14-11-2018 આજનું દૈનિક રાશી ભવિષ્ય : મીન રાશી વાળા લોકોની ઇચ્છાઓ પૂરી થશે.

54

મેષ : આજના દિવસે તમારા માટે શુભ રંગ: લીલો અને લાલ. આજના દિવસે જો તમે કોઈ સરકારી સર્વિસ – નોકરી માટે પ્રયત્ન કરતા હો તો તમારા માટે આજનો દિવસ શુભ છે. ગોચરનો ગ્રહ તમારા પદ અને અને પ્રતિષ્ઠામાં વધારો કરશે.

વૃષભ : આજના દિવસે તમારા માટે શુભ રંગ: સફેદ અને નીલો. તમારા માટે આજનો દિવસ યાત્રા – મુસાફરીનો વધારે રહેશે. સાંજ સુધીમા કોઈ સારા સમાચાર મળવાની શક્યતા. વિદેશ પ્રવાસ માટે કે વિઝા માટે અરજી કરશો તો આજનો દિવસ તમારા માટે શુભ છે.

મિથુન : આજના દિવસે તમારા માટે શુભ રંગ: નીલો અને આસમાની. જો કે આજનો દિવસ આપનો સારો જશે, પરંતુ તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આજના દિવસે તમે કોઈ ષડયંત્રનો શિકાર ન બનો તેનું ખાસ ધ્યાન રાખવું.

કર્ક : આજના દિવસે તમારા માટે શુભ રંગ: લીલો અને સફેદ. લગ્ન – વિવાહ સંબંધી વાતચિત્તનો દોર સફળ રહેશે, જો તમે વેપાર – ધંધો કરતા હો તો આજના દિવસે તમને ખુબજ સારો લાભ મળશે.

સિંહ : આજના દિવસે તમારા માટે શુભ રંગ: પીળો અને ગુલાબી. આજના દિવસે તમારે તમારા શરીર સંબંધી સ્વાસ્થ્યને સંભાળવું. ખાંસી અને શરદી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે કોઈ પાસેથી ઉધાર ન લેવું.

કન્યા : આજના દિવસે તમારા માટે શુભ રંગ: ગુલાબી અને લીલો. શિક્ષણ – અભ્યાસને લગતી સ્પર્ધ કે પ્રતીયોગોતામાં તમને સફળતાના યોગ છે. સંતાન પ્રાપ્તિનું સુખ મળે. પુત્ર તરફથી કોઈ મુશ્કેલી – વાદ વિવાદ પણ ઉભા થાય.

તુલા : આજના દિવસે તમારા માટે શુભ રંગ: સફેદ અને લીલો. આજના દિવસે મનમાં ઉચાટ રહે, શાંતિ ન જળવાય. મન અશાંત રહે. બેચેનીનો અનુભવ થાય. આજના દિવસે મગજ પર કંટ્રોલ રાખવો, મગજ શાંત રાખવું. માતા – પિતાના સ્વાસ્થ્ય બાબતનું ધ્યાન રાખવું. વડીલોના આશીર્વાદ ફળે, લાભ થાય.

વૃશ્ચિક : આજના દિવસે તમારા માટે શુભ રંગ: પીળો અને લાલ. તમારી સરળતાને લોકો તમારી તાકાત સમજશે. આજના દિવસે તમારા ગોચરના ગ્રહ ખુબજ સારા છે જેથી  કઈપણ શુભ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા.

ધન : આજના દિવસે તમારા માટે શુભ રંગ: લાલ. આજના દિવસે માનસિક અશાંતિ રહેશે. આમ છતાં આજના દિવસે તમને આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ છે. અભ્યાસને લગતી સ્પર્ધ કે પ્રતીયોગોતામાં તમને સફળતાના મળે.

મકર : આજના દિવસે તમારા માટે શુભ રંગ: જાંબુડીયો અને નીલો. આજના દિવસે તમારા ગ્રહ ગોચર ખુબજ સારા છે. કોઈ સર્વિસની જોબના પ્રયત્ન માટે આજનો દિવસ શુભ છે. કોઈ કરાર કે દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા ઈચ્છતા હો તો પણ તમારા માટે આજનો દિવસ શુભ છે.

કુંભ : આજના દિવસે તમારા માટે શુભ રંગ: આસમાની અને લીલો. ધાર્મિક પ્રવાસ, તીર્થ યાત્રા, દેશ પરી-ભ્રમણ પર આર્થિક ખર્ચ વધે. કોઈ કિંમતી વસ્તુની ખરીદી શક્ય બને.

મીન : આજના દિવસે તમારા માટે શુભ રંગ: લીલો અને પીળો. આજના દિવસે આપને આકસ્મિક લાભ મળવાના કેટલાય પરિમાણ – રસ્તો છે. રોકાયેલા કે અટવાયેલા રૂપિયા પાછા મળે. આજના દિવસે તમે જે કોઈ શુભ સંકલ્પ કે ઈચ્છા કરશો તે ફળીભૂત થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment