આ વ્યક્તિ 24 લાખ બાળકોના જીવ બચાવી ચુક્યો છે, ડોક્ટર પણ કહે છે આ “ભગવાન” છે…

107

ઓસ્ટેલિયામાં એક એવા વૃદ્ધ છે, જે અત્યાર સુધીમાં ૨૪ લાખ બાળકોના જીવ બચાવી ચુક્યા છે. ચાલો જાણીએ આ વ્યક્તિ વિશે….

ઓસ્ટેલિયામાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાના જીવનમાં રક્તદાન કરીને ૨૪ લાખ બાળકોના જીવ બચાવ્યા છે. આ વાત આશ્ચર્ય થાય તેવી છે પરંતુ ઓસ્ટેલિયામાં રહેનારા જેમ્સ હૈરિસનની બાબતમાં આ વાત સાચી સાબિત થઇ છે.

મીડિયા રીપોર્ટ મુજબ, ૮૧ વર્ષના હૈરિસનના લોહીની એક એવી વિશેષતા છે, જે મોટાભાગે લોકોના લોહીમાં જોવા મળતી નથી. હકીકતમાં જેમ્સના લોહીમાં એક ખાસ પ્રકારનું યુનિક એંટીબોડી રહેલું છે, જેને એંટી-ડી ના નામથી ઓળખવામાં આવે છે. આ એન્ટીબોડી ગર્ભમાં રહેલા તમામ બાળકોને બ્રેન ડેમેજ અથવા તો કોઈ પણ ઘાતક બીમારી સામે લડવાની તાકાત આપે છે.  જેમ્સના રક્તદાનથી ઓસ્ટેલિયામાં લાખો બાળકો જે કદાચ ગર્ભમાં કોઈ કારણોસર મરી જાય છે, તેમાંથી ઘણા આજે તંદુરસ્ત જિંદગી જીવી રહ્યા છે.

છેલ્લા ૬૦ વર્ષોમાં ૧૧૭૩ વાર રક્તદાન કરવું એ એક આશ્ચર્ય થાય તેવો આકડો છે. જેમ્સે પોતાના અત્યાર સુધીના જીવનમાં લગભગ ૧૨૦૦ વાર રક્તદાન કર્યું છે. પરંતુ હવે ડોકટરોએ તેમને એવું ન કરવાની સલાહ દીધી છે.

હૈરીસનને આ વાતનું દુખ છે કે હવે તે રક્તદાન કરી શકતા નથી. પરંતુ તે આ વિચારીને ભાવુક થઇ જાય છે કે તેમના લીધે લાખો બાળકો આ દુનિયા આવી શક્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ, વર્ષ ૧૯૬૪ થી લઈને અત્યાર સુધી હૈરિસનના કારણે ગર્ભ રહેલા લગભગ ૨૪ લાખ બાળકોના જીવ બચાવી શકાયા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment