આ રોગમાં વરુ(વુલ્ફ) જેવો થઇ જાય છે દેખાવ, 20 લાખ લોકો માંથી 1 થાય છે આ રોગનો શિકાર…

15

આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયલર થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક બાળક અજીબોગરીબ રોગથી પીડિત છે. જેના કારણે એનો ચહેરો કોઈ વરુની જેવો લાગવા લાગ્યો છે. હકીકતમાં આ રોગથી પીડિત બાળક મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે. લલિતના ચહેરા પર લાંબા લાંબા વાળ ઉગી રહ્યા છે. ડોક્ટર આનું કારણ વેરવુંલ્ફ સિન્ડ્રોમને માનવામાં આવી રહ્યું છે. લલિત કંજેનિટલ હાયરટ્રાઈકોસિસ નામનો એક દુર્લભ રોગથી પીડિત છે. પોતાના ઈલાજ માટે ડોકટરોના દરવાજાઓ ખખડાવીને થાકી ગઈ લલિતએ  હવે પોતાની પરેશાની સુલજાવામાં માટે પીએમ મોદીને ચુન્યા છે. વાત એવી છે કે વેરવુંલ્ફ સિન્ડ્રોમ નામની આ રોગ જન્મથી જ બાળકોમાં દેખાય છે. ચાલો જાણીએ છે ખરેખર શું છે આ રોગ, એના લક્ષણ અને ઈલાજ.

કંજેનિટલ હાયરટ્રાઈકોસિસ શું છે.

કંજેનિટલ હાયરટ્રાઈકોસિસ એક જન્મજાત લાઈલાજ રોગ છે. આ રોગથી પીડિત બાળકોના શરીર પર જન્મ પછી ઉગનારા વાળ જડપી વધવા લાગે છે. વાળોની લંબાઈ લગભગ ૫ સેમી સુધી વધી જાય છે. આ રોગથી પીડિત બાળકોના ચહેરો, હાથ અને પીઠ પર લાંબા લાંબા વાળ દેખાવા લાગે છે.

કંજેનિટલ હાયરટ્રાઈકોસિસના લક્ષણ

વેરવુંલ્ફ સિન્ડ્રોમ સાથે પીડિત વ્યક્તિને કોઈ પ્રકારના પીડા થતી નથી. ખાસ વાત એ છે આ રોગ જાનલેવા પણ નથી.

આ રોગ ૨૦ લાખમાંથી કોઈ એક બાળકને થાય છે.

આ રોગમાં વ્યક્તિના શરીરના વાળ અસામાન્ય રૂપથી વધવા લાગે છે. અમુક સમય પછી પીડિત વ્યક્તિના ચહેરો વરુની જેમ દેખાવા લાગે છે.

પીડિત વ્યક્તિને ચહેરા પર વધતા વાળોની કારણથી સ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે.

પીડિત વ્યક્તિના વાળોના કારણે ડાબી જમણી જોવામાં પણ તકલીફ થાય છે.

વેરવુંલ્ફ સિન્ડ્રોમનો ઈલાજ

વેરવુંલ્ફ સિન્ડ્રોમનો ઈલાજ હજીસુધી શોધી શકતા નથી. અમેરિકન જનરલ ઓફ કલીનિકલ ડર્મટોલોજી અનુસાર, આ રોગનો ઈલાજ અનુસાર અમુક થેરેપી માત્ર છે. જો કે આ પ્રકારની થેરેપીના પરિણામ હંમેશા સંતોષજનક હોતા નથી. વાળનો વિકાસ, ઉગનારી જગ્યા સાથે પીડિતની ઉંમર જેવી ઘણી ચીજો જોયા પછી જ વાળને હટાવાની આ તકનીક અપનાવામાં આવે છે.

વેરવુંલ્ફ સિન્ડ્રોમથી થનાર નુકશાન

આ રોગથી પીડિત લલિત જણાવે છે કે જ્યારે કોઈ અજાણ્યું વ્યક્તિ મને જુવે છે તો એ મારા પર પથ્થર ફેકવા લાગે છે.

લલિતે જણાવ્યું કે બાળપણમાં એની સાથે ઘણા બાળકો એને વાંદરો કહીને બોલાવતા હતા.

એક્સપર્ટસનું માનીએ તો ઉંમર સાથે વધતા વાળોના કારણે પીડિત વ્યક્તિ ભાવનાત્મક રૂપથી તૂટી જાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment