આ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું છે રહસ્ય…

20

એવી માન્યતા છે કે જ્યાં શુધી શિવ ભગવાનનું પ્રિય વાહન નંદી અનુમતિ ના આપે ત્યા શુધી કોઈ શિવ ભગવાનના દર્શન નથી કરી શકતું.એટલા માટે જ શિવ મંદિર નાનું હોય કે મોટું ગર્ભગૃહમાં નંદીની પ્રતિમા હોયજ છે.ભારતમાં એક મંદિર એવું છે જ્યાં દર વર્ષે નંદીની પ્રતિમા વધતી જઈ રહી છે.અને પુરાતત્ત્વ વિભાગેઆ વાતની પુષ્ટી કરી છે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે એક એક કરીને મંદિર ના સત્મ્ભોને કાપવા પડી રહયા છે.

વૈજ્ઞાનાનીકો એ પણ કરી આ વાતની પુષ્ટી.

જે લોકો વર્ષોથી અહિયાં દર્શન કરવા આવે છે તેમનું કહેવું છે કે પહેલા મંદિર માં પરિક્રમા કરવી ઘણી સરળ હતી.પરંતુ નંદીની પ્રતિમા વધી રહી હોવાથી હવે આ શિવ-પાર્વતીના મંદિરની પરિક્રમા કરવી ઘણી મુસ્કેલ થઇ રહી છે.અહિયાં એવું કહેવામાં આવે છે કે એક શ્રાપના લીધે આ મંદિર માં કાગડાઓ જોવા મળતા નથી.

શું છે મંદિરની સ્થાપનાની કહાની.

આ શિવ મંદિરની સ્થાપના અગસ્ત ઋષિએ કરી હતી જો કે અહિયાં પહેલા વેંકટેસ્વરનું મંદિર બનાવવાનું હતું પરંતુ સ્થાપનાના સમયે મૂર્તિનો અંગુઠો તૂટી ગયો. મૂર્તિ ખંડિત થવાના કારણે મંદિરની સ્થાપના પણ ઉભી રહી ગાય હતી.પછી અગસ્ત ઋષિએ ભાગવાન શિવની અરાધના કરી અને ભગવાન શિવા પ્રસન થઈને ઋષિ સામે પ્રગટ થયા અને અમને કહીયુ કે આ સ્થળ તેમણે કૈલાશ જેવું લાગે છે એટલે અહિયાં એમનું મંદિર બનાવવું ઉચિત રહશે.

કેમ મંદિરમાં કાગડાઓ નથી આવતા.

એવી માન્યતા છે કે જયારે અગસ્ત ઋષિ તાપ કરી રહયા હતા ત્યારે કાગડાઓ તેને હેરાન કરી રહયા હતા.નારાજ થઈને ઋષીએ એમણે શ્રાપ આપીયો કે તે આ સ્થળે ક્યારે પણ નહિ આવી શકે.કાગડાઓ સનીદેવનુંવાહન છે એટલે અહિયાં સનીદેવની પણ સ્થાપના નથી થતી.

મંદિરની બાજુમાં બે ગુફાઓ છે.

ઉમા-પાર્વતી માતાનું આ અનોખું મંદિર આંધ્ર-પ્રદેશના કુરનુલ જીલ્લામાં આવેલુ છે.જોઈ એ તો આ મંદિરની સ્થાપના અગસ્ત ઋષિએ કરી હતી પરંતુ પુરા પરિસરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્યના સમયમાં 15 સતાબ્દીમાં કરવામાં આવી હતી.મંદિરની બાજુમાં બે ગુફાઓ છે જેમાંથી એકમાં વેંકટેસ્વર ભગવાની એ મૂર્તિ છે જે સ્થાપના સમયે ખંડિત થઈ હતી અને બીજી ગુફા અગસ્ત ઋષિની છે જેમાં તેમણે તપ કર્યું હતું.

કલિયુગના અંતમાં જાગી જશે નંદી મહરાજ.

એવી માન્યતા છે કે કલયુગના અંતમાં એક દીવસે નંદી મહારાજ જીવિત થઈ જશે.અને જે દિવસે આવું થશે તે દિવસે મહા પ્રલય આવશે અને કલયુગ નો અંત થશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment