આ સાત બાબતો જાણીને તમે પણ દરરોજ ખાશો ભીંડા

68

ભીંડામાં એવા કેટલાય પોષક તત્વો આવેલા છે જે બીજા શાકભાજીમાં આવેલા નથી. આ પોષક તત્વો તમને ઘણા મોટા રોગોથી રક્ષણ આપે છે. આ સાથે ભીંડા ખાવાથી તમારી બીજી કેટલીય બીમારીઓનો પ્રોબ્લેમ પણ દૂર થઇ જાય છે.

૧.) ભીંડો હૃદયની તંદુરસ્તી માટે સારો :

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના કારણથી હૃદય સાથે સંકળાયેલ બીમારીઓનો ખતરો વધી જાય છે. પણ ભીંડામાં રહેલ પેક્ટીન કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સાથે તે એન્ટી ઓક્સીડેન્ટથી પણ ભરપૂર છે.

૨.)પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પણ ફાયદાકારક છે :

પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ભીંડા ખાવા ખુબજ લાભદાયક રહે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન B-9 અને ફોલિક એસીડ હોય છે. તેના કારણે ગર્ભમાં રહેલ બાળકને કેટલાય પ્રકારની ન્યુરોલોજીક્લ સમસ્યાઓથી બચાવે છે.

૩.) ઈમ્યુનીટી વધારવામાં પણ સહાયક :

ભીંડામાં ભરપૂર માત્રામાં વિટામીન C હોય છે. જો તમે દરરોજ 100 ગ્રામ ભીંડો ખાતા હશો તો તમારા શરીર માટે જરૂરી વિટામીનC નું પ્રમાણ 38 % જેટલું પૂરું થઇ શકે છે. વીટામીન C કેટલીય પ્રકારની બીમારીઓ અને ઇન્ફેકશન સામે તમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

૪.) વજન ઘટાડવામાં પણ ઉપયોગી :

જે લોકો પોતાનું વજન ઘટાડવાના પ્રયત્નો કરે છે તેઓએ ભીંડા ખાસ ખાવા જોઈએ. ભીંડામાં ખુબ જ ઓછી માત્રામાં કેલેરી હોય છે. જે વજન ઘટાડવાના સંદર્ભમાં ખૂબજ અસરકારક છે.

૫.) કેન્સર સામે રક્ષણ આપે છે ભીંડો :

એક અભ્યાસ મુજબ ભીંડામાં બીજા કોઇપણ શાકભાજી કરતા વધારે કોન્સન્ટ્રેટેડ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ એન્ટી ઓક્સીડેન્ટ ફ્રીરેડીકલ્સની અસરથી કોશિકાઓને સુરક્ષિત રાખે છે. તેનાથી તમને કેન્સરથી પણ તે બચાવે છે.

૬.) ડાયાબીટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે :

ભીંડામાં ડાઈટ્રીફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ભીંડાનો એન્ટી ડાયાબીટીક ગુણ બીટા સેલ્સના વિકાસમાં પણ અસરકારક છે.

૭.) મગજને એક્ટિવ રાખે છે :

ફોલેટ અને વિટામીન B-9 પણ બે એવા પોષક તત્વો છે જે ભીંડામાં મુખ્ય રૂપે આવેલા છે. આ બંને પોષક તત્વો મગજની સક્રિયતાને જાળવી રાખવા માટે ખાસ જરૂરી છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment