આ વ્યક્તિએ નકલી ફૂડ ઇન્સ્પેકટર બનીને એક વર્ષ સુધી KFC માં ફ્રીમાં ‘ચીકન ડીનર’ કર્યું…

4

ફાસ્ટ ફૂડ ચેન કેએફસી સાથે જોડાયેલ એક આશ્ચર્ય થાય એવી બાબત સામે આવી છે. દક્ષીણ આફ્રિકામાં એક વિદ્યાર્થી કેએફસીના કર્મચારીઓને છેતરીને એક વર્ષ સુધી તેમને ત્યાં મફતમાં ચીકન ડીનર કરતો રહ્યો. ૨૭ વર્ષના એક વ્યક્તિએ મિત્રની સાથે કેએફસીના આઉટલેટ્સ પર જતો અને ત્યાં મફતમાં જમતો હતો.

આ વ્યક્તિ સુટબુટમાં પોતાના મિત્ર સાથે મોંઘી લીમો ગાડીમાં આવતો હતો. જો કોઈ તેની પૂછપરછ કરે તો તે એક આઈડી કાર્ડ બતાવી દેખાડી દેતો હતો, જેમાં હેડ ઓફીસ લખેલું હતું. આ આઈડી કાર્ડ દ્વારા તે દાવો કરતો કે તે ફૂડ ઇન્સ્પેકટર છે અને ખાવાની તપાસ કરવા આવ્યો છે. જયારે તે વ્યક્તિની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તે દક્ષીણ આફ્રિકાની એક વિશ્વવિદ્યાલયનો વિધાર્થી છે. પોલીસે તેની ધરપકડ કરી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment