી તમે પણ એકદમ ફીટ અને તંદુરસ્ત રહો.

ટાઈગર દરરોજ વર્કઆઉટ કરે છે અને અલગ અલગ પ્રકારની એકસરસાઈઝને કમ્બાઈન કરે છે. તે ડાન્સ અને માર્શલ આર્ટની સાથે કાર્ડિયો કરે છે, વેટ ટ્રેનીગ દ્વારા માંસપેશીઓની સ્ટ્રેન્થ પર ફોકસ કરે છે. છતાં પણ તેમના ઇંસ્ટાગ્રામ પોસ્ટ તેનો પુરાવો છે તેમજ વર્કઆઉટ અને તેના ફાયદાને સાબિત પણ કરે છે.

ટાઇગર શ્રોફના એકસરસાઈઝ રૂટીનમાં કીકબોક્સિંગ પણ શામેલ છે. આ હાઈ એનર્જી વર્કઆઉટમાં માર્શલ આર્ટની ઘણી ટેકનીક શામેલ થાય છે. કેલેરી અને ફેટ બર્ન કરવાનો આ એક સારી રીત છે. આ માત્ર શારીરક મજબૂતી માટે જ નહિ પરંતુ આ માનસીક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તેનાથી તણાવ ઘટાડવામાં અને કોન્ફિડેન્સ લેવલ વધારવામાં મદદ મળે છે.

જીમ્નાસ્ટીક લચીલાપણું અને હાડકાની મજબૂતી વધારવાની સૌથી પ્રભાવી રીતમાંથી એક છે. તેનાથી અપર બોડીની તાકાત વધે છે અને બેલેન્સ, પાવર, કંટ્રોલ, સ્ફૂર્તિમાં સુધારો થાય છે. શ્રોફ દરરોજ વર્કઆઉટ કરે છે અને ઓછામાં ઓછા ૨ કલાક જીમ્નાસ્ટીક અને મિક્સ્ડ માર્શલ આર્ટ કરે છે. આ કેલેરી બર્ન કરવાનો સારો ઉપાય છે.

વેટ લીફટીંગથી શરીરના ઉપરી ભાગની શક્તિને વધારવામાં મદદ મળે છે અને માંસપેશીઓ મજબુત થાય છે. શ્રોફના વેટ ટ્રેનીગમાં ડમ્બલ, બારબેલ અબે રીવર્સ કર્લ સહિત બીસેપ કર્લ પણ શામેલ છે. બેંચ પ્રેસ, પુલ અપ્સ અને પુલ ડાઉન્સ પણ તેમના વર્કઆઉટનો એક ખાસ ભાગ છે. ટાઈગર પોતાના શરીરના દરેક અંગ પર ધ્યાન આપે છે અને હાથ પગની એકસરસાઈઝ ઘણીવાર કરે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment