તમારા રસોઈ ઘરમાં જ રહેલી આ ચીજ વસ્તુઓથી ઘરમાં રહેલા મચ્છરોને ભગાડવા કરો આ ઘરગથ્થું ઉપચાર

250

ઘરમાં રહેલા મચ્છરોને ભગાડવા કરો આ ઘરગથ્થું ઉપચાર. તમારા રસોઈ ઘરમાં જ રહેલી આ ચીજ વસ્તુઓથી. 

સાલો એક મચ્છર દરેક વ્યક્તિને તાળીઓ પાડવા મજબુર કરે છે. આ ડાયલોગનો કહેવાનો મુખ્ય મતલબ એ છે કે વ્યક્તિની આજુ બાજુમાં મચ્છર ગણગણવા લાગે ત્યારે તે વ્યક્તિ મચ્છરને મારવા બંને હાથથી તાલી પાડે છે બે હાથ વચ્ચે મચ્છરને મારવા માટે. ખેર, જવા દો એ વાત. મુખ્ય વાત પર આવીએ.

નાનકડું એવું દેખાતું આ જંતુ, મચ્છર દુનિયાનું સૌથી વધુ ખતરનાક જીવ છે. મચ્છરનો માત્ર એક ડંખ તમારા આરોગ્ય માટે મોટો ખતરો ઉભો કરી શકે છે. મચ્છરના એક ડંખથી વ્યક્તિને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને જીકા જેવા વાયરસ જેવી બીમારી થવાનો ભય રહે છે. જો કે દર વર્ષે આખા વિશ્વમાં 20 ઓગષ્ટના દિવસે “વિશ્વ મચ્છર દિવસ” ઉજવવામાં આવે છે. તમે વિચારશો કે ભલા માણસ, મચ્છરને યાદ કરવા માટે શું કોઈ દિવસ મનાવવાનો કે ઉજવવાનો હોય? હા, તમને જણાવીએ કે વિશ્વમાં 20 ઓગષ્ટના દિવસે “વિશ્વ મચ્છર દિવસ” એટલા માટે ઉજવવામાં આવે છે કે 20 ઓગષ્ટ 1896ના દિવસે વ્યવસાયિક ચિકિત્સક સર રોનાલ્ડ રાસે શોધ કરી હતી કે મચ્છર કરડવાથી વ્યક્તિમાં મેલેરિયા જેવી જીવલેણ બીમારી માટે રેસ્પોન્સીબલ માદા મચ્છર જવાબદાર છે.

ચોમાસાની ઋતુની શરૂઆત થતા જ મચ્છરોનો આતંક શરુ થઇ જાય છે. મચ્છરથી ફક્ત તમારી ઊંઘ જ ખરાબ થાય છે તેવું નથી. પણ તે તમારા આરોગ્યનો પણ દુશ્મન છે. તેનાથી બચવા માટે તમે અલગ અલગ પ્રકારના ઝેરી મોસ્કીટો કોઈલ અને રીપેલેન્ટનો તેમ જ મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરો છો. જે શ્વાસ મારફત તમારા શરીરમાં જતા લાંબા ગાલે તમારા આરોગ્યને નુકશાન કરે છે. તો ચાલો આજે અમે તમને બતાવીએ કે તમારા આરોગ્યના આ દુશ્મનથી છુટકારો મેળવવા માટેના થોડાક ઘરેલુ ઉપાયો.

1.) લીમડો.

જેવી રીતે લીમડો તમારા શરીરના આરોગ્ય માટે અનેક ગણો ઉપયોગી છે, તેવી જ રીતે આ લીમડાથી મચ્છરને પણ ભગાડી શકાય છે. આ માટે તમારે ફક્ત એટલું જ કરવાનું રહેશે કે લીમડો અને નાળીયેરનું તેલ એક સરખી માત્રામાં લઇ તેને મિક્સ કરી પછી આ તેલને તમારા શરીર પર લગાવો.આની સુગંધથી મચ્છર તમારાથી દુર રહેશે. આ તેલની સુગંધ અને તેની અસર લગભગ 7 થી 8 કલાક સુધી રહેશે.

2.) કપૂર.

તમારા રૂમમાં, હોલમાં કે બેડ-રૂમમાં ઝેરી મોસ્કીટો કોઈલ અને રીપેલેન્ટનો ઉપયોગ કરવાને બદલે ત્યાં કપૂરની એક ગોટીને સળગાવો. ઓછામાં ઓછા 15 થી 20 મિનીટ સુધી બારી – દરવાજા બંધ કરી દો. ત્યાર પછી બારી – દરવાજા ખોલો, તમને એક પણ મચ્છર જોવા નહિ મળે. જરૂર પડે તો કપૂરની એકથી વધુ ગોટીનો ઉપયોગ સળગાવવા માટે કરો.

3.) લીંબુ.

મચ્છરને ભગાડવા માટે તમારે લીંબુના તેલને અને નીલગીરીના તેલને સરખી માત્રામાં મિશ્રણ કરી, આ તેલને તમારા શરીર પર લગાવો. આની સુગંધથી મચ્છર તમારાથી દુર ભાગશે. તમારી આસ – પાસ પણ નહિ આવે.

4.) તુલસી.

કુંડા સાથેના તુલસીના છોડને રૂમ, હોલ કે શયનખંડની બારી પાસે રાખી મુકવાથી મચ્છર ભાગી જશે. તુલસી ફક્ત મચ્છરને જ ભગાવે છે તેવું નથી પણ, તેને અંદર આવતા પણ રોકે છે. આ સિવાય લીંબુ અને મેરી ગોલ્ડનો છોડ પણ તમે લગાવી શકો છો. આની અસર પણ તુલસી, લીમડા કે લીંબુ જેવી જ થશે.

5.) લસણ.

લસણની (સુ)ગંધથી મચ્છર તેની આસ પાસ પણ ફરકતા નથી. મચ્છરને ભગાવવા માટે તમારે લસણની કળીઓને પીસીને તેને પાણીમાં ઉકાળો.પછી આ પાણીનો દરેક રૂમમાં છંટકાવ કરો. આની અસર તમે તાત્કાલિક સ્પષ્ટપણે જોઈ શકશો. જો તમને લસણની (સુ)ગંધથી પરેશાની કે નારાજગી ન હોય તો આ પાણીને તમારા શરીર પર પણ છાંટો. જેથી મચ્છર તમારી આસ પાસ પણ આવશે નહિ.

6.) લવન્ડર.

લવન્ડરની ખુશ્બુ એટલી બધી તેજ હોય છે કે મચ્છર તેની ખુશ્બુથી તમારા શરીર પર ડંખ મારી શકતો નથી. આ કારણથી તમારે તમારા રૂમમાં લવન્ડરનો સ્પ્રે છાંટવો જોઈએ અથવા તો લવન્ડરનું રૂમ ફ્રેશનર વાપરવું જોઈએ. જેથી રૂમમાં મચ્છર પણ નહિ રહે અને તમારો રૂમ પણ મહેકી ઉઠશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment