આ સ્વાદિષ્ટ ડીસથી તમારી સાંજને બનાવો વધારે સુંદર, જાણો બનાવવાની સહેલી રીત…

13

સવારે જલ્દી જલ્દી ઘરેથી નીકળી જવું, દિવસભર ઓફિસમાં કામનું પ્રેશર અને સાંજે થાકેલી હાલતમાં તમારી તાકાત બિલકુલ ખત્મ થઇ ચુકી હોય છે. મન કરે છે કે સાંજે સરસ સ્નેક્સ મળી જાય તો એનર્જી પાછી આવી જાય છે. પણ સ્નેક્સનો મતલબ બહાર  ગલીઓમાં મળવાવાળી ચાટ નહિ પરંતુ હેલ્ધી સ્નેક્સ છે. આગળની સ્લાઈડમાં જાણો ૩૦ મીનીટમાં કેવી રીતે હેલ્ધી સ્નેક્સ બનાવવાની વિધિ જે સાંજે તમને ફરીથી તમને જીવંત કરી દેશે.

મુસલી ગાજરનો હલવો

એક સોસ પેનમાં ઘી ગરમ કરો.બારીક સમારેલું ગાજરને ઘી માં 5 મિનીટ સુધી પકાવી લો.તેને 5 મિનીટ સુધી ઢાંકીને પકાવો.દૂધ નાખ્યા પછી આગલા 20 મિનીટ સુધી પકાવો.ત્યાર બાદ તેમાં માવો ભેળવીને સારી રીતે હલાવી લો.હવે ખાંડ, ઈલાયચી પાવડર અને મુસલી નાખો.તેને 7-8 મિનીટ સુધી પાકવા દો. પછી ગરમા ગરમ પરોસો.

ચોકો ટીરામિસુ

એક કટોરીમાં મસ્કરપોન, ફ્રેશ ક્રીમ, ખાંડની ચાસણી અને દહીંને એકસાથે ત્યાં સુધી મેળવતા રહો જ્યાં સુધી બિલકુલ હલકીફૂલકી ન થઇ જાય.ચપટી ભરીને કોફી પાવડર મિક્સ કરો.અડધા કપ પાણીમાં કોફી પાવડર મેળવીને ખાંડ જ્યાં સુધી ગળી ન જાય ત્યાં સુધી ઉબાળો.તે ઠંડું થયા બાદ કોફી ચોકોઝ ક્રમ્બલ બનવવા માટે તેને પીસેલા ચોકોઝ પર પાતળા પડના રૂપમાં ફેલાવો.બાઉલમાં ચોકોઝ ક્રમ્બલ અને મસ્કરપોનને એક પછી એક પડમાં નાખો.

મુસલી કેળા પૈનકેક

ક્રશ કરેલી મુસલી, મૈશ કરવામાં આવેલા કેળાઓ, મૈદા અને બેકિંગ પાવડરની સાથે પાણી ભેળવીને ઘાટું મિક્સચર તૈયાર કરી લો.આ મિશ્રણને 20 મિનીટ સુધી છોડી દો.હવે થોડા મિક્સચરને નોન સ્ટીક કડાઈમાં નાખી દો. પૈન કેકના કિનારાઓ પર ચમચીથી ઘી નાખી દો, તેને એક તરફથી પકાવો.તેને પલટો અને ૩-4 મિનીટ સુધી પકાવો.તેને ખજુરવાળા ગોળની ચાસણીની સાથે પરોસો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment