આગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે…

20

પાકિસ્તાન જે ભારતીય પાયલોટને પકડી  લીધાની વાત કરી રહ્યું છે,આવી વાતો કરી ને તે બહુ મોટી ભૂલ કરી રહયું છે.પાકિસ્તાન જીનીવા સંધીનુ ઉલંઘન કરી રહ્યું છે.જેની ભારતે તેને ચેતવણી પણ આપી છે.

શાંતિનો રાગ અલાપ્તું પાકિસ્તાન હવે ક્રૂરતા પર ઉતરી અવિયું છે.એક બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન એમના ભાષણમાં કહે છે કે તે શાંતિ ચાહે છે.તો બીજી બાજુ તેમની સેના ભારતના એક કમાન્ડરને પકડીને એમના ફોટાઓ બતાવે છે.જે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલંઘન છે.પરંતુ પોતાની મોટાઈ દેખાડ વાના ચકરમા પાકિસ્તાન એ ભૂલી ગયું છે કે પાકિસ્તાને આ વખતે બહુ મોટી ભૂલ કરી છે.

આખું ભારત આપણા પકડાઈ ગયેલા એરફોસના વિંગ કમાન્ડરની સાથે ઉભું છે.પાકિસ્તાને એ માની લેવું જોઈએ કે એમણે અભિનંદનને સલામત ભારતને પાછો મોકલી દેવો જોઈએ.સોશીયલ મીડિયાથી લઈને બધી બાજુ અભિનંદનને પાછો લેવા માટે અભિયાન ચાલુ થઇ ગયા છે,અને બધા તેની બહાદુરીને સલામ કરી રહયા છે.

ભારતે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને સ્પષ્ટ કહી દીધું છે કે અમારા ફાઈટર પાયલોટને અમને પાછો આપી દયો, જો કે પાકિસ્તાન પાસે બીજો કોઈ વિકલ્પ છે પણ નહિ.કેમકે જીનીવા સંધી મુજબ પાકિસ્તાન આપણા પાયલોટને હાથ પણ ના લગાવી શકે.ભારતે દુઃખ વ્યક્ત કરતા કીધું હતું કે પાકિસ્તાને જીનીવા સંધી નું ઉલંઘન કર્યું છે.કેમકે તેમણે પાયલોટના ઘાયલ થયેલા ફોટાઓ અને વીડિઓ બતાવીને નિયમોનું ઉલંઘન કર્યું છે.

કેમ પાકિસ્તાન ભારતીય પાયલોટનો વાળ પણ વાકો નથી કરી શકતું..?

આંતરરાષ્ટ્રીય જીનીવા સંધીમા યુધ્ધબંધીઓ ને લયને નિયમ બનાવામાં આવીયો છે.એના મુજબ યુધ્ધબંધીઓ ને બીવડાવવા-ધમકાવાનું કામ કે પછી એમનું અપમાન ન કરી સકાય. યુધ્ધબંધીને લઇ ને જનતામાં ઉત્સુકતાપણ જાગૃત ન કરી સકાય. યુધ્ધબંધીઓ ઉપર કાર્યવાહી કરી સકાય કે પછી યુધ્ધ પૂરું થયા પછી યુધ્ધબંધીને પાછા મોકલી દેવામા આવે.

બહુ બોલતું પાકિસ્તાન

પાકિસ્તાની સેનાના મેજર જનરલ આશીફ ગફુર એ પેલા તો એ કીધુ કે પાકિસ્તાનના કબજામાં ભારતના બે પાયલોટ છે, પણ સાંજ પડતા-પડતા પાકિસ્તાનને પોતાનો જાજુ બોલીજવાનો ખયાલ આવીયો.પછી એમણે માની લીધું કે અમારી પાસે બે નહિ પરંતુ એકજ પાયલોટ છે.પાકિસ્તાની સેનાના અધિકારીઓને એ ખબર પડી ગય કે પાકિસ્તાનનું ખોટું બોલવું પકડાઈ ગયું છે.એટલેજ થોડાક કલાકોમા યુટર્ન લહી લીધો.

કુટનીતિથી પણ ઘેરાઈ ગયું

ભારતે બુધવાર બપોરેજ નવી દિલ્હીમાં આવેલ પાકિસ્તાની કાર્યવાહક હાઈ કમીસ્નરને આપતી જનક પત્ર મોકલી ભારતીય પાયલોટને તરતજ છોડી દેવાની માંગ કરી હતી.મોડી રાતે ઈસ્લામાબાદમા ભારતીય ઉચઅધીકારીએ પાકિસ્તાનને ઓપચારિક રીતે પાયલોટને છોડી દેવાનું કહયું છે.પાકિસ્તાનને વિદેશ મંત્રાલયને ભારતેઆ બાબતે પત્ર પણ લખિયો છે.પરંતુ પાકિસ્તાને આના ઉપર હજુ કોઈ જવાબ નથી અપીયો.

જેવી સેના-એવી મીડિયા

પાકિસ્તાની મીડિયા વારે-વારે ભારતીય પાયલોટના ફોટાઓ બતવીને વાહવાહી લુટ વાની નાપાક કોશીશ કરી રહયા છે.ભારતે કહયું કે પકડાઈ ગયેલા ભારતીય જવાનનો વીડિઓ વારે-વારે બતાવીને પાકિસ્તાન જીનીવા સંમેલનનુ ઉલંઘન કરી રહયું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment