આદુના ફાયદા વિશે શું તમે જાણો છો ?

256
ginger

આદુમાં પ્રોટીન, આયરન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા ઘટકો હોય છે. તો આજે વાત કરીએ આદું ખાવાથી થતા ફાયદાઓ વિશે

ઠંડી ચાલુ થઇ ગઈ છે અને આદુંવાળી ચાના કપ પર કપ પીવાવાળા લોકો માટે આ વાતાવરણમાં એ કોઈપણ ડર વગર આદું ખાઈ શકે છે. વધારે પડતા ભારતીય ઘરોમાં સવારે અથવા સાંજે ચા બનાવવાની પરંપરા છે. આમાં આદુનો પોતાનો એક અલગ જ મહત્વ છે. ઠંડીમાં તો આમ પણ આનું મહત્વ વધી જાય છે. આદું શરીરને ગરમ રાખીને શરદી-ઉધરસ, ગળાનો દુઃખાવો, ફ્લુ અને સીજ્નની બીજી ઘણી બીમારિઓથી બચાવે છે. આદુને શાકમાં પણ નાખી શકાય છે. આદું અને ટમેટાનું શાક પણ બનાવવામાં આવે છે. ઠંડીના વાતાવરણમાં આદું ખાવાથી ઉધરસ-તાવ, માથાનો દુખાવો જેવી બીમારિયોથી બચાવે છે.

ગર્ભાવસ્થા અને ગભરામણ

શરૂઆતના મહિનાઓમાં આવનારી મોર્નિંગ સિકનેસ અને નબળાઈને દુર કરવા માટે આદુંનું સેવન ખુબ જ સારું છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં આદુંથી દુર રહેવું, કેમ કે આનાથી અકાળ ડીલેવરી અને દુખાવો થવાનો જોખમ રહે છે. સામાન્ય પરિસ્થિતિમાં ગભરામણ થવા પર ૧ ચમચી આદુના જ્યુસમાં ૧ ચમચી લીંબુનો રસ મિક્ષ કરવો. આને દરેક બે કલાક પછી પીવું. તરત જ રાહત મળશે.

સાંધાના દુખાવામાં રાહત

આદુમાં એન્ટી-એન્ફ્લોમેત્રી પ્રોપર્ટીઝ હોય છે. આ જ કારણ છે કે આદું સાંધાના દુઃખાવાને મટાડવાનું કામ કરે છે.

શ્વાસ સંબંધી બીમારી

આદુંનું રોજ સેવન કરવાથી શ્વાસ સંબંધી રોગોમાં ધટાડો કરી શકાય છે. તેમજ આદુમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ આને એલર્જી અને સંક્રમણથી પણ બચાવે છે.

ભૂખ

જો ભૂખ ઓછી લાગે છે અને તેને વધારવી છે તો આમાં પણ આદું ઘણો ફાયદો પહોચાળે છે. આદુના સેવનથી ભોજનના પોષ્ટિક ગુણોને પચાવવામાં મદદ કરે છે, જેનાથી ભૂખ વધારવામાં પણ મદદ મળે છે.

શરદી-તાવ અથવા ફ્લુ

વાતાવરણ બદલાઈ રહ્યું છે. આ વાતાવરણમાં શરદી, તાવ અથવા ફ્લુ થવાની સંભાવના રહે છે. આવામાં આદુંના સેવનથી તમને આનાથી બચાવી શકે છે. આ શરીરને ગરમ રાખે છે જેનાથી પરસેવો ખુબજ વધારે થાય છે અને શરીર ગરમ રહે છે.

માઈગ્રેન

જી હા, આદું તમારી માઈગ્રેન સમસ્યાને પણ દુર કરી શકે છે. માઈગ્રેનનો એટેક આવે તો આદુવાળી ચા પીવો. એવું કરવાથી દુખાવામાં અને ઉલટીમાં ઘણી રાહત મળશે.

માસિક ચક્ર

દરેકના માસિક ચક્ર સરખા નથી હોતા. અમુક મહિલાઓને આ ચક્ર દરમિયાન ખુબ જ દુખાવો થતો હોય છે. આવામાં આદુની ચા ઘણો ફાયદો કરે છે.

હૃદય

આદું કોલેસ્ટ્રોલ લેવલને ઓછું રાખવામાં મદદ કરે છે. આટલું જ નહિ બ્લડ પ્રેશરને સરખું રાખવામાં, લોહીને જામવાથી રોકવાનું કામ કરે છે. તો કુલ મળીને આ તમારા દિલને ખુબ જ ફાયદાકારક છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment